સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુએ પ્રાર્થના વિષે શું શીખવ્યું?

ઈસુએ પ્રાર્થના વિષે શું શીખવ્યું?

ઈસુએ પ્રાર્થના વિષે શું શીખવ્યું?

“ઈસુ એ વાતો કહી રહ્યો, ત્યારે એમ થયું, કે લોકો તેના ઉપદેશથી અચરત થયા.”—માથ. ૭:૨૮.

૧, ૨. ઈસુના શિક્ષણથી લોકો કેમ નવાઈ પામ્યા?

 ઈસુનો ઉપદેશ આપણા ભલા માટે છે. એ દિલમાં ઉતારીએ. તેમણે જે રીતે શીખવ્યું, એનાથી લોકો નવાઈ પામ્યા.—માત્થી ૭:૨૮, ૨૯ વાંચો.

ઈસુએ પંડિતોની જેમ શીખવ્યું નહિ, જેઓ માણસોના વિચારો શીખવતા, લાંબાં લાંબાં ભાષણો આપતાં. ઈસુએ તો ‘પૂરા અધિકારથી’ શીખવ્યું, કેમ કે તેમનું શિક્ષણ યહોવાહ તરફથી હતું. (યોહા. ૧૨:૫૦) ચાલો હવે આપણે એ ઉપદેશમાંથી પ્રાર્થના વિષે શીખીએ.

ઢોંગીઓની જેમ કદી પ્રાર્થના ન કરીએ

૩. માત્થી ૬:૫માં ઈસુએ શું કહ્યું?

યહોવાહને નિયમિત પ્રાર્થના કરીએ, એ આપણી ભક્તિનો ભાગ છે. શું ઈસુએ શીખવ્યું એ પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ છીએ? તેમણે કહ્યું: “જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ; કેમકે માણસો તેઓને જુએ, માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે; હું તમને ખચીત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.”માથ. ૬:૫.

૪-૬. (ક) ફરોશીઓ કેમ “સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર” પ્રાર્થના કરતા? (ખ) કઈ રીતે એવા ઢોંગીઓને ‘બદલો મળી ચૂક્યો હતો’?

ઈસુના જમાનામાં ફરોશીઓ બહુ ધાર્મિક હોવાનો ‘ઢોંગ’ કરતા. તેઓની પ્રાર્થનામાં પણ એ દેખાઈ આવતું. (માથ. ૨૩:૧૩-૩૨) તેઓ ‘સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરતા.’ શા માટે? જેથી “માણસો તેઓને જુએ.” રોજ સવારે લગભગ નવ વાગ્યે અને બપોરે ત્રણ વાગ્યે મંદિરમાં દહનીયાર્પણ ચઢાવાતું. એ વખતે રિવાજ પ્રમાણે યહુદીઓ પ્રાર્થના કરવા ભેગા મળતા. યરૂશાલેમમાં હોય તેઓ મંદિરના આંગણામાં ભેગા થતા. યરૂશાલેમની બહાર હોય તેઓ દિવસમાં બે વાર ‘સભાસ્થાનોમાં ઊભા રહીને’ પ્રાર્થના કરતા.—વધુ માહિતી: લુક ૧૮:૧૧, ૧૩.

જ્યારે લોકો મંદિર કે સભાસ્થાનની નજીક ન હોય ત્યારે શું કરતા? જ્યાં પણ હોય ત્યાં પ્રાર્થના કરતા. અમુક લોકો પ્રાર્થનાના સમયે જાણીજોઈને “રસ્તાઓના નાકાંઓ” જેવી, ભીડવાળી જગ્યાએ પહોંચી જતા! ત્યાં “ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ” કરતા, જેથી લોકો તેઓને જુએ. (લુક ૨૦:૪૭) આપણે એમ ન કરીએ.

ઈસુએ કહ્યું કે “તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.” એ બદલો શું હતો? લોકોથી માન અને વાહ વાહ! ઢોંગથી કરેલી એવી પ્રાર્થના યહોવાહ સાંભળતા નથી. તો પછી યહોવાહ કેવી પ્રાર્થનાઓ સાંભળે છે? ચાલો જોઈએ કે ઈસુએ શું કહ્યું.

૭. ‘તારી ઓરડીમાં જઈને પ્રાર્થના કર,’ એનો શું અર્થ થાય?

‘જ્યારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં જા, ને તારૂં બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપને પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે.’ (માથ. ૬:૬) ઈસુ એમ કહેતા ન હતા કે મંડળમાં બીજાઓ માટે પ્રાર્થના ન કરવી. પણ તે એમ કહેતા હતા કે બીજાઓની વાહ વાહ મેળવવા પ્રાર્થના ન કરીએ. જ્યારે બીજાઓ માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવે, ત્યારે આ ખાસ ધ્યાન રાખીએ. પ્રાર્થના વિષે ઈસુએ બીજું શું શીખવ્યું?

