સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

‘વ્યભિચાર કે લંપટપણા’ માટે વ્યક્તિને બહિષ્કૃત કરાય છે તેમ, શું ‘અપવિત્ર’ કામો માટે પણ કરી શકાય?

હા, જો વ્યક્તિ અપવિત્ર કામો કરે અને પસ્તાવો ન કરે, તો તેને મંડળમાંથી બહિષ્કૃત કરી શકાય. પ્રેરિત પાઊલે ઈશ્વરભક્તોને જણાવ્યું કે ‘દેહનાં કામ તે ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું. જેમ પહેલાં મેં તમને ચેતવ્યા હતા, તેમ તેઓ વિષે હમણાં પણ ચેતવું છું, કે જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યના વારસો પામશે નહિ.’ (ગલાતી ૫:૧૯-૨૧) આ કલમ બતાવે છે તેમ, વ્યક્તિ ‘અપવિત્ર’ કામ કરે તો તેને બહિષ્કૃત કરી શકાય.

“વ્યભિચાર” માટેનો મૂળ ગ્રીક શબ્દ “પોર્નિયા” છે. એનો અર્થ થાય, પતિ-પત્ની સિવાય, કોઈ બીજી વ્યક્તિ સાથે જાતીય સંબંધ રાખવો, વેશ્યાગીરી કરવી, લગ્‍ન પહેલાં છોકરો-છોકરી એકબીજાનાં જાતીય અંગોને હાથથી કે મોંથી પંપાળે (ઑરલ સેક્સ) કે પછી ગુદા (એનલ સેક્સ) દ્વારા પોતાની જાતીય વાસના સંતોષે. અથવા સજાતીય સંબંધ બાંધવો. જો કોઈ આ રીતે વ્યભિચાર કરે ને પસ્તાવો ન કરે, તો તે મંડળમાં રહેવા લાયક નથી.

‘લંપટપણા’ માટેનો મૂળ ગ્રીક શબ્દ “અસેલગિયા” છે. એનો અર્થ થાય કે જાતીય વાસના, કામાતુર કે અશ્લીલ વલણ. એક ડિક્શનરી (ધ ન્યૂ થેયર્સ ગ્રીક-ઈંગ્લીશ લેક્સિકન) એ ગ્રીક શબ્દનો આવો અર્થ આપે છે: ‘તીવ્ર કામવાસના, બેશરમ, કે નફ્‌ફટપણું.’ બીજી એક ડિક્શનરી પ્રમાણે એ એવા વર્તનને બતાવે છે, જેમાં ‘વ્યક્તિએ સમાજમાં લાજ-શરમને બાજુ પર મૂકી દીધા હોય.’

‘લંપટ’ વ્યક્તિ પોતાના વર્તનથી એક તો ઈશ્વરના નિયમો તોડે છે. બીજું કે એવી વ્યક્તિ એકદમ બેશરમ છે.

આ બતાવે છે કે લંપટપણું કંઈ નાનીસૂની ભૂલ નથી. લંપટ વ્યક્તિ પરમેશ્વરના નિયમો તોડીને તેમનું ઘોર અપમાન કરે છે. તેનું વર્તન બેશરમ છે. પ્રેરિત પાઊલ લંપટપણાને ‘વિષયભોગ’ કે વ્યભિચાર સાથે સરખાવે છે. (રૂમી ૧૩:૧૩, ૧૪) ગલાતી ૫:૧૯-૨૧ એવી અનેક બાબતો વિષે જણાવે છે, જેના લીધે વ્યક્તિ ઈશ્વરના રાજ્યનો વારસો ગુમાવી શકે. એમાં લંપટપણું પણ આવી જાય છે. એટલે કોઈ વ્યક્તિ લંપટ હોય તો વડીલો તેને સખત ઠપકો આપી શકે. મંડળમાંથી બહિષ્કૃત પણ કરી શકે.

