સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મરણ પછી વ્યક્તિનું શું થાય છે?

મરણ પછી વ્યક્તિનું શું થાય છે?

મરણ પછી વ્યક્તિનું શું થાય છે?

‘આત્મા અમર છે. જે લોકો દુષ્ટ છે, તેઓ નરકમાં કાયમ પીડાતા રહેશે. એમાંથી તેઓ આઝાદ થઈ શકશે નહિ.’—બીજી ને ત્રીજી સદીનો ક્લેમેંટ ઑફ એલેક્ષાંડ્રિયા નામનો લેખક.

ક્લે મેંટની જેમ જ અનેક ધર્મગુરુઓ અમર આત્મા અને નરક વિષે શીખવે છે. પણ શું એ શિક્ષણ બાઇબલમાંથી આવે છે? ચાલો જોઈએ.

શું પ્રથમ પુરુષ આદમમાં આત્મા જેવું કંઈ હતું? બાઇબલ કહે છે કે ‘ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ થયો.’ (ઉત્પત્તિ ૨:૭) આ બતાવે છે કે આદમમાં આત્મા જેવું કંઈ ન હતું.

આદમે આજ્ઞા તોડી ત્યારે, ઈશ્વરે તેને નરકની સજા આપી નહિ. ઈશ્વરે આદમને કહ્યું કે “તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે; કેમકે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.” (ઉત્પત્તિ ૩:૧૯) આ કલમ બતાવે છે કે આદમ મરણ પામ્યો ત્યારે, બધું જ ખતમ થઈ ગયું.

શું આપણામાં આત્મા છે? હજારો વર્ષો પહેલાં ઈશ્વરે પોતાના ભક્ત હઝકીએલને કહ્યું: “જે માણસે પાપ કર્યું હશે તે જ મરણ પામશે.” (હઝકિયેલ ૧૮:૪, સંપૂર્ણ) ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: “જેમ એક માણસથી [આદમથી] જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” (રૂમી ૫:૧૨) આ રીતે સર્વ ઇન્સાનને પાપનો વારસો મળ્યો છે. સર્વ મરણ પામે છે. પછી કશું જ બચતું નથી.

ગુજરી ગયેલાઓ કંઈ જાણે છે? બાઇબલ કહે છે: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી.” (સભાશિક્ષક ૯:૫) માણસ મરણ પામે ત્યારે “જીવનનો અંત આવે છે અને તેણે કરેલી દરેક યોજના એક ક્ષણમાં ખતમ થઈ જાય છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૪, IBSI) મરણ પછી, ઇન્સાન ‘કંઈ જાણતો નથી.’ તેના ‘દરેક વિચાર ખતમ થઈ જાય છે.’ જો કંઈ બચતું જ ન હોય, તો નરકમાં જવાની વાત જ ન રહી!

ઈસુએ મોતને ઊંઘ સાથે સરખાવ્યું. (યોહાન ૧૧:૧૧-૧૪) પણ અમુકના કહેવા પ્રમાણે ઈસુએ શીખવ્યું કે પાપીઓ નરકમાં રિબાશે. શું એ સાચું છે? (w08 11/1)