૮. માત્થી ૬:૭ પ્રમાણે શું ન કરવું જોઈએ?

‘તમે પ્રાર્થના કરો ત્યારે વિદેશીઓની જેમ અમથો લવારો ન કરો, કેમકે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારૂં સાંભળવામાં આવશે.’ (માથ. ૬:૭) ઈસુ કહેતા હતા કે પ્રાર્થના કરતી વખતે પોપટની જેમ બોલી ન જઈએ. એવું નથી કે દિલથી પ્રાર્થના કરતી વખતે, એકના એક શબ્દો બોલી ન શકીએ. ઈસુએ પણ મરણની આગલી રાતે ‘એકના એક શબ્દો બોલીને પ્રાર્થના કરી હતી.’—માર્ક ૧૪:૩૨-૩૯.

૯, ૧૦. આપણે કેમ એકની એક પ્રાર્થના ન કરીએ?

બીજા દેવ-દેવીઓને માનનારા “વિદેશીઓની જેમ”, આપણે એકની એક પ્રાર્થના રટ્યા ન કરીએ. બઆલના ભક્તોએ એકના એક શબ્દોથી “સવારથી તે છેક બપોર સુધી વિનંતી કરી, કે હે બઆલ, અમને ઉત્તર આપ.” પણ કોઈ જવાબ મળ્યો નહિ. (૧ રાજા. ૧૮:૨૬) આજે પણ કરોડો લોકો એકની એક પ્રાર્થનાનું રટણ કરે છે, જેથી તેઓનું ‘સાંભળવામાં આવે.’ પણ ઈસુ એ જ કહેતા હતા કે લાંબી લાંબી કે ગોખેલી પ્રાર્થનાઓ યહોવાહ સાંભળતા નથી. તેમણે પોતાના શિષ્યોને કહ્યું:

૧૦ ‘તમે તેઓના જેવા ન થાઓ; કેમકે જેની તમને જરૂર છે, એ તમારા માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે.’ (માથ. ૬:૮) બીજા દેવ-દેવીઓને માનનારાની જેમ, ઘણા યહુદી ગુરુઓ પણ લાંબી લાંબી પ્રાર્થના કરતા. જો એ દિલથી કરેલી પ્રાર્થના હોય તો એમાં કંઈ ખોટું નથી. ઈશ્વર ચાહે છે કે આપણે તેમની દિલથી કદર કરીએ. તેમનો ઉપકાર માનીએ. (ફિલિ. ૪:૬) અમુકને લાગે છે કે આપણને શાની જરૂર છે, એ ઈશ્વર જાણતા નથી. એટલે તેઓ વારંવાર એકની એક અરજ કરતા રહે છે. પણ યહોવાહ તો આપણને ‘જેની જરૂર છે એ માંગ્યા પહેલાં જાણે છે.’

૧૧. મંડળમાં પ્રાર્થના કરાવતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૧ મંડળમાં પ્રાર્થના કરાવતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? આપણે પંડિતની ભાષા ન વાપરીએ, કેમ કે એવી પ્રાર્થનાથી ઈશ્વરને કોઈ ફરક પડતો નથી. આપણે ભાઈ-બહેનોને ખુશ કરવા પ્રાર્થના કરાવતા નથી. વળી, એ એટલી લાંબી પણ ન હોય કે બધા એ પૂરી થવાની રાહ જુએ. પ્રાર્થનામાં કોઈ જાહેરાત ન કરીએ. કોઈને ઠપકો પણ ન આપીએ.

ઈસુએ શીખવેલી પ્રાર્થના

૧૨. “તારૂં નામ પવિત્ર મનાઓ” એનો શું અર્થ થાય?

૧૨ ઈસુએ શીખવ્યું કે આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. (માત્થી ૬:૯-૧૩ વાંચો.) ઈસુએ એ પ્રાર્થના ગોખી લેવાનું ન કહ્યું. પરંતુ તેમણે પ્રાર્થના કરવાનો એક દાખલો આપ્યો. પ્રાર્થનાની શરૂઆતમાં જ તેમણે કહ્યું: ‘ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તારૂં નામ પવિત્ર મનાઓ.’ (માથ. ૬:૯) યહોવાહ ‘સ્વર્ગમાં’ રહે છે. તે આપણા સર્જનહાર હોવાથી, તેમને ‘પિતા’ કહીએ છીએ. (પુન. ૩૨:૬; ૨ કાળ. ૬:૨૧; પ્રે.કૃ. ૧૭:૨૪, ૨૮) પ્રાર્થનામાં “અમારા” કેમ કહેવામાં આવે છે? એ બતાવે છે કે આપણી સાથે બીજા ભક્તો પણ છે. “તારૂં નામ પવિત્ર મનાઓ,” એનો શું અર્થ થાય? એ જ કે એદન બાગથી અત્યાર સુધી, યહોવાહ પર મૂકવામાં આવેલા બધા આરોપો દૂર કરવામાં આવે. એ માટે યહોવાહ ધરતી પરથી સર્વ દુષ્ટતાનો નાશ કરશે. આમ પોતાનું નામ પવિત્ર મનાવશે.—હઝકી. ૩૬:૨૩.

