સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘દીકરો પિતાને પ્રગટ કરવા ચાહે છે’

‘દીકરો પિતાને પ્રગટ કરવા ચાહે છે’

‘દીકરો પિતાને પ્રગટ કરવા ચાહે છે’

‘પિતા કોણ છે, એ દીકરા વિના અને જેને દીકરો પ્રગટ કરવા ચાહે છે, તેના વિના બીજો કોઈ જાણતો નથી.’—લુક ૧૦:૨૨.

તમે કેવો જવાબ આપશો?

ઈસુ કેમ સૌથી સારી રીતે પિતાની ઓળખ આપી શકતા હતા?

ઈસુએ લોકોને કઈ રીતે પિતાની ઓળખ આપી હતી?

પિતાની ઓળખ આપવા તમે કઈ રીતે ઈસુને અનુસરી શકો?

૧, ૨. ક્યા સવાલનો જવાબ આપવો લોકોને અઘરો લાગે છે? શા માટે?

 ‘ઈશ્વર કોણ છે?’ આ સવાલનો જવાબ આપવો ઘણા લોકોને અઘરો લાગે છે. દાખલા તરીકે, ચર્ચમાં જતાં ઘણા ખ્રિસ્તીઓ માને છે કે ઈશ્વર ત્રૈક્ય છે. તેઓ જ કહે છે કે એ માન્યતા સમજવી અશક્ય છે. એક પાદરી જે એક લેખક પણ છે, તે જણાવે છે કે ત્રૈક્યનું શિક્ષણ સમજાવી ન શકાય. એનું કારણ કે અમુક વસ્તુઓ માણસની સમજ બહાર છે. બીજી બાજુ, ઘણા લોકો ઉત્ક્રાંતિમાં માને છે. તેઓ માને છે કે ઈશ્વર છે જ નહિ. તેઓનું કહેવું છે કે આખાં વિશ્વની અદ્‍ભુત બાબતો અકસ્માતે આવી છે. ઉત્ક્રાંતિની માન્યતા ઊભી કરનાર ચાર્લ્સ ડાર્વિને સ્પષ્ટ રીતે ઈશ્વરના અસ્તિત્વનો નકાર કર્યો ન હતો, પણ આમ કહ્યું હતું: ‘મારું તારણ એ છે કે ઈશ્વર વિષેની પૂરેપૂરી સમજણ મેળવવી મનુષ્ય માટે શક્ય નથી.’

ભલે લોકો ગમે તે માનતા હોય, પણ તેઓને ઈશ્વર વિષે ઘણા સવાલો છે. જોકે, તેઓને સંતોષ થાય એવો જવાબ મળતો ન હોવાથી ઈશ્વર વિષે વિચારવાનું પડતું મૂકે છે. સાચે જ, શેતાને “અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે.” (૨ કોરીં. ૪:૪) એટલે, એમાં કોઈ નવાઈ નથી કે આજે મોટા ભાગના લોકો મૂંઝવણમાં છે. તેઓ જાણતા નથી કે આખાં વિશ્વના સરજનહાર અને આપણા પિતા ખરેખર કોણ છે.—યશા. ૪૫:૧૮.

૩. (ક) ઈશ્વરની ઓળખ આપણને કોણે આપી છે? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

લોકો ઈશ્વર વિષેનું સત્ય શીખે એ બહુ જરૂરી છે. શા માટે? કેમ કે “જે કોઈ યહોવાને નામે પોકાર કરશે તે તારણ પામશે.” (રોમ. ૧૦:૧૩, NW) ઈશ્વરના નામે પોકાર કરવાનો અર્થ થાય કે યહોવાને એક વ્યક્તિ તરીકે સારી રીતે ઓળખવા. ઈસુએ પોતાના શિષ્યોને ઈશ્વર વિષે ઘણું જણાવ્યું હતું. (લુક ૧૦:૨૨ વાંચો.) શા માટે ઈસુ બીજાઓ કરતાં સૌથી સારી રીતે લોકોને પિતાની ઓળખ આપી શક્યા? ઈસુએ કેવી રીતે એ ઓળખ આપી? બીજાઓને પિતા વિષે જણાવવા આપણે કઈ રીતે ઈસુને અનુસરી શકીએ? ચાલો, આ સવાલોના જવાબ મેળવીએ.

