૧: આત્મા જેવું કંઈક છે
૧: આત્મા જેવું કંઈક છે
આ માન્યતા ક્યાંથી આવી? ‘બીજી-ત્રીજી સદીના ખ્રિસ્તી ફિલોસોફરોએ ગ્રીક લોકોની માન્યતા સ્વીકારી. ગ્રીક લોકો માનતા હતા કે આત્મા જેવું કંઈ છે જે કદી મરતું નથી. તેઓ એ પણ માનતા હતા કે જ્યારે માતા ગર્ભ ધારણ કરે છે, ત્યારે એ બાળકમાં ઈશ્વર અમર આત્મા મૂકે છે.’—ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા (૧૯૮૮), ગ્રંથ ૧૧, પાન ૨૫.
બાઇબલ શું કહે છે? “જે જીવ પાપ કરશે તે માર્યો જશે.”—હઝકીએલ ૧૮:૪.
ઘણા લોકો માને છે કે આપણામાં આત્મા છે. માણસ મરી જાય ત્યારે એ શરીરમાંથી નીકળીને જીવતો રહે છે. ખરું કે, અમુક ગુજરાતી બાઇબલમાં આત્મા શબ્દ જોવા મળે છે. દાખલા તરીકે, યાકૂબ ૨:૨૬ કહે છે, ‘શરીર આત્મા [ગ્રીક નેફમા] વગર નિર્જીવ છે.’ જોકે અહીંયા ગ્રીક શબ્દ નેફમાનું ખરું ભાષાંતર થયું નથી. નેફમાનો અર્થ થાય શ્વાસ, જે વ્યક્તિને જીવંત રાખે છે. તેથી એ કલમનું ખરું ભાષાંતર આમ હોવું જોઈએ: ‘શ્વાસ વગર શરીર એક લાશ જ છે.’ અરે, ગ્રીકમાં જ નહિ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં પણ આત્મા માટે મૂળ શબ્દ વપરાયો હતો એનો અર્થ થાય, શ્વાસ જે દરેક પ્રાણીને જીવંત રાખે છે.
અમર આત્માની માન્યતાને લીધે બીજા અમુક સવાલો ઊભા થાય છે. જેમ કે, વ્યક્તિ મરી જાય પછી તેનો આત્મા ક્યાં જાય છે? ખરાબ વ્યક્તિના આત્માનું શું થાય છે? ખ્રિસ્તીઓએ અમર આત્માની માન્યતા સ્વીકારી ત્યારે એને લગતી નરકની માન્યતા પણ સ્વીકારી. (w09 11/01)
બાઇબલની આ કલમો સરખાવી જુઓ: સભાશિક્ષક ૩:૧૯; પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૩
હકીકત:
મૃત્યુ પછી વ્યક્તિનું ક્યાંય અસ્તિત્વ રહેતું નથી