“અપવિત્રતા” માટેનો મૂળ ગ્રીક શબ્દ “અકાથારસીયા” છે. એનો અર્થ થાય, કોઈ પણ અશુદ્ધ કામો. એમાં ઘણી બાબતો આવી જાય છે. જેમ કે, સેક્સની બાબત હોઈ શકે, વાણી-વર્તનમાં ગંદી ભાષા હોઈ શકે, ભક્તિમાં ભેળસેળ હોઈ શકે. આમ, અપવિત્રતામાં ઘણાં ગંભીર પાપ આવી જાય છે.

બીજો કોરીંથી ૧૨:૨૧માં પાઊલે જણાવ્યું કે મંડળમાં ‘તેઓએ અશુદ્ધતા, વ્યભિચાર તથા કામાતુરપણું (લંપટપણું) કર્યા છતાં તે વિષે પસ્તાવો કર્યો નથી.’ આ કલમમાં પાઊલ અશુદ્ધતાને પણ વ્યભિચાર અને લંપટપણા જેટલું જ ગંભીર ગણે છે. એટલે વ્યક્તિ કોઈ અશુદ્ધ કામ કરે તો વડીલો તેના પર જ્યુડિશિયલ કમિટી રાખી શકે. પરંતુ અશુદ્ધ કામોમાં અમુક એવી નાની બાબતો પણ છે, જે માટે જ્યુડિશિયલ કમિટી બેસાડવાની જરૂર નથી. જેમ ઘરના એક ખૂણામાં થોડી ગંદકી હોય કે પછી આખું ઘર ગંદું હોય તેમ, ‘અપવિત્ર’ કામોમાં નાની કે મોટી બાબત હોઈ શકે.

એફેસી ૪:૧૯માં પાઊલે કહ્યું હતું કે મંડળમાં અમુકે “નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવાને આતુરતાથી [લાલસાથી] પોતાને લંપટપણાને સોંપ્યા.” આ કલમમાં ‘દુરાચાર,’ અપવિત્ર કામોને બતાવે છે. અહીંયા પાઊલ એવા લોકો વિષે જણાવે છે જેઓ ‘અપવિત્ર’ કામની લાલસા પૂરી કરે છે. એવા અપવિત્ર વર્તનને તે લંપટપણા સાથે સરખાવે છે. જો કોઈ બાપ્તિસ્મા પામેલી વ્યક્તિ પોતાની લાલસા પૂરી કરવા આવા અપવિત્ર કામો કરે ને પસ્તાવો ન કરે તો શું? એ ઘોર પાપને લીધે વડીલો વ્યક્તિને મંડળમાંથી બહિષ્કૃત કરી શકે.

ચાલો એક દાખલો લઈએ. એક છોકરો ને છોકરીએ સગાઈ કરી છે. તેઓ સેક્સની લાગણી ભડકાવે એ રીતે ઘણી વાર એકબીજાને અડકે છે કે એવી શારીરિક છૂટછાટ લે છે. ખરું કે વડીલો પારખી શકે છે કે તેઓ બેશરમ નથી, લંપટપણા જેવું પાપ કર્યું નથી. પણ જો તેઓએ પોતાની લાલસા પૂરી કરવા વારંવાર આવું ‘અપવિત્ર’ કામ કર્યું હોય તો, વડીલો જ્યુડિશિયલ કમિટી બેસાડી શકે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને વારંવાર ફોન કરીને જાતીય વૃત્તિ સંતોષતી હોય તો, એ પણ અપવિત્ર કામ છે. એમાંય વ્યક્તિને એ વિષે પહેલાં ઠપકો મળ્યો હોય તો બાબત વધારે ગંભીર બને છે. આવા કિસ્સાઓમાં જ્યુડિશિયલ કમિટી બેસાડી શકાય.

