સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુએ પોતાના વિષે શું શીખવ્યું?

ઈસુએ પોતાના વિષે શું શીખવ્યું?

ઈસુએ પોતાના વિષે શું શીખવ્યું?

“ઈસુને કોઈ શંકા ન હતી કે પોતે કોણ હતા, પૃથ્વી પર આવ્યા પહેલાં ક્યાં હતા, શા માટે આવ્યા અને ભાવિમાં પોતાનું શું થવાનું હતું.”—લેખક હર્બટ લોકીયર.

ઈસુનું શિક્ષણ સ્વીકારીને એમાં વિશ્વાસ મૂકીએ, એ પહેલાં આપણે તેમના વિષે જાણવાની જરૂર છે. ઈસુ કોણ હતા? તે ક્યાંથી આવ્યા? તેમના જીવનનો ધ્યેય શું હતો? એ સવાલોના જવાબ આપણે જાણે કે ખુદ ઈસુ પાસેથી સાંભળી શકીએ. કઈ રીતે? ચાલો બાઇબલમાં સુવાર્તા એટલે માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકોમાં નજર કરીએ.

પૃથ્વી પર જન્મ્યા પહેલાં તે સ્વર્ગમાં હતા: ઈસુએ કહ્યું કે “ઈબ્રાહીમનો જન્મ થયા પહેલાંનો હું છું.” (યોહાન ૮:૫૮) ઈસુનો જન્મ થયો એના લગભગ ૨,૦૦૦ વર્ષો પહેલાં ઈબ્રાહીમ થઈ ગયા. તોપણ ઈસુએ કહ્યું કે ઈશ્વરભક્ત ઈબ્રાહીમના પહેલાં પોતે જીવતા હતા. તો પછી તે ક્યાં હતા? ઈસુએ સમજાવ્યું કે ‘તે સ્વર્ગમાંથી ઊતર્યા હતા.’—યોહાન ૬:૩૮.

ઈશ્વરના દીકરા: યહોવાહ ઈશ્વરે ઘણા સ્વર્ગદૂતોને ઉત્પન્‍ન કર્યા અને દીકરા જેવા ગણ્યા. પણ ઈસુ જેવું કોઈ જ ન હતું. ઈસુએ પોતાની ઓળખ ‘એકનાએક દીકરા’ તરીકે આપી. (યોહાન ૩:૧૮) એનો અર્થ શું થાય? એ જ કે ઈશ્વરે પોતે ઈસુને ઉત્પન્‍ન કર્યા. બાકી બધા સ્વર્ગદૂતો અને સૃષ્ટિનું સર્જન ઈશ્વરે પોતાના એકનાએક દીકરા ઈસુ દ્વારા કર્યું.—કોલોસી ૧:૧૬.

‘માણસનો દીકરો’: ઈસુએ પોતાની ઓળખ ‘માણસના દીકરા’ તરીકે સૌથી વધારે વાર આપી છે. (માત્થી ૮:૨૦) તે જણાવવા માગતા હતા કે પોતે સ્વર્ગદૂતમાંથી માણસનું રૂપ લીધું ન હતું અથવા તો કોઈ અવતાર લીધો ન હતો. તે ખરેખર માણસ હતા. ઈસુને સ્વર્ગમાંથી પૃથ્વી પર જીવન આપવા, યહોવાહે ચમત્કાર કર્યો. તેમણે ઈસુનું જીવન મરિયમ નામની એક યહુદી કુંવારી સ્ત્રીની કૂખમાં મૂક્યું. આ ચમત્કારને લીધે ઈસુમાં જન્મથી જ પાપનો છાંટોય ન હતો.—માત્થી ૧:૧૮; લુક ૧:૩૫; યોહાન ૮:૪૬.

ઈશ્વરના વચન પ્રમાણેના મસીહ: સમરૂની સ્ત્રીએ ઈસુને કહ્યું કે “મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે તે) આવે છે, એ હું જાણું છું.” ઈસુએ તેને કહ્યું કે ‘તારી સાથે બોલનાર હું જ તે છું.’ (યોહાન ૪:૨૫, ૨૬) “ખ્રિસ્ત” અને “મસીહ” શબ્દનો અર્થ થાય ‘પસંદ કરેલી વ્યક્તિ.’ યહોવાહે પોતાનાં વચનોને પૂરાં કરવા ઈસુને પસંદ કર્યા હતા.

ઈસુના જીવનનો ધ્યેય: ઈસુએ કહ્યું કે ‘મારે ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ સારું મને મોકલવામાં આવ્યો છે.’ (લુક ૪:૪૩) ખરું કે ઈસુએ લોકોના ભલા માટે ઘણું કર્યું, પણ તેમના જીવનનો મુખ્ય ધ્યેય તો ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાનો હતો. તેમણે એ રાજ્ય વિષે જે શીખવ્યું, એના વિષે આપણે પછીથી જોઈશું.

ઈસુ કોઈ સામાન્ય માણસ ન હતા. * આપણે જોઈશું તેમ, પૃથ્વી પર તેમણે જે શીખવ્યું એમાં સ્વર્ગમાંના તેમના જીવનની અસર જોવા મળે છે. એટલે એમાં કંઈ શંકા નથી કે દુનિયામાં લાખો લોકો પર તેમના સંદેશાની અસર પડી છે. (w10-E 04/01)

[ફુટનોટ્‌સ]

^ ઈસુ વિષે અને તેમણે કઈ રીતે યહોવાહની ઇચ્છા પૂરી કરી એ વિષે, વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૪ જુઓ. એ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.