સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નાનકડી છોકરીનું મોટું દિલ

નાનકડી છોકરીનું મોટું દિલ

નાનકડી છોકરીનું મોટું દિલ

બ્રાઝિલમાં રહેતી નવ વર્ષની છોકરીએ હાલમાં એક સારું કામ કર્યું. તેણે ૪૩ ડૉલર ભેગા કર્યા હતા. એમાંથી અઢાર ડૉલર તેણે મંડળના ખર્ચ માટેની દાનપેટીમાં નાખ્યા. પચ્ચીસ ડૉલર યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચ ઑફિસમાં મોકલ્યા. એ સાથે તેણે એક પત્રમાં લખ્યું: ‘હું આ પૈસા દુનિયા ફરતે ચાલી રહેલા ધાર્મિક કામ માટે આપું છું. ઈશ્વરનો સંદેશો ફેલાવી રહેલા આપણા ભાઈ-બહેનોને હું મદદ કરવા ચાહું છું. મને યહોવાહ માટે ખૂબ પ્રેમ હોવાથી આ પૈસા આપું છું.’

આ નાનકડી છોકરીના માતા-પિતાએ તેને શીખવ્યું કે ઈશ્વરનો સંદેશો જાહેર કરવાનું કામ તેના માટે મહત્ત્વનું હોવું જોઈએ. તેઓએ તેને ‘ધનથી યહોવાહનું સન્માન કરવાનું’ પણ શીખવ્યું. (નીતિ. ૩:૯) આ નાની છોકરીની જેમ ચાલો આપણે પણ આખી દુનિયામાં ઈશ્વરનો સંદેશો ફેલાવવા ઉત્સાહથી બનતું બધું જ કરીએ. (w09 11/15)