૧૩. (ક) “તારૂં રાજ્ય આવો” એનો શું અર્થ થાય? (ખ) ઈશ્વરની ઇચ્છા ધરતી પર પૂરી થશે ત્યારે કયા આશીર્વાદો આવશે?

૧૩ ‘તારૂં રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.’ (માથ. ૬:૧૦) આ “રાજ્ય” શું છે? એ યહોવાહની સરકાર છે, જેમાં ઈસુ અને સ્વર્ગમાં જનારા ‘પવિત્રજનો’ રાજ કરશે. (દાની. ૭:૧૩, ૧૪, ૧૮; યશા. ૯:૬, ૭) એ રાજ્ય ‘આવે’ એવી પ્રાર્થના કેમ કરીએ છીએ? એટલા માટે કે એ રાજ્ય સર્વ દુષ્ટોનો નાશ કરશે. આ ધરતી યહોવાહના ભક્તોથી ભરાઈ જશે. બધી બાજુ સુખ-શાંતિ હશે. (ગીત. ૭૨:૧-૧૫; દાની. ૨:૪૪; ૨ પીત. ૩:૧૩) યહોવાહની ઇચ્છા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પૂરી થાય, એવી વિનંતી કરવાનો શું અર્થ થાય? એ જ કે આપણા માટે ઈશ્વરનો મકસદ પૂરો થાય. પહેલાંની જેમ આજે પણ ઈશ્વર પોતાના દુશ્મનોનો વિનાશ કરે.—ગીતશાસ્ત્ર ૮૩:૧, ૨, ૧૩-૧૮ વાંચો.

૧૪. ‘દિવસની રોટલી અમને આપ,’ એવી વિનંતી કેમ કરીએ છીએ?

૧૪ “દિવસની અમારી રોટલી આજ અમને આપ.” (માથ. ૬:૧૧; લુક ૧૧:૩) એમ પ્રાર્થના કરીને આપણે યહોવાહ પર પૂરી શ્રદ્ધા રાખીએ છીએ. આપણે કહીએ છીએ કે તે રોજની જરૂરિયાત પૂરી પાડે, નહિ કે એકસાથે વર્ષોની. યહોવાહે ઈસ્રાએલીઓને પણ માન્‍નાનો “દિવસનો હિસ્સો ભેગો” કરવાની આજ્ઞા આપી હતી.—નિર્ગ. ૧૬:૪.

૧૫. માત્થી ૬:૧૨ની વિનંતીનો શું અર્થ થાય?

૧૫ પછી ઈસુએ કહ્યું: “જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારાં ઋણો અમને માફ કર.” (માથ. ૬:૧૨) આ “ઋણો” કે દેવું એ આપણાં “પાપ” છે. (લુક ૧૧:૪) આપણું બૂરું કરનારાને ‘માફ કરીશું’ તો જ, યહોવાહ આપણાં પાપ માફ કરશે. (માત્થી ૬:૧૪, ૧૫ વાંચો.) એટલે આપણે રાજી-ખુશીથી બધાને માફ કરીએ.—એફે. ૪:૩૨; કોલો. ૩:૧૩.

૧૬. “પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર.” એનો શું અર્થ થાય?

૧૬ “અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર.” (માથ. ૬:૧૩) યહોવાહ કદી આપણને પરીક્ષણ કે પાપમાં પડવા લલચાવતા નથી. (યાકૂબ ૧:૧૩ વાંચો.) આપણા પર “પરીક્ષણ” લાવનાર તો શેતાન છે, જેને બાઇબલ ‘ભૂંડો’ પણ કહે છે. (માથ. ૪:૩) બાઇબલ જણાવે છે કે ઈશ્વર પરીક્ષણ ચાલવા દે છે. (રૂથ ૧:૨૦, ૨૧; સભા. ૧૧:૫) “અમને પરીક્ષણમાં ન લાવ,” એનો શું અર્થ થાય? એ જ કે યહોવાહની મદદ મળે અને આપણે કોઈ લાલચમાં ન ફસાઈએ. “ભૂંડાથી અમારો છૂટકો કર,” એવી વિનંતી કરીને શેતાનથી બચવા, આપણે યહોવાહનું રક્ષણ માગીએ છીએ. ‘આપણે સહી ન શકીએ એવું કોઈ પરીક્ષણ ઈશ્વર થવા દેશે નહિ.’૧ કોરીંથી ૧૦:૧૩ વાંચો.

‘માગતા રહો, શોધતા રહો, ઠોકતા રહો’

૧૭, ૧૮. ‘માગતા રહો, શોધતા રહો ને ઠોકતા રહો’ એનો શું અર્થ થાય?

૧૭ પાઊલે ભાઈ-બહેનોને કહ્યું કે “પ્રાર્થનામાં લાગુ રહો.” (રૂમી ૧૨:૧૨) ઈસુએ પણ આ બારામાં કહ્યું કે “માગો, તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ઠોકો, તો તમારે સારૂ ઉઘાડાશે. કેમકે જે હરેક માગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારૂ ઉઘાડવામાં આવશે.” (માથ. ૭:૭, ૮) ઈસુના આ શબ્દોને ધ્યાનમાં રાખીને યોહાને લખ્યું: “તેના વિષે આપણને જે હિંમત છે તે એ કે જો આપણે તેની [ઈશ્વરની] ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.”—૧ યોહા. ૫:૧૪.

૧૮ ‘માંગતા રહો અને શોધતા રહો.’ એનો અર્થ એમ થાય કે આપણે દિલથી પ્રાર્થના કરતા રહીએ. “ઠોકો, તો તમારે સારૂ ઉઘાડાશે.” એટલે કે ઈશ્વરના આશીર્વાદો પામવા વારંવાર પ્રાર્થના કરતા રહીએ. યહોવાહ આપણી પ્રાર્થના સાંભળશે, એની ખાતરી આપતા ઈસુએ કહ્યું: “જે હરેક માગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારૂ ઉઘાડવામાં આવશે.” યહોવાહને વળગી રહેનારા ભક્તોના અનુભવો બતાવે છે કે તે “પ્રાર્થનાના સાંભળનાર” છે.—ગીત. ૬૫:૨.

૧૯, ૨૦. માત્થી ૭:૯-૧૧ પ્રમાણે યહોવાહ કેવા છે? કઈ રીતે?

૧૯ યહોવાહ આપણા પ્રેમાળ પિતા છે. ઈસુએ કહ્યું: ‘તમારામાં એવું કયું માણસ છે, કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે, તો તેને સાપ આપશે? તે માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંઓને સારી વસ્તુઓ આપી જાણો છો, તો તમારા સ્વર્ગમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને શું તે વધારે સારી વસ્તુઓ નહિ આપશે?’માથ. ૭:૯-૧૧.

૨૦ આપણે આદમથી મળેલા પાપના વારસાને લીધે “ભૂંડા” છીએ. તોપણ આપણે બાળકોને જીવની જેમ ચાહીએ છીએ. તેઓને ‘સારી સારી વસ્તુઓ’ આપીએ છીએ. તો પછી શું યહોવાહ આપણા કરતાં વધારે સારી વસ્તુઓ પૂરી નહિ પાડે? હા, તે આપે જ છે. જેમ કે તેમની તન-મનથી ભક્તિ કરવા તે આપણને ‘શક્તિ’ આપે છે. (લુક ૧૧:૧૩) તે આપણને “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપે છે.—યાકૂ. ૧:૧૭.

ઈસુના ઉપદેશનો લાભ લેતા રહીએ

૨૧, ૨૨. પહાડ પરના ઉપદેશ વિષે તમને કેવું લાગે છે?

૨૧ ઈસુનો પહાડ પરનો ઉપદેશ અજોડ છે. એનું શિક્ષણ અનમોલ મોતી જેવું છે. એ ઉપદેશમાંથી આ ત્રણ લેખોએ આપણને ઈશ્વર વિષે ઘણું શીખવ્યું. આપણે એ જીવનમાં ઉતારીશું તો સુખી થઈશું. એમાંથી અમર જીવનની આશા પણ મળે છે.

૨૨ ઈસુનો ઉપદેશ સાંભળ્યો, તેઓ ખૂબ “અચરત થયા.” (માથ. ૭:૨૮) આ લેખોમાંથી અમુક વાતો શીખીને આપણે પણ નવાઈ પામીએ છીએ. જો આપણે મહાન શિક્ષક ઈસુ પાસેથી શીખતા રહીશું, તો હજુ કેટલો લાભ થશે એનો વિચાર કરો! (w09 2/15)

તમે કેવો જવાબ આપશો?

• ઈસુએ ઢોંગીઓની પ્રાર્થના વિષે શું કહ્યું?

• પ્રાર્થનામાં કેમ એકના એક શબ્દોનું રટણ ન કરીએ?

• ઈસુએ પ્રાર્થનામાં કેવી વિનંતી કરવાનું કહ્યું?

• કઈ રીતે ‘માંગતા રહીએ, શોધતા રહીએ ને ઠોકતા રહીએ’?

[અભ્યાસ પ્રશ્નો]