ઈસુએ પિતાની ઓળખ આપી

૪, ૫. શા માટે ઈસુ લોકોને બહુ સારી રીતે પિતાની ઓળખ આપી શક્યા?

પિતા વિષે ઈસુ જેટલું જાણે છે, એટલું બીજું કોઈ જાણતું નથી. કારણ કે ઈશ્વરે આખી સૃષ્ટિનું સર્જન કર્યું એ પહેલાં ઈસુને સ્વર્ગમાં એક દૂત તરીકે બનાવ્યા હતા. ઈસુ, ‘ઈશ્વરના એકના એક દીકરા’ હતાં. (યોહા. ૧:૧૪; ૩:૧૮) શરૂઆતમાં પિતા અને પુત્ર એકલા જ હતા. એ સમય દરમિયાન ઈસુએ તેમના પિતાના ગુણો જોયા હશે અને તેમની પાસેથી ઘણું બધું શીખ્યા હશે. પિતા અને પુત્રએ એકબીજા સાથે ઘણી વાતો કરી હશે. અબજો વર્ષોના સમયગાળામાં તેઓએ એકબીજા માટે ઘણી ઊંડી લાગણી કેળવી હશે. (યોહા. ૫:૨૦; ૧૪:૩૧) જરા વિચારો, પિતા વિષે ઈસુએ કેટલું બધું જાણ્યું હશે!—કોલોસી ૧:૧૫-૧૭ વાંચો.

પિતાએ પોતાના વતી બોલવા, દીકરાને પસંદ કર્યા. એટલે જ ઈસુ ‘ઈશ્વરના શબ્દ’ તરીકે ઓળખાય છે. (પ્રકટી. ૧૯:૧૩) એના લીધે જ ઈસુ લોકોને બહુ સારી રીતે પિતાની ઓળખ આપી શક્યા. એટલે જ પ્રેરિત યોહાને લખ્યું કે “શબ્દ,” ‘પિતાની ગોદમાં હતા.’ (યોહા. ૧:૧, ૧૮) એમ કહીને યોહાને કદાચ એવા રિવાજ વિષે વિચાર્યું હશે, જે તેમના સમયમાં જમતી વખતે સામાન્ય હતો. એ સમયે મહેમાનો જમતી વખતે એકબીજાની નજીક બેસતા જેથી સહેલાઈથી વાતો કરી શકે. એવી જ રીતે, દીકરા ઈસુ પિતાની નજીક હોવાથી, તેમની સાથે સહેલાઈથી વાત કરી શકતા.

૬, ૭. કેવી રીતે પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ વધુને વધુ ગાઢ બનતો ગયો?

પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ વધુને વધુ ગાઢ બનતો ગયો. દીકરો દરરોજ ઈશ્વરને સંતોષ આપતો હતો. (નીતિ. ૮:૩૦, ૩૧) પિતા સાથે કામ કરવાથી પુત્ર તેમના ગુણોને અનુસરતા શીખ્યા. પિતાની ભક્તિ કરી શકે એવા જીવો ઉત્પન્‍ન થયા, એ વખતે પુત્ર જોઈ શક્યા કે પિતા તેઓ સાથે કેવી રીતે વર્ત્યા. એનાથી ઈસુમાં પિતા માટેના પ્રેમ અને માન ખૂબ વધ્યા.

સમય જતા, યહોવાની રાજ કરવાની રીત પર શેતાને સવાલ ઉઠાવ્યો. ત્યારે પણ દીકરાને પિતા યહોવાના ગુણો વિષે વધારે જાણવાની તક મળી. તે શીખી શક્યા કે યહોવાએ કઈ રીતે મુશ્કેલ સંજોગોમાં પ્રેમ, ન્યાય, ડહાપણ અને શક્તિનો ઉપયોગ કર્યો. એનાથી ઈસુને શીખવા મળ્યું કે મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો જોઈએ. એ અનુભવ તેમને ધરતી પરના જીવનમાં કામ લાગ્યો.—યોહા. ૫:૧૯.

૮. સુવાર્તાના પુસ્તકો કઈ રીતે આપણને પિતાના ગુણો વિષે શીખવે છે?

પિતા સાથે દીકરાનો ખૂબ ગાઢ સંબંધ છે. એટલે જેટલી હદે તે પિતાને ઓળખે છે, એટલી હદે બીજું કોઈ ઓળખતું નથી. એ કારણે પિતાને સારી રીતે ઓળખવા હોય, તો ઈસુના શિક્ષણ અને જીવનને તપાસવા જોઈએ. એક દાખલો લઈએ. આપણે શબ્દકોશમાં ‘પ્રેમ’ શબ્દનો અર્થ વાંચી શકીએ, પણ દાખલાઓને આધારે જ એનો પૂરો અર્થ સમજી શકીએ. એવી જ રીતે, જ્યારે આપણે સુવાર્તાના પુસ્તકોમાંથી ઈસુના દાખલાનો વિચાર કરીએ છીએ, ત્યારે પ્રેમનો ખરો અર્થ સમજી શકીએ છીએ. બાઇબલ કહે છે કે ‘ઈશ્વર પ્રેમ છે.’ ઈસુના જીવન અને શિક્ષણમાંથી આપણે બહુ સારી રીતે એ શબ્દોનો અર્થ સમજી શકીએ છીએ. (૧ યોહા. ૪:૮, ૧૬) પ્રેમ સિવાય પણ ઈસુએ બીજા અનેક ગુણો બતાવ્યા હતા. એ બીજા ગુણો પણ યહોવા વિષે ઘણું શીખવે છે.

ઈસુએ કેવી રીતે પિતાની ઓળખ આપી?

૯. (ક) ઈસુએ કઈ બે રીતોએ પોતાના પિતાની ઓળખ આપી? (ખ) ઈસુએ પોતાના શિક્ષણથી પિતા વિષે જણાવ્યું એ દાખલો આપી સમજાવો.

કઈ રીતે ઈસુએ પોતાના શિષ્યોને પિતાની ઓળખ આપી? તેમણે બે રીતે એ ઓળખ આપી હતી. એક તો પોતાના શિક્ષણથી અને બીજું પોતાના કાર્યોથી. ચાલો આપણે પહેલાં ઈસુના શિક્ષણનો વિચાર કરીએ. ઈસુએ પોતાના શિષ્યોને જે શીખવ્યું એમાં પિતાના વિચારો, લાગણીઓ અને રીતો જોવા મળે છે. દાખલા તરીકે, ઈસુએ એક ઉદાહરણમાં પોતાના પિતાને એક ઉત્તમ ઘેટાંપાળક સાથે સરખાવ્યા. તે ઘેટાંપાળક પોતાના ખોવાઈ ગયેલા એક ઘેટાંને શોધવા જાય છે. ઈસુ કહે છે, જ્યારે તે ઘેટાંપાળકને ખોવાયેલું ઘેટું પાછું મળે છે, ત્યારે ‘તેના નવ્વાણું ઘેટાં જે ખોવાયા ન હતાં, તેઓના કરતાં તે એકને માટે વધારે ખુશ થાય છે.’ ઈસુ આ ઉદાહરણ દ્વારા શું કહેવા માંગતા હતા? તે સમજાવે છે કે ઘેટાંપાળકની જેમ જ ‘આકાશમાંના પિતાની ઇચ્છા નથી કે આ નાનાઓમાંથી એકનો પણ નાશ થાય.’ (માથ. ૧૮:૧૨-૧૪) આ ઉદાહરણમાંથી આપણે યહોવા વિષે શું શીખી શકીએ? કોઈક વાર તમને લાગે કે તમારી કોઈ કિંમત નથી અને તમને કોઈ યાદ કરતું નથી, તો એમ ન વિચારતા. કેમ કે, સ્વર્ગમાંના પિતા તમારામાં રસ લે છે. તેમની નજરમાં તમે ‘નાનાઓમાંના એક છો.’

૧૦. ઈસુએ પોતાના કર્યો દ્વારા કઈ રીતે પિતાની ઓળખ આપી?

૧૦ ઈસુએ પોતાના કાર્યોથી પણ શિષ્યોને પિતાની ઓળખ આપી હતી. પ્રેરિત ફિલીપે ઈસુને જ્યારે પૂછ્યું કે ‘અમને પિતા દેખાડ,’ ત્યારે ઈસુએ કહ્યું: ‘જેણે મને જોયો છે, તેણે પિતાને જોયા છે.’ (યોહા. ૧૪:૮, ૯) ચાલો, અમુક દાખલાઓ જોઈએ જેમાં ઈસુએ પિતાના જેવા ગુણો બતાવ્યા હતા. એક વાર, એક રક્તપિત્તિયાએ સાજા થવા માટે ઈસુને આજીજી કરી. ઈસુ તે “રક્તપિત્તિયા” માણસને અડકે છે અને કહે છે: “હું ચાહું છું, તું શુદ્ધ થા.” સાજા થયા પછી તે માણસ પારખી શક્યો કે ઈસુએ જે કર્યું એની પાછળ યહોવાનો હાથ હતો. (લુક ૫:૧૨, ૧૩) હવે લાજરસના મરણના વખતનો વિચાર કરો. ત્યારે ઈસુએ ‘મનમાં નિસાસો મૂક્યો; દુઃખી થયા અને રડ્યા.’ એ જોઈને પણ શિષ્યો પારખી શક્યા કે પિતાની દયા કેટલી ઊંડી હશે. ખરું કે ઈસુ જાણતા હતા કે પોતે લાજરસને સજીવન કરશે. પરંતુ, લાજરસના કુટુંબીજનો અને મિત્રોનું દુઃખ જોઈને ઈસુને લાગી આવ્યું. (યોહા. ૧૧:૩૨-૩૫, ૪૦-૪૩) શું તમને ઈસુ વિષેનો આવો જ બીજો કોઈ અહેવાલ ગમે છે, જેનાથી તમે યહોવાની દયા પારખી શકો?

૧૧. (ક) ઈસુએ મંદિરમાં ખોટા કામો બંધ કરાવ્યા, એમાંથી પિતા વિષે શું જાણવા મળે છે? (ખ) શા માટે મંદિરને સાફ કરવાનો અહેવાલ આપણને દિલાસો આપે છે?

૧૧ ઈસુએ જ્યારે મંદિરમાં ખોટા કામો બંધ કરાવ્યા, એનો વિચાર કરો: અમુક માણસો મંદિરમાં ઢોરઢાંક વેચતા હતા. બીજાઓ પૈસા બદલી આપવાનો ધંધો કરતા હતા. એ જોઈને ઈસુએ દોરડાનું એક ચાબુક બનાવ્યું અને વેપારીઓના મેજ ઊંધા વાળી નાખ્યા. તેમ જ ઢોરઢાંક વેચનારા લોકોને મંદિરમાંથી કાઢી મૂક્યા. (યોહા. ૨:૧૩-૧૭) ઈસુના જોરદાર પગલાં જોઈને શિષ્યોના મનમાં રાજા દાઊદના આ શબ્દો આવ્યા: “તારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે.” (ગીત. ૬૯:૯) મંદિરને સાફ કરવા ઈસુએ જે કડક પગલાં ભર્યા એનાથી જોવા મળે છે કે સાચી ભક્તિ માટે તેમને કેટલી ઊંડી લાગણી હતી. આ અહેવાલમાંથી આપણને પિતા વિષે ઘણું શીખવા મળે છે. એમાંથી આપણે જોઈ શકીએ છીએ કે દુનિયામાંથી દુષ્ટતા દૂર કરવાની ઈશ્વર પાસે શક્તિ છે અને તીવ્ર ઇચ્છા પણ છે. મંદિરમાં ચાલતા ખોટા કામોને દૂર કરવા ઈસુએ કડક પગલાં લીધાં હતાં. એમાંથી જોવા મળે છે કે આજે દુનિયા ફરતે ચાલી રહેલી દુષ્ટતા વિષે પિતાને કેવું લાગે છે. જ્યારે આપણી સાથે અન્યાય થાય, ત્યારે આ બનાવમાંથી આપણને કેટલો દિલાસો મળે છે!

૧૨, ૧૩. ઈસુ જે રીતે શિષ્યો સાથે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૨ ચાલો બીજો એક દાખલો લઈએ. શિષ્યો ઘણી વાર દલીલ કરતા હતા કે તેઓમાં મોટું કોણ છે. એ વખતે ઈસુ તેઓ સાથે કઈ રીતે વર્ત્યા? (માર્ક ૯:૩૩-૩૫; ૧૦:૪૩; લુક ૯:૪૬) ઈસુને પિતા સાથે રહેવાનો ઘણો બહોળો અનુભવ હતો. એટલે તે જાણતા હતા કે અભિમાની વલણ વિષે પિતાને કેવું લાગે છે. (૨ શમૂ. ૨૨:૨૮; ગીત. ૧૩૮:૬) વધુમાં, એ જ વલણ ઈસુએ શેતાનમાં જોયું હતું. શેતાનને તો બસ મોટી પદવી અને પોતાના નામની જ પડી હતી. એટલે ઈસુએ જ્યારે પોતાના શિષ્યોમાં એ વલણ જોયું ત્યારે તેમને કેટલું દુઃખ થયું હશે! ઈસુના પૃથ્વી પરના છેલ્લા દિવસ સુધી તેઓએ એવું વલણ બતાવ્યું. (લુક ૨૨:૨૪-૨૭) તેમ છતાં, ઈસુએ નમ્રતાથી શિષ્યોને સુધાર્યા. તેમણે આશા રાખી કે એક દિવસ તેમના શિષ્યો પણ નમ્રતાથી વર્તશે.—ફિલિ. ૨:૫-૮.

૧૩ ઈસુએ ધીરજથી પોતાના શિષ્યોને સુધાર્યા હતા. શું એમાં તમે પિતાના ગુણ જોઈ શકો છો? ઈસુએ જે કહ્યું અને કર્યું એમાંથી શું તમે પિતા વિષે શીખી શકો છો? આપણે વારંવાર ભૂલો કરીએ છીએ તોપણ પિતા આપણને તરછોડી દેતાં નથી. યહોવાના ગુણો જાણવાથી આપણને પસ્તાવો કરવા અને માફી માંગવા ઉત્તેજન મળે છે.

પિતાની ઓળખ આપવા દીકરાએ ચાહ્યું

૧૪. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે પિતાની ઓળખ જણાવવા ચાહતા હતા?

૧૪ ઘણા શાસકો લોકોને કાબૂમાં રાખવા કેટલીક વિગતો છૂપાવે છે. પરંતુ, ઈસુએ પિતા વિષે બધી માહિતી જણાવી. (માત્થી ૧૧:૨૭ વાંચો.) વધુમાં, ‘ઈશ્વરને ઓળખવા માટે ઈસુએ શિષ્યોને સમજણ આપી.’ (૧ યોહા. ૫:૨૦) એનો શું અર્થ થાય? ઈસુએ શિષ્યોના મન ઉઘાડ્યાં, જેથી તેઓ પિતા વિષેના શિક્ષણને સમજી શકે. ઈસુએ એમ કહ્યું નહિ કે ‘ઈશ્વર ત્રૈક્યનો એક ભાગ હોવાથી તેમના વિષે જાણવું તમારા માટે અશક્ય છે.’

૧૫. ઈસુએ શિષ્યોને પિતા વિષેની બધી માહિતી એક જ સમયે શા માટે આપી નહિ?

૧૫ શું પિતા વિષે ઈસુ જે કંઈ જાણતા હતા એ બધું જ તેમણે શિષ્યોને જણાવી દીધું? ના, તેમણે તેઓને બધી માહિતી એક જ સમયે આપી નહિ. (યોહાન ૧૬:૧૨ વાંચો.) શા માટે નહિ? કેમ કે એ સમયે શિષ્યો એ બધું જ્ઞાન “ખમી શકતા” ન હતાં. પરંતુ, ઈસુએ પછીથી સમજાવ્યું કે “સહાયક” એટલે પવિત્ર શક્તિ તેઓને વધુ જ્ઞાન સમજવા મદદ કરશે. એ શક્તિ તેઓને “સત્યમાં દોરી જશે.” (યોહા. ૧૬:૭, ૧૩, IBSI) બાળકો યોગ્ય ઉંમરના ન થાય ત્યાં સુધી સમજદાર માતા-પિતા અમુક બાબતો તેઓને નહિ જણાવે. એવી જ રીતે, શિષ્યો પણ સત્યમાં મક્કમ થાય અને પિતા વિષેની અમુક હકીકતો સમજે ત્યાં સુધી ઈસુએ રાહ જોઈ. ઈસુએ તેઓની ક્ષમતાને ધ્યાનમાં રાખી હતી.

લોકોને યહોવા વિષે જણાવીને ઈસુને અનુસરીએ

૧૬, ૧૭. તમે શા માટે લોકોને ઈશ્વર વિષે જણાવી શકો છો?

૧૬ જ્યારે આપણે કોઈ વ્યક્તિના સારા ગુણો પારખીએ, ત્યારે શું બીજાઓને તેમના વિષે જણાવતા નથી? હા, જરૂર! ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પણ પિતા વિષે લોકોને જણાવ્યું હતું. (યોહા. ૧૭:૨૫, ૨૬) આપણે પણ લોકોને યહોવા વિષે જણાવીને ઈસુને અનુસરી શકીએ છીએ.

૧૭ આગળ જોઈ ગયા તેમ પિતા વિષે ઈસુ પાસે જેટલું જ્ઞાન છે, એટલું બીજા કોઈની પાસે નથી. તેમણે લોકોને પિતા વિષે કેટલીક બાબતો જણાવી. ઈશ્વરને સારી રીતે ઓળખવા ઈસુએ પોતાના શિષ્યોને સમજશક્તિ પણ આપી. ઈસુની મદદથી આપણે પિતાને સારી રીતે જાણતા થયા છીએ, જ્યારે કે દુનિયાના મોટા ભાગના લોકો યહોવાને જાણતા નથી. આપણે ઈસુના કેટલા આભારી છીએ કે તેમણે પોતાના શિક્ષણ અને કાર્યોથી આપણને યહોવાની ઓળખ આપી! એ કેટલા ગર્વની વાત છે! (યિર્મે. ૯:૨૪; ૧ કોરીં. ૧:૩૧) પ્રયત્નો કરીને આપણે યહોવાને જાણતા થયા છીએ. એટલે તે આપણી નજીક આવ્યા છે. (યાકૂ. ૪:૮) એ કારણને લીધે આજે આપણે ઈશ્વર વિષે બીજાઓને જણાવી શકીએ છીએ. કઈ રીતે?

૧૮, ૧૯. કઈ રીતે આપણે બીજાઓને યહોવાની ઓળખ આપી શકીએ? સમજાવો.

૧૮ પોતાના શબ્દો અને કાર્યોથી આપણે પણ પિતાની ઓળખ આપીને ઈસુને અનુસરી શકીએ છીએ. યાદ રાખીએ કે પ્રચારમાં આપણે એવા ઘણા લોકોને મળીએ છીએ, જેઓને ખબર નથી કે ઈશ્વર ખરેખર કોણ છે. જૂઠાં શિક્ષણને લીધે લોકોમાં ઈશ્વર વિષે ખોટી માન્યતાઓ છે. એટલે, આપણે તેઓને બાઇબલમાંથી ઈશ્વરના નામ અને સ્વભાવ વિષે જણાવીએ છીએ. તેમ જ, મનુષ્યો માટેનો તેમનો હેતુ જણાવીએ છીએ. વધુમાં, મંડળના ભાઈ-બહેનો સાથે બાઇબલના અહેવાલોની ચર્ચા કરવાથી, ઈશ્વરના એવા ગુણો જોવા મળે જે પહેલાં આપણે જોયા ન હોય. આવી ચર્ચા કરવાથી એકબીજાને લાભ થાય છે.

૧૯ આપણે પોતાના રોજિંદા જીવનમાં પણ પિતાની ઓળખ આપીને ઈસુને અનુસરી શકીએ છીએ. કેવી રીતે? આપણા કાર્યોથી લોકો ઈસુ માટેનો આપણો પ્રેમ જોશે ત્યારે, તેઓ પણ પિતા અને ઈસુ વિષે જાણવા પ્રેરાઈ શકે. (એફે. ૫:૧, ૨) પ્રેરિત પાઊલે આપણને ઉત્તેજન આપ્યું ‘જેમ હું ખ્રિસ્તને અનુસરું છું, તેમ તમે મને અનુસરો.’ (૧ કોરીં. ૧૧:૧) ખરેખર, આપણી પાસે ઘણો મોટો લહાવો છે! આપણે પોતાના વર્તનથી લોકોને યહોવા વિષે જાણવા મદદ કરી શકીએ છીએ. તેથી, ચાલો લોકોને યહોવાની ઓળખ આપતા રહીને ઈસુને અનુસરતા રહીએ. (w12-E 04/15)

[અભ્યાસ પ્રશ્નો]