કમિટી બેસાડતા પહેલાં, વડીલોએ ધ્યાન રાખવું જોઈએ કે એની ખરેખર જરૂર છે કે નહિ. તેઓએ ધ્યાનથી એ જોવું જોઈએ કે શું થયું હતું અને વાત કઈ હદ સુધી પહોંચી હતી. જો વડીલોએ આપેલી બાઇબલની સલાહ કોઈએ સ્વીકારી ન હોય તો, વડીલોને લાગી શકે કે તે બેશરમ છે. એ માટે વ્યક્તિ પર લંપટપણાનો આરોપ મૂકી શકાય નહિ. તેમ જ વડીલોએ એ રીતે ન વિચારવું જોઈએ કે વ્યક્તિએ આટલી વાર પાપ કર્યું છે એટલે જ્યુડિશિયલ કમિટી રાખવાની જરૂર છે. વડીલોએ પ્રાર્થનાપૂર્વક, ધ્યાનથી દરેક કિસ્સાને તપાસવો જોઈએ. એ શોધી કાઢવું જોઈએ કે શું થયું હતું, કેટલી વાર અને કેટલી હદે થયું હતું. કેવા પ્રકારનું પાપ હતું. એમાં ખોટું કરનારનો ઇરાદો શું હતો.

ઘોર અપવિત્ર કામોમાં સેક્સની બાબત સિવાય બીજાં કામો પણ આવે છે. દાખલા તરીકે, બાપ્તિસ્મા પામેલા કોઈ છોકરાએ અમુક સિગારેટ પીધી છે. પણ પછી તે પોતાના માબાપને એના વિષે જણાવે છે અને નિર્ણય લે છે કે ફરીથી સિગારેટ નહિ પીવે. આ કિસ્સામાં છોકરાએ અપવિત્ર કામ કર્યું છે. પણ એ હદે નહીં કે એને ઘોર અપવિત્ર કામ કહેવાય. છોકરાએ લાલસા પૂરી કરવા અપવિત્ર કામ કર્યું છે એવું પણ કહેવાય નહીં. એટલે છોકરાના માતા-પિતા સાથે એક કે બે વડીલો છોકરાને બાઇબલમાંથી સલાહ આપે એ પૂરતું છે. પરંતુ જો છોકરાને સિગારેટ પીવાની આદત પડી ગઈ હોય, તો તે જાણીજોઈને પોતાના શરીરને અશુદ્ધ કરે છે. આ ઘોર અપવિત્રતા હોવાથી જ્યુડિશિયલ કમિટી બેસાડવી જોઈએ. (૨ કોરીંથી ૭:૧) જો છોકરો પસ્તાવો ન બતાવે તો તેને બહિષ્કૃત કરવામાં આવશે.

અમુક ભાઈ-બહેનોએ પોર્નોગ્રાફી જોઈ હોય તો શું? એ ઈશ્વરની નજરમાં ખોટું છે. મંડળમાં કોઈએ આમ કર્યું છે એ જાણીને વડીલોને આઘાત લાગી શકે. પણ પોર્નોગ્રાફી જોવાના બધા જ કિસ્સામાં જ્યુડિશિયલ કમિટી બેસાડવી જરૂરી નથી. દાખલા તરીકે, કોઈ ભાઈએ અમુક વાર પોર્નોગ્રાફી જોઈ છે. એના લીધે તે બહુ શરમિંદા છે. તેમણે વડીલોને પણ એ વિષે જણાવ્યું છે અને ફરીથી પોર્નોગ્રાફી નહીં જોવાનો નિર્ણય કર્યો છે. આવા કિસ્સામાં, વડીલો નક્કી કરી શકે કે ભાઈએ લાલસાને લીધે પોર્નોગ્રાફી જોઈ નથી. એટલે એ ઘોર અપવિત્ર કામ નથી. વડીલો એ પણ નક્કી કરી શકે કે એ વ્યક્તિ બેશરમ કે નફ્‌ફટ બની નથી અને લંપટપણાનું કામ કર્યું નથી. આ કિસ્સામાં વડીલોએ જ્યુડિશિયલ કમિટી બેસાડવાની જરૂર નથી. તેમ છતાં, વ્યક્તિએ અપવિત્ર કામ કર્યું હોવાથી વડીલોએ તેને બાઇબલમાંથી સલાહ આપવી જોઈએ. વારંવાર તેને મળીને મદદ આપી શકાય.

