સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧ બાઇબલમાં ભરોસો મૂકો

૧ બાઇબલમાં ભરોસો મૂકો

૧ બાઇબલમાં ભરોસો મૂકો

“પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જે સત્ય છે તે શીખવવામાં ખોટે માર્ગે જતા અટકાવવામાં, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અને ન્યાયીપણાનું શિક્ષણ આપવામાં તે આપણને અતિ ઉપયોગી છે.”—૨ તિમોથી ૩:૧૬, IBSI.

લોકોને શું શંકા છે? ઘણા લોકોને લાગે છે કે બાઇબલ માણસોએ લખ્યું છે. અમુક તો એવો દાવો કરે છે કે એનો ઇતિહાસ ખોટો છે. અમુક કહે છે કે એમાં આપેલી સલાહ જૂની છે, એ કંઈ કામની નથી.

શંકા કેવી રીતે દૂર થશે? બાઇબલ પર શંકા કરે છે તેઓનું આંખ મીંચીને માનવું જોઈએ નહિ. કેમ કે તેઓમાંના ઘણા લોકોએ બાઇબલ ક્યારેય વાંચ્યું જ નથી. અરે, તેઓ પુરાવા વગર બીજા લોકોની વાત માની લે છે. એવા લોકોને બાઇબલ ચેતવે છે: ‘ભોળો માણસ વાત માની લે છે, પણ બુદ્ધિમાન માણસ જોઈ વિચારીને આગળ વધે છે.’—નીતિવચનો ૧૪:૧૫.

આપણે પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ બનવું જોઈએ. તેઓએ કોઈનું પણ આંખ મીંચીને માની ન લીધું. એના બદલે તેઓ ‘હર વખત ધર્મશાસ્ત્રનું સંશોધન કરતા હતા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧) ચાલો બે કારણો જોઈએ જેનાથી આપણે બાઇબલમાં ભરોસો મૂકી શકીએ.

બાઇબલનો ઇતિહાસ સાચો છે. વર્ષોથી બાઇબલ પર શંકા ઉઠાવનારા દાવો કરે છે કે બાઇબલમાં આપેલા નામ અને જગ્યા વિષેની માહિતી ખોટી છે. પણ એવા દાવાઓ હંમેશા ખોટા પાડ્યા છે અને બાઇબલ સાચું સાબિત થયું છે.

દાખલા તરીકે, એક સમયે ઇતિહાસકારોએ દાવો કર્યો કે યશાયા ૨૦:૧ માં રાજા સાર્ગોનનું નામ આપવામાં આવ્યું છે એ કદી હયાત ન હતો. પણ આર્કિઑલજિસ્ટે ૧૮૪૦માં આ રાજાનો મહેલ શોધી કાઢ્યો. હવે બધા ઇતિહાસકારો જાણે છે કે આશ્શૂરમાં સાર્ગોન નામનો રાજા થઈ ગયો.

બાઇબલમાં જણાવ્યું છે કે રૂમી સૂબેદાર પોંતિયસ પીલાતે ઈસુને મારી નાખવાનો હુકમ આપ્યો હતો. (માત્થી ૨૭:૧, ૨૨-૨૪) પણ શંકા કરનારાઓએ દાવો કર્યો કે પોંતિયસ પીલાત હતો જ નહિ. જોકે આર્કિઑલજિસ્ટે ૧૯૬૧માં ઇઝરાએલમાં એક પથ્થર શોધી કાઢ્યો. એ પથ્થર પર પોંતિયસ પીલાતનું નામ હતું અને તેની સૂબેદારની પદવી પણ જણાવી હતી.

બાઇબલના ઇતિહાસ વિષે અમેરિકન મૅગેઝિનમાં જણાવ્યું છે કે ‘અમુક લોકો શંકા ઉઠાવે છે કે યહુદીઓના જ બાપદાદા ઈબ્રાહિમ, ઈસ્હાક હતા કે નહિ. ઈસ્રાએલીઓ મિસર કે ઇજિપ્તમાંથી બહાર આવ્યા કે નહિ. દાઊદનો વંશ હતો કે નહિ. ઈસુ અને તેમના શિષ્યો હતા કે નહિ. પણ આર્કિઑલજિ પુરાવો આપે છે કે બાઇબલનો આ ઇતિહાસ સાચો છે.’ (યુએસ ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રિપોર્ટ, ઑક્ટોબર ૨૫, ૧૯૯૯નો અંક) ખરું કે આપણે આર્કિઑલજિસ્ટના આધારે બાઇબલ પર ભરોસો મૂકી શકતા નથી. પણ આપણે ખાતરી રાખી શકીએ કે બાઇબલમાં લગભગ ૪,૦૦૦ વર્ષનો જે ઇતિહાસ છે એ ફક્ત ઈશ્વર જ લખાવી શકે.

બાઇબલના માર્ગદર્શનથી દરેકને લાભ થશે. જેમ કે ચોખ્ખાઈ રાખવા વિષે બાઇબલમાં હજારો વર્ષ પહેલાં લખવામાં આવ્યું હતું. પણ વૈજ્ઞાનિકોએ તો ચોખ્ખાઈ વિષે પાછળથી શોધી કાઢ્યું. (લેવીય ૧૧:૩૨-૪૦; પુનર્નિયમ ૨૩:૧૨, ૧૩) બાઇબલમાં કુટુંબ સુખી રાખવા માટે પણ માર્ગદર્શન છે. જોવા મળ્યું છે કે જેઓ એ પ્રમાણે ચાલે છે તેઓ વધારે સુખી છે. (એફેસી ૫:૨૮–૬:૪) તેમ જ, બાઇબલના માર્ગદર્શન પ્રમાણે જીવે છે તેઓ વધારે મહેનતું અને સમજદાર બની શકે છે. (એફેસી ૪:૨૮; ૬:૫-૯) તેઓને મનની શાંતિ મળે છે. (નીતિવચનો ૧૪:૩૦; એફેસી ૪:૩૧, ૩૨; કોલોસી ૩:૮-૧૦) આ બતાવે છે કે આવું માર્ગદર્શન કોઈ માણસ નહિ પણ આપણા સર્જનહાર જ આપી શકે.

શું ફાયદો થશે? બાઇબલના માર્ગદર્શન પ્રમાણે જીવીશું તો બુદ્ધિમાન થઈશું. (ગીતશાસ્ત્ર ૧૯:૭) એટલું જ નહિ બાઇબલમાં પૂરો ભરોસો કેળવીશું તો ઈશ્વરમાં આપણી શ્રદ્ધા વધશે. (w09 5/1)

વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે પુસ્તકમાંથી “બાઇબલ ઈશ્વરની વાણી છે” પ્રકરણ જુઓ. *

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓએ આ પુસ્તક બહાર પાડ્યું છે.