સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘દુનિયાનો ભાગ નથી’

‘દુનિયાનો ભાગ નથી’

‘દુનિયાનો ભાગ નથી’

‘દુનિયાએ તેઓને ધિક્કાર્યા છે, કેમ કે તેઓ દુનિયાનો ભાગ નથી.’—યોહાન ૧૭:૧૪.

એનો શું અર્થ થાય: ઈસુ દુનિયાનો કોઈ ભાગ ન હતા, એટલે કે તે સમાજ અને રાજકારણના ઝઘડામાં કોઈ ભાગ લેતા ન હતા. ઈસુએ કહ્યું હતું કે ‘મારું રાજ્ય આ દુનિયાનું નથી; જો મારું રાજ્ય આ દુનિયાનું હોત, તો મને યહુદીઓને સ્વાધીન કરવામાં ન આવે, માટે મારા સેવકો લડાઈ કરત; પણ મારું રાજ્ય તો અહીંનું નથી.’ (યોહાન ૧૮:૩૬) એ ઉપરાંત, બાઇબલમાં મનાઈ કરી છે એવા વાણી-વર્તનથી દૂર રહેવા ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું.—માત્થી ૨૦:૨૫-૨૭.

પહેલાંના ખ્રિસ્તીઓએ એમ કઈ રીતે કર્યું હતું: ધર્મો વિષે લખનાર જોનાથાન ડાયમંડે જણાવ્યું કે શરૂઆતના ખ્રિસ્તીઓએ ‘યુદ્ધમાં ભાગ લેવાની ચોખ્ખી ના પાડી હતી, પછી ભલે તેઓની બદનામી થાય, જેલમાં પૂરવામાં આવે કે પછી મારી નાખવામાં આવે.’ તેઓએ પોતાની શ્રદ્ધામાં બાંધછોડ કરવાને બદલે સહન કરવાનું વધારે પસંદ કર્યું. પોતાના સારા સંસ્કારોને લીધે તેઓ બીજાઓથી અલગ તરી આવતા. ખ્રિસ્તીઓને કહેવામાં આવ્યું હતું કે ‘આ બાબતમાં તમે લોકોની સાથે દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી લોકો આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે.’ (૧ પીતર ૪:૪) ઇતિહાસકાર વીલ ડ્યુરેન્ટે લખ્યું: ‘ખ્રિસ્તીઓ ચુસ્ત રીતે ધાર્મિક માન્યતા અને સારા આચરણને વળગી રહેતા. એ બાબત મોજશોખ પાછળ ગાંડા બનેલા બીજા ધર્મના લોકોને ખૂંચતી હતી.’

આજે એ પ્રમાણે કોણ કરે છે? ખ્રિસ્તીઓના નિષ્પક્ષ રહેવા વિષે ન્યૂ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા આવું કંઈ જણાવે છે: ‘એવું કોઈ કારણ છે જ નહિ, જેના લીધે વ્યક્તિ લડાઈમાં ભાગ લેવાની મના કરે. બધાએ એમાં ભાગ લેવો જોઈએ.’ રીફોર્મેટી પ્રેસે, નામના એક છાપાએ ૧૯૯૪માં રુવાન્ડામાં થયેલા કત્લેઆમ વિષે કંઈ જણાવ્યું. એમાં ‘આફ્રિકન રાઈટ્‌સ’ કે જે માનવ હક્કોની એક સંસ્થા છે, એના અહેવાલે આમ જણાવ્યું: બધા ખ્રિસ્તી પંથોએ કત્લેઆમમાં ભાગ લીધો હતો, ‘પણ યહોવાના સાક્ષીઓએ કોઈ ભાગ લીધો ન હતો.’

જર્મનીમાં નાઝીઓએ કરેલા નરસંહાર વિષે હાઇસ્કૂલના એક શિક્ષકે ચર્ચા કરતી વખતે કહ્યું કે ‘ત્યાં થયેલી હિંસા, જૂઠાણા અને અત્યાચાર વિષે ત્યાંના કોઈ પણ વતનીએ કે સંસ્થાએ એની સામે અવાજ ઉઠાવ્યો નહિ.’ તેમણે અમેરિકાના હોલોકોસ્ટ મેમોરિયલ મ્યુઝિયમ પાસેથી માહિતી મેળવ્યા પછી લખ્યું કે ‘હવે મને હકીકત સમજાઈ છે.’ તે જાણી શક્યા કે યહોવાના સાક્ષીઓ પર ઘણી મુશ્કેલીઓ આવી હતી. તેમ જ, ઘણો જુલમ થયો હોવા છતાં તેઓ પોતાની માન્યતામાં અડગ રહ્યાં.

તેઓના સંસ્કારો વિષે શું? યુ.એસ. કૅથલિક મૅગેઝિન જણાવે છે કે ‘આજના યુવાનોને ગમતું નથી કે ચર્ચ તેઓને લગ્‍ન વગર સાથે રહેવાની અને લગ્‍ન પહેલાં જાતીય સંબંધો બાંધવાની મના કરે છે. એટલે તેઓ કૅથલિક ચર્ચના આવા શિક્ષણો સાથે સહમત નથી.’ એ જ મૅગેઝિનમાં એક પાદરીએ કહ્યું: ‘૫૦ ટકાથી વધુ લોકો લગ્‍ન કર્યાં પહેલાંથી જ સાથે રહેતા હોય છે.’ પણ ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જણાવે છે કે ‘યહોવાના સાક્ષીઓ પોતાના જીવનમાં ઘણા ઊંચા સંસ્કારો પ્રમાણે જીવે છે.’ (w12-E 03/01)