ઈસુ ખ્રિસ્તના સંદેશાની અસર
ઈસુ ખ્રિસ્તના સંદેશાની અસર
“કાપરનાહુમના એ મહાન ગુરુનું શિક્ષણ એટલું જોરદાર હતું કે આજેય લોકોના દિલોદિમાગ પર એ છવાયેલું છે!” *—લેખક ગ્રેગ ઈસ્ટરબ્રૂક.
શબ્દોમાં એટલી તાકાત હોય છે કે એ દિલને ઢંઢોળી શકે. આશા જગાડી શકે. અરે, જીવન બદલી શકે. ઈસુના ઉપદેશની લોકોના જીવન પર સૌથી વધારે અસર પડી છે. તેમણે આપેલો જાણીતો ઉપદેશ સાંભળનાર એક વ્યક્તિએ લખ્યું, ‘ઈસુ એ વાતો કહી રહ્યા ત્યારે એમ થયું, કે લોકો તેમના ઉપદેશથી ખૂબ નવાઈ પામ્યા.’—માત્થી ૭:૨૮.
ઈસુના ઉપદેશની ઘણી વાતો લોકો આજે પણ જાણે છે. તેમણે કહેલાં અમુક સુવાક્યોનો વિચાર કરો, જે થોડામાં ઘણું કહી જાય છે.
‘પરમેશ્વર અને પૈસાની સેવા એકસાથે કરી નહિ શકો.’—માથ્થી ૬:૨૪, સંપૂર્ણ.
“માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.”—માત્થી ૭:૧૨.
જે સરકારના એટલે ‘કાઈસારના તે કાઈસારને અને જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો.’—માત્થી ૨૨:૨૧.
“લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
જોકે, ઈસુએ ફક્ત આવો ઉપદેશ જ ન આપ્યો. તેમણે ફેલાવેલા સંદેશાની લોકો પર ઘણી અસર પડી, કેમ કે એમાં ઈશ્વર વિષેનું સત્ય હતું. સુખી થવાનો ઇલાજ હતો. વળી, એ સંદેશો ઈશ્વરના રાજ્ય વિષે હતો, જેમાં મનુષ્યનું હરેક દુઃખ-દર્દ દૂર થશે. ચાલો હવે આપણે ઈસુનો સંદેશો વિગતવાર જોઈએ. એમાંથી શીખીએ કે શા માટે તેમનું શિક્ષણ આજે પણ લાખોનાં દિલોદિમાગ પર છવાયેલું છે! (w10-E 04/01)
[ફુટનોટ્સ]
^ ઈસુનું ઘર ગાલીલ જિલ્લાના કાપરનાહુમમાં હતું એવું મનાય છે.—માર્ક ૨:૧માં.