શું ફક્ત એક પુસ્તક?
શું ફક્ત એક પુસ્તક?
‘બાઇબલ ઈશ્વરપ્રેરિત છે અને ઉપયોગી છે; જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર થાય.’—૨ તીમોથી ૩:૧૬, ૧૭.
અમુક લોકો સ્વીકારવા તૈયાર નથી કે બાઇબલ બધી જ બાબતો માટે સારું છે. તમારા વિષે શું? નીચે આપેલા મુદ્દાઓમાંથી કયો મુદ્દો બાઇબલ વિષેના તમારા વિચારો જણાવે છે?
• શું તમે બાઇબલને ઉત્તમ સાહિત્ય ગણો છો?
• શું તમે બાઇબલને ઘણાં ધાર્મિક પુસ્તકોમાંનું એક ગણો છો?
• શું તમે બાઇબલને પૌરાણિક વાર્તાઓનું પુસ્તક ગણો છો, જે બોધપાઠ શીખવતું હોય?
• શું તમે બાઇબલને ઈશ્વરનો સંદેશો ગણો છો?
તો પછી, બીજો એક સવાલ થાય કે તમે જે માનો, એનાથી કોઈ ફરક પડે છે? ચાલો જોઈએ કે બાઇબલ શું જણાવે છે: “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” (રોમનો ૧૫:૪) આ રીતે બાઇબલ દાવો કરે છે કે એ આપણને શીખવવા, દિલાસો આપવા અને આશા આપવા રચાયું છે.
જો બાઇબલ ફક્ત ઉત્તમ સાહિત્ય અથવા ઘણાં ધાર્મિક પુસ્તકોમાંનું એક હોત, તો શું તમે એના પર ભરોસો રાખ્યો હોત? શું તમે પોતાને અને તમારા કુટુંબને શીખવવા અને માર્ગદર્શન આપવા એનો ઉપયોગ કર્યો હોત? ખાસ કરીને તમે જેને ખરું માનતા હો, એના કરતાં બાઇબલનો સંદેશો અલગ હોય તો શું કરશો? જો બાઇબલ ફક્ત દંતકથાઓનો સંગ્રહ હોત, તો શું તમે એમાંનાં વચનોમાંથી દિલાસો અને આશા મેળવશો?
બીજી બાજુ, બાઇબલનો અભ્યાસ કરનારા લાખો લોકોને ખાતરી થઈ છે કે એ ઈશ્વરનો અજોડ સંદેશો છે. એવું શા માટે? શું બતાવે છે કે બાઇબલ બીજાં બધાં પુસ્તકોથી અલગ છે? ચાલો બાઇબલમાં જોવા મળતા પાંચ મહત્ત્વના વિષયો હવે પછીના લેખોમાં જોઈએ, જે એને બીજાં પુસ્તકો કરતાં અલગ સાબિત કરે છે. (w12-E 06/01)