સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પોતાને બીજાઓ સાથે ન સરખાવો

પોતાને બીજાઓ સાથે ન સરખાવો

બીજી ચાવી

પોતાને બીજાઓ સાથે ન સરખાવો

બાઇબલ શું શીખવે છે? “દરેકે પોતાની વર્તણૂકનો જાતે જ ન્યાય કરવો; કારણ, એમ કરવાથી તે પોતાની યોગ્યતાને આધારે ગર્વ કરી શકશે અને બીજાની સાથે સરખામણી કરવાની જરૂર રહેશે નહિ.”—ગલાતી ૬:૪, કોમન લેંગ્વેજ.

કેવી મુશ્કેલી આવે છે? આપણે કોઈ વાર પોતાને બીજાઓ સાથે સરખાવવા લાગીએ. જેમ કે, જેઓ આપણાથી વધારે શક્તિશાળી, પૈસાદાર અને હોશિયાર હોય તેઓ સાથે પોતાને વધારે સરખાવીએ છીએ. અથવા કોઈ વાર આપણાથી ઓછું હોય એવા લોકો સાથે પોતાને સરખાવીએ છીએ. ભલેને કોઈ પણ કારણને લીધે એમ કરતા હોઈએ, પણ એની આપણા પર સારી અસર નહિ પડે. આપણે ભૂલથી એવું માની બેસીએ છીએ કે વ્યક્તિની કિંમત તેની મિલકત અથવા આવડત જોઈને થાય છે. કદાચ બીજાનું સુખ જોઈને આપણને ઈર્ષા થાય અને તેનાથી ચડિયાતા બનવા કોશિશ કરીએ.—સભાશિક્ષક ૪:૪.

તમે શું કરી શકો? ઈશ્વરની નજરે પોતાને જોતા શીખો. તેમની નજરથી પોતાની કદર કરતા શીખો. “માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ * હૃદય તરફ જુએ છે.” (૧ શમૂએલ ૧૬:૭) યહોવાહ તમારું દિલ, વિચારો, લાગણીઓ અને ધ્યેયો પારખીને તમારી ખરી કિંમત કરે છે, નહિ કે બીજાઓ સાથે સરખામણી કરીને. (હેબ્રી ૪:૧૨, ૧૩) યહોવાહ તમારી મર્યાદા જાણે છે. તે અરજ કરે છે કે તમે પણ પોતાની મર્યાદા સ્વીકારો. બીજાની સાથે પોતાને સરખાવતા રહેશો તો તમે કાં તો અભિમાની બની જશો અથવા તમને કદી સંતોષ નહિ થાય. એટલે નમ્રભાવે સ્વીકારો કે બધી જ બાબતમાં તમે બીજાઓ જેવા બની નહિ શકો.—નીતિવચનો ૧૧:૨.

ઈશ્વરની નજરમાં અનમોલ બનવા તમે શું કરશો? યહોવાહ ઈશ્વરે પોતાના ભક્ત મીખાહ દ્વારા આમ લખાવ્યું: ‘હે મનુષ્ય, સારું શું છે એ ઈશ્વરે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, અને તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવાહ તારી પાસે બીજું શું માગે છે?’ (મીખાહ ૬:૮) તમે એ સલાહ પ્રમાણે ચાલશો તો ઈશ્વર જરૂર તમારી સંભાળ રાખશે. (૧ પીતર ૫:૬, ૭) એવો સંતોષ બીજે ક્યાંય તમને નહિ મળે! (w10-E 11/01)

[ફુટનોટ્‌સ]

^ બાઇબલમાં મળી આવતું ઈશ્વરનું નામ.

[પાન ૫ પર ચિત્ર]

યહોવાહ આપણું દિલ જોઈને આપણી કિંમત કરે છે