માની લો કે કોઈ વ્યક્તિ એકાંતમાં વર્ષોથી અશ્લીલ પોર્નોગ્રાફી જુએ છે. જેમ કે, સ્ત્રી પર સામૂહિક બળાત્કાર (ગૅંગ રેપ), કોઈને બાંધીને મારપીટ કરીને તેના પર બળાત્કાર કરવો, અથવા બાળકો પર બળાત્કાર (ચાઇલ્ડ પોર્નોગ્રાફી). પોતે જે જુએ છે એની બીજાને ખબર ન પડે એ માટે તે વ્યક્તિ લાખ કોશિશ કરે છે. પણ બીજાઓને એની ખબર પડે છે ત્યારે તે વ્યક્તિને ઘણી શરમ લાગે છે. આ કિસ્સામાં એ વ્યક્તિ બેશરમ વર્તન નથી બતાવતી, તેમ છતાં વડીલો નક્કી કરી શકે કે આ વ્યક્તિએ ‘નઠોર થઈને દુરાચાર’ કે અપવિત્ર કામની લાલસા રાખી છે. એટલે કે તેણે ઘોર અપવિત્ર કામ કર્યું છે. આમ હોય તો વડીલોએ જ્યુડિશિયલ કમિટી બેસાડવી જોઈએ. જો વ્યક્તિ પૂરા દિલથી પસ્તાવો ના કરે, પોતે ફરીથી પોર્નોગ્રાફી નહિ જુએ એવો નિર્ણય લેવા તૈયાર ન થાય તો શું? એ કિસ્સામાં તેને બહિષ્કૃત કરવી જોઈએ. તેણે પોર્નોગ્રાફી જોવા બીજા અમુક લોકોને પણ બોલાવ્યા હોય તો, એ વ્યક્તિ બેશરમ છે. એ બેશરમ વર્તન, લંપટપણા જેવું જ છે.

બાઇબલ જણાવે છે તેમ, લંપટપણું એ ઘોર પાપ છે, ખાસ કરીને સેક્સને લગતી બાબત હોય ત્યારે. વ્યક્તિ લંપટ બની છે કે નહિ એ વડીલોએ જાણવું હોય તો, તેઓએ આવા સવાલો પર વિચાર કરવો જોઈએ: તેણે જાતીય વાસનાની લાલસા રાખી છે? તે કામાતુર બની છે? અશ્લીલ વલણ કે સમાજમાં સ્વીકાર્ય ન હોય એવું બેશરમ વર્તન બતાવ્યું છે? વ્યક્તિએ બેશરમ વલણ બતાવ્યું ન હોય, પણ અપવિત્ર કામની લાલસા પૂરી કરવા વારંવાર ઈશ્વરનો નિયમ તોડ્યો હોય તો વડીલોએ શું કરવું જોઈએ? દરેક કિસ્સામાં વડીલોએ તપાસવું જોઈએ કે કેટલી હદ સુધી વ્યક્તિએ અપવિત્ર કામ કર્યું છે.

વ્યક્તિએ ‘લંપટપણું’ કે ઘોર ‘અપવિત્ર કામ’ કર્યું છે કે નહિ, એ પારખવું મોટી જવાબદારી છે. એમાં વ્યક્તિના જીવનનો સવાલ છે. એટલે વડીલોએ એની તપાસ કરતા પહેલાં પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થનામાં યહોવાહની શક્તિ માંગવી જોઈએ. પૂરી સમજ મેળવવા મદદ માગવી જોઈએ. આમ કરવાથી વડીલો હંમેશાં બાઇબલ અને ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરના’ માર્ગદર્શન પ્રમાણે નિર્ણય લઈ શકશે. આ રીતે તેઓ મંડળને શુદ્ધ રાખશે. (માત્થી ૧૮:૧૮; ૨૪:૪૫) આ દુષ્ટ દિવસોમાં વડીલોએ હંમેશાં આ સલાહ ધ્યાનમાં રાખવી જોઈએ: “જે ન્યાય કરો તે વિચારીને કરજો; કેમકે તમે માણસ તરફથી નહિ, પણ યહોવાહ તરફથી ન્યાય કરો છો.”—૨ કાળવૃત્તાંત ૧૯:૬. (w06 7/15)