સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રાર્થના સાંભળનાર કોણ છે?

પ્રાર્થના સાંભળનાર કોણ છે?

પ્રાર્થના સાંભળનાર કોણ છે?

જોપ્રાર્થના સાંભળનાર કોઈ હોય, તો સ્વાભાવિક છે કે તે જ સર્જનહાર પણ હોવો જોઈએ. મગજને રચનાર સિવાય બીજું કોણ તમારા વિચારો જાણી શકે? માણસોની પ્રાર્થના સાંભળી તેમને જોઈતી મદદ આપનાર બીજું કોણ હોય શકે? પણ તમને કદાચ થાય કે ‘સર્જનહારમાં માનવું વાજબી કહેવાય?’

ઘણા લોકો એવું વિચારે છે કે સર્જનહારમાં માનવા માટે વિજ્ઞાનના પુરાવાઓનો નકાર કરવો પડે. ઘણા લોકો માને છે કે વિજ્ઞાનમાં માનવું અને ઈશ્વરમાં માનવું, બંