સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરે નક્કી કરેલો સમય પાસે છે

ઈશ્વરે નક્કી કરેલો સમય પાસે છે

ઈશ્વરે નક્કી કરેલો સમય પાસે છે

ઈશ્વરભક્ત હબાક્કૂકની જેમ ઈસુના શિષ્યો પણ દુઃખ-તકલીફ વગરની દુનિયા જોવા ચાહતા હતા. તેઓ જાણતા હતા કે યહોવાહ પરમેશ્વરનું રાજ્ય સર્વ દુઃખોનો અંત લાવશે. એટલે તેઓએ ઈસુને પૂછ્યું: “એ બધું ક્યારે થશે? અને તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહે.” (માત્થી ૨૪:૩) જવાબમાં ઈસુએ કહ્યું કે ફક્ત યહોવાહ જ જાણે છે કે એમ ક્યારે થશે. (માત્થી ૨૪:૩૬; માર્ક ૧૩:૩૨) તેમ છતાં ઈસુ અને બીજા ઈશ્વરભક્તોએ અગાઉથી જણાવ્યું હતું કે અમુક બનાવો પરથી પારખી શકાશે કે એ સમય હવે બહુ નજીક છે.— બાજુનું બૉક્સ જુઓ.

એ બનાવો પરથી શું તમને લાગે છે કે આજે બધે જ એવું થઈ રહ્યું છે? ઈસુએ એ પણ કહ્યું હતું કે આખી દુનિયામાં ઈશ્વરના રાજ્ય વિષે લોકોને જણાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”—માત્થી ૨૪:૧૪.

ઈસુના કહ્યા પ્રમાણે આજે જોરશોરથી લોકોને ખુશખબર ફેલાવવામાં આવી રહી છે. લગભગ ૨૩૬ દેશોમાં ૭૦ લાખથી વધારે યહોવાહના સાક્ષીઓ, પરમેશ્વરનું રાજ્ય શું કરશે એ વિષે લોકોને જણાવી રહ્યા છે. તેઓ લોકોને શીખવી રહ્યા છે કે ઈશ્વરના રાજ્યના આશીર્વાદ કેવી રીતે મેળવી શકાય. તમે પણ યહોવાહ વિષે શીખતા રહો. એમ કરશો તો તમે એવી દુનિયામાં રહી શકશો જ્યાં દુઃખ-તકલીફ હશે જ નહિ. (w09-E 12/01)

[પાન ૮ પર બોક્સ]

 છેલ્લા દિવસો વિષે જણાવતી કલમો

માત્થી ૨૪:૬, ૭; પ્રકટીકરણ ૬:૪

• મોટાં મોટાં યુદ્ધો

માત્થી ૨૪:૭; માર્ક ૧૩:૮

• મોટા મોટા ધરતીકંપો

• દુકાળ

લુક ૨૧:૧૧; પ્રકટીકરણ ૬:૮

• બીમારી અને રોગચાળો

માત્થી ૨૪:૧૨

• અન્યાય વધશે

• એકબીજા માટે પ્રેમ ઠંડો થઈ જશે.

પ્રકટીકરણ ૧૧:૧૮

• પૃથ્વીને બગાડશે

૨ તીમોથી ૩:૨

• પૈસા પાછળ પાગલ

• માબાપનું કહ્યું ન માનનારા

• અતિશય સ્વાર્થી

૨ તીમોથી ૩:૩

• કુટુંબમાં દયાભાવ નહિ હોય

• ઝઘડો કરનારા

• તન-મન પર કાબૂ નહિ

• ભલાઈ જેવું કાંઈ નહિ હોય

૨ તીમોથી ૩:૪

• પરમેશ્વરને બદલે મોજશોખમાં મશગૂલ

૨ તીમોથી ૩:૫

• ખ્રિસ્તના પગલે ચાલવાનો ઢોંગ

માત્થી ૨૪:૫, ૧૧; માર્ક ૧૩:૬

• જૂઠા પ્રબોધકો ઊઠશે

માત્થી ૨૪:૯; લુક ૨૧:૧૨

• ખ્રિસ્તના પગલે ચાલનારની સતાવણી

માત્થી ૨૪:૩૯

• બાઇબલની ચેતવણી પ્રત્યે લોકો બેદરકાર થશે

[પાન ૮ પર ચિત્ર]

આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ લોકોને ઈશ્વરના રાજ્ય વિષે જણાવે છે