સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સત્ય તમારું જીવન બદલી શકે છે

સત્ય તમારું જીવન બદલી શકે છે

સત્ય તમારું જીવન બદલી શકે છે

આગલા લેખોમાં આપણે ઈશ્વર વિષે ફેલાવવામાં આવેલા અમુક જૂઠાણાં વિષે જોયું. એમાંના અમુક કદાચ તમે સાંભળ્યા હશે, અથવા તમને શીખવવામાં આવ્યા હશે. કદાચ તમે એ નાનપણથી માનતા હશો, એટલે પોતાની માન્યતા બદલતા અચકાતા હશો.

એવું વિચારવું સ્વાભાવિક છે. પોતાની માન્યતા બદલતા કેમ અચકાવ છો એના કેટલાંક કારણો છે. જેમ કે, અમુક ચર્ચો પોતાના શિક્ષણને બાઇબલ સાથે સરખાવવાની ના પાડે છે. તો અમુક લોકો પોતાનું જૂઠાણું છુપાવવા એવો દાવો કરે છે કે બાઇબલ ગૂંચવણ ભરેલું છે, ફક્ત થોડા જ લોકો એ સમજી શકે છે. જોકે એવું વિચારવું ખોટું છે, કેમ કે ઈસુના મોટા ભાગના શિષ્યો વધારે ભણેલા ન હતા તોપણ ઈસુ જે શીખવતા એ તરત સમજી જતા.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩.

પોતાની માન્યતા પકડી રાખવાનું બીજું એક કારણ પણ છે. અમુકને ડર છે કે એમ કરવાથી પોતામાં વિશ્વાસની ખામી છે, એવું દેખાય આવશે. શું તમને લાગે છે કે બાઇબલમાંથી સત્ય તપાસવાથી ઈશ્વર નાખુશ થશે? ના. ઈશ્વરે બધા માટે બાઇબલ આપ્યું છે. એના દ્વારા તમે સમજી શકો છો કે તે તમારી પાસેથી શું ઇચ્છે છે. અરે, બાઇબલ પણ આપણને ઉત્તેજન આપે છે કે ઈશ્વરના વચનોની તપાસ કરીએ, જેથી ‘ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે પારખી શકીએ.’—રોમનો ૧૨:૨.

ઈશ્વર વિષે સત્ય જાણવાથી આપણું જ્ઞાન તો વધશે જ, અરે એનાથી આખું જીવન બદલાઈ જશે. (યોહાન ૮:૩૨) પહેલા લેખમાં આપણે ડીઆન વિષે જોઈ ગયા, તે હવે બાઇબલમાં પૂરો ભરોસો મૂકે છે. તે કહે છે: ‘બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો ત્યાર પછી જ મને ખ્યાલ આવ્યો કે એ સમજવું કેટલું સહેલું છે. હવે હું યહોવાહને વધારે સારી રીતે ઓળખી શકી છું. તે મારા માટે એક પ્રેમાળ પિતા છે. હવે મને જીવનનો ખરો હેતુ મળ્યો છે.’

તમે કદાચ પહેલાં બાઇબલ વાંચવાનું શરૂ કર્યું હશે, પણ કંઈ ખાસ સમજાયું નહિ હોય. જો એમ હોય તો હાર ન માની લો. જ્યારે તમને ઈશ્વર વિષે ખોટું શીખવવામાં આવ્યું હોય ત્યારે બાઇબલ સમજવું સહેલું નથી. એ તો એના જેવું છે જાણે તમે જીગ્સો પઝલ રમી રહ્યા છો, પણ એની સાથે આપવામાં આવેલું ચિત્ર ખોટું છે. એટલે તમે અમુક ટુકડાઓ જેમ-તેમ કરીને ગોઠવી નાખો છો, પણ બીજા ગોઠવી શકતા નથી એટલે નિરાશ થઈ જાવ છો. પણ જો તમને ખરું ચિત્ર આપવામાં આવે, તો તમે ચોક્કસ બધા ટુકડા ગોઠવી શકશો.

શું તમને ઈશ્વર વિષે સત્ય જાણવું ગમશે? એ માટે તમારા વિસ્તારમાં રહેતા યહોવાહના સાક્ષીઓને મળી શકો. અથવા આ મૅગેઝિનના પાન ચાર પર આપેલા સરનામે વિનામૂલ્યે બાઇબલ અભ્યાસ માટે લખી શકો. (w11-E 10/01)

[પાન ૯ પર બ્લર્બ]

‘ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે પારખી લો.’—રોમનો ૧૨:૨