સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આપણે બાઇબલ સમજી શકીએ?

શું આપણે બાઇબલ સમજી શકીએ?

શું આપણે બાઇબલ સમજી શકીએ?

“દર રવિવારે અમે કુટુંબ તરીકે બાઇબલ વાંચતા. હું માનતો હતો કે એ ઈશ્વર તરફથી છે. પણ એ સમજવું મને અઘરું લાગતું. એટલે મને મજા ન આવતી.”—સ્ટીવન, બ્રિટન.

“હું સત્તર વર્ષની હતી ત્યારે, મેં બાઇબલ વાંચવાની કોશિશ કરી. પણ મને એમાંથી કંઈ સમજ ન પડી. એટલે મેં વાંચવાનું માંડી વાળ્યું.”—વાલ્વેનેરા, સ્પેન.

“હું કેથલિક હતી, એટલે મને લાગ્યું કે મારે એક વાર તો બાઇબલ વાંચવું જ જોઈએ. આખું બાઇબલ વાંચતા મને ત્રણ વર્ષ લાગ્યાં. પણ મોટે ભાગે મને એમાંથી કંઈ ન સમજાયું.”—જોઆન, ઑસ્ટ્રેલિયા.

દુનિયામાં બાઇબલ વર્ષોથી જાણીતું અને માનીતું પુસ્તક છે. હજુ પણ એ સૌથી વધારે વેચાય છે. એ વધારે ને વધારે ભાષાઓમાં મળે છે. એ ઑડિયો કેસેટ કે ડીવીડીમાં પણ મળે છે. તેમ છતાં, મોટા ભાગના લોકોને એ સમજવું અઘરું લાગે છે. શું તમને પણ બાઇબલ સમજવું અઘરું લાગે છે?

ઈશ્વર શું ચાહે છે?

“પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે.” (બીજો તિમોથી ૩:૧૬, IBSI) એ બતાવે છે કે બાઇબલ યહોવાહ ઈશ્વરે લખાવ્યું છે. તો પછી શું તે ચાહે છે કે આપણે એની સમજણ મેળવીએ? કે પછી જાણીજોઈને તેમણે બાઇબલમાં અઘરા વિચારો મૂક્યા છે? અથવા શું તે એવું ચાહે છે કે ફક્ત પાદરીઓ અને બાઇબલ પર સ્ટડી કરનારા જ બાઇબલ સમજે, બીજું કોઈ નહિ?

ચાલો જોઈએ કે બાઇબલ શું કહે છે:

“આ જે આજ્ઞા હું [ઈશ્વર] આજે તને ફરમાવું છું, તે તારી શક્તિ ઉપરાંતની નથી, ને તારાથી ઘણી વેગળી પણ નથી.”—પુનર્નિયમ ૩૦:૧૧.

“તારાં વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે; તે ભોળાને સમજણ આપે છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૦.

“તે જ વેળાએ પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યો, કે ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તારી સ્તુતિ કરૂં છું, કે જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તેં એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે; હા, બાપ, કેમકે એ તને સારૂં લાગ્યું.”—લુક ૧૦:૨૧.

આ કલમો બતાવે છે કે આપણે બધા બાઇબલની સમજણ મેળવીએ, એવું ઈશ્વર ચાહે છે. તેમ છતાં, જો આપણને કંઈ અઘરું લાગે, તો એ સમજવા શું કરી શકીએ? એ માટે ચાલો હવે પછીના લેખોમાં ત્રણ સૂચનો જોઈએ. (w09 7/1)