સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુએ તમારા માટે જીવ આપ્યો

ઈસુએ તમારા માટે જીવ આપ્યો

ઈસુએ તમારા માટે જીવ આપ્યો

ઈસુએ શિષ્યોને કહ્યું કે પોતે આ ધરતી પર “સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે.” (માત્થી ૨૦:૨૮) ઈસુએ પોતાનો જીવ આપી દીધો જેથી સર્વ લોકને જીવન મળે.

ઈસુએ પોતાનો જીવ આપીને કઈ રીતે ખંડણી પૂરી પાડી? એ કેમ જરૂરી હતું? ઈસુએ કોના માટે પોતાનો જીવ આપ્યો? ઈસુએ જીવ આપ્યો એની તમારા જીવન પર શું કોઈ અસર પડે છે?

યહોવાહના સાક્ષીઓ દર વર્ષે ઈસુના મરણ દિવસને યાદ કરે છે. તેઓ તમને આ પ્રસંગમાં આવવા દિલથી આવકાર આપે છે. ત્યાં તમને ઉપર જણાવેલા સવાલોના જવાબ બાઇબલમાંથી આપવામાં આવશે. આ વર્ષે સ્મરણ પ્રસંગ માર્ચ ૩૦, મંગળવારના રોજ સૂર્યાસ્ત પછી આવે છે.

આ પ્રસંગ ક્યાં છે અને ક્યારે છે એ વિષે તમે, યહોવાહના સાક્ષીઓ પાસેથી વધારે જાણી શકો છો. (w10-E 03/01)