સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવો જન્મ પામવાથી વ્યક્તિને કેવી આશા મળે છે?

નવો જન્મ પામવાથી વ્યક્તિને કેવી આશા મળે છે?

નવો જન્મ પામવાથી વ્યક્તિને  કેવી આશા મળે છે?

ઈસુએ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા લેવાની વાત કરી, તો પછી શા માટે તેમણે ‘આત્માથી જન્મ પામવાનું’ કહ્યું? (યોહાન ૩:૫) ઈસુ અહીં સમજાવવા માંગતા હતા કે ‘જન્મ’ એટલે ‘નવી શરૂઆત.’ જેમ એક બાળકનો ‘જન્મ’ થાય છે ત્યારે તેના જીવનની શરૂઆત થાય છે. એવી જ રીતે નવો જન્મ પામવો એ નવા જીવનની શરૂઆત છે. એ નવી શરૂઆત પછી વ્યક્તિ પરમેશ્વરના રાજ્યનો ભાગ બને છે. એ વિષે આપણે વધારે સમજીશું. પણ પહેલાં જોઈએ કે તે રાજ્યનો ભાગ કેવી રીતે બને છે?

પ્રેરિત પાઊલે ખ્રિસ્તીઓને કહ્યું કે તેઓ જાણે પરમેશ્વરના દત્તક ‘પુત્રો ગણાશે.’ (ગલાતી ૪:૫; હેબ્રી ૧૨:૭) આ સમજવા આપણે એક બાળકનો દાખલો લઈએ. એ દાખલા પરથી આપણે સમજી શકીશું કે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીને વ્યક્તિ કઈ રીતે રાજ્યનો ભાગ બને છે.

પરમેશ્વર દત્તક લે છે

માની લો કે ભારતના એક બાળકને અમેરિકાની સ્કૂલમાં એડમિશન લેવું છે. પણ સ્કૂલના પ્રિન્સિપાલ કહે છે કે એડમિશન લેવા અમેરિકન હોવું જરૂરી છે. એટલે એ બાળક એડમિશન લઈ શકતું નથી. પણ પછીથી અમેરિકન ફેમેલી આ બાળકને દત્તક લે છે. આમ એડમિશન લેવાની તેની જરૂરિયાત પૂરી થાય છે. પણ તે પોતાની રીતે એ જરૂરિયાત પૂરી કરી શક્યો ન હોત.

એ જ રીતે, આકાશમાં રાજ કરવા યહોવાહની એક જરૂરિયાત છે. જેમ એ બાળકને દત્તક લેવામાં આવ્યું ત્યારે તેની એડમિશનની જરૂરિયાત પૂરી થઈ. એવી જ રીતે યહોવાહ અમુક લોકોને દત્તક લે છે ત્યારે તેઓની આકાશમાં રાજ કરવાની જરૂરિયાત પૂરી થાય છે. આ રીતે તેઓ નવો જન્મ પામ્યા હોય એવું કહી શકાય. પણ વ્યક્તિ પોતાની ઇચ્છાથી એ જરૂરિયાત પૂરી કરી શકતી નથી. અને નવો જન્મ લઈ શકતી નથી.

ફરી વાર આ બાળકનો વિચાર કરીએ. ભલે અમેરિકન ફેમેલી તેને દત્તક લે છે પણ તે હજી ભારતીય છે. આ ફેમેલી સાથે જોડાઈને જાણે તે નવું જીવન શરૂ કરે છે.

એવી જ રીતે યહોવાહ અમુક લોકોને દત્તક લે છે ત્યારે તેઓ હજી અપૂર્ણ છે. (૧ યોહાન ૧:૮) એવા લોકો વિષે પ્રેરિત પાઊલે જણાવ્યું: “તમને દત્તકપુત્રપણાનો આત્મા મળ્યો છે, તેને લીધે આપણે આબ્બા, બાપ, એવી હાંક મારીએ છીએ. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવનાં છોકરાં છીએ.” (રૂમી ૮:૧૫, ૧૬) યહોવાહ આ લોકોને દત્તક લે છે ત્યારે તેઓ ‘દેવનાં છોકરાં કહેવાય છે.’—૧ યોહાન ૩:૧; ૨ કોરીંથી ૬:૧૮.

પાઊલ આગળ જણાવે છે કે એકવાર તેઓને દત્તક લીધા પછી તેઓનું નવું જીવન શરૂ થાય છે. એ સમયે તેઓને પવિત્ર આત્માથી અહેસાસ થાય છે કે તેઓ હવે ઈસુ સાથે આકાશમાં રાજ કરશે. (૧ યોહાન ૩:૨) એ ખાતરી થયા પછી તેઓ જાણે છે કે આકાશમાં જઈને નવા જીવનની શરૂઆત કરશે.—૨ કોરીંથી ૧:૨૧, ૨૨.

એ આકાશના જીવન વિષે બાઇબલ જણાવે છે: “તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે, એને તેની સાથે હજાર વર્ષ રાજ કરશે.” (પ્રકટીકરણ ૨૦:૬) આ કલમ પ્રમાણે પસંદ કરાએલા પુત્રો અને ઈસુ, પરમેશ્વરના રાજ્યમાં રાજ કરશે. પ્રેરિત પાઊલે આ લોકો વિષે જણાવ્યું કે તેઓ ‘અવિનાશી, નિર્મળ તથા કરમાઈ નહિ જશે.’ તેઓ માટે પરમેશ્વરે આવું જીવન ‘આકાશમાં રાખી મૂકેલું છે.’ (૧ પીતર ૧:૩, ૪) આ લોકો આકાશમાં જઈને સંપૂર્ણ થશે અને ઈસુ સાથે રાજ કરશે.

પણ સવાલ થાય કે ઈસુ અને આ લોકો કોના પર રાજ કરશે? આ વિષે આપણે પછીના લેખમાં જોઈશું. (w09 4/1)

[પાન ૧૦ પર ચિત્ર]

પાઊલે દત્તક લેવા વિષે શું કહ્યું?