સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ દુષ્ટતા પાછળ કોણ છે?

આ દુષ્ટતા પાછળ કોણ છે?

આ દુષ્ટતા પાછળ કોણ છે?

વર્ષ ૧૯૯૪માં રુવાન્ડામાં બહુ જ મોટા પાયે કત્લેઆમ થઈ હતી. એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘને (યુએન) પોતાનું લશ્કર ત્યાં મોકલવું પડ્યું. પણ ચાલી રહેલી હિંસાને લશ્કર અટકાવી શક્યું નહિ. અતિશય જુલમ થતાં જોઈને એક કમાન્ડરને લાગ્યું કે જાણે શેતાનને નજરોનજર જોયો હોય. એ ક્રૂરતા વિષે બીજી એક વ્યક્તિએ કહ્યું: ‘જો હજી પણ કોઈ વ્યક્તિ માનતી હોય કે શેતાન નથી, તો તે રુવાન્ડામાં થયેલ નરસંહાર જોવા આવે.’ શું આવા અત્યાચાર પાછળ શેતાનનો હાથ છે?

ઘણા લોકો માનતા નથી કે હિંસા અને ક્રૂરતા પાછળ દુષ્ટ દૂત શેતાનનો હાથ છે. તો ઘણાને લાગે છે કે એ તો માણસોમાં રહેલી દુષ્ટતા અને સ્વાર્થને લીધે થાય છે. બીજા માને છે કે આ બૂરાઈ પાછળ અમીરો અને સત્તા ધરાવતા લોકોનો હાથ છે. આવા લોકોના સાથીદારો આખી દુનિયામાં પથરાયેલા છે. આખી દુનિયા પર રાજ કરવા તેઓ દાયકાથી પડદા પાછળ રહીને લોકોને પોતાના ઇશારે નચાવે છે. જ્યારે અમુક એવા પણ છે જેઓ દુષ્ટતા માટે સરકારો અને નેતાઓને દોષ આપે છે.

તમારું શું માનવું છે? આજે શાંતિ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે, છતાં શા માટે ચારેય બાજુ હિંસા, ક્રૂરતા, જુલમ અને દુઃખ-તકલીફો વધતા જાય છે? શા માટે માણસો દુનિયાની હાલત તરફ આંખ આડા કાન કરીને પોતાનો જ વિનાશ નોતરી રહ્યા છે? શું દુષ્ટતા પાછળ કોઈનો હાથ છે? આ દુનિયા પર ખરેખર કોણ રાજ કરી રહ્યું છે? આ સવાલોના જવાબ જાણશો, તો તમને બહુ જ નવાઈ લાગશે. (w11-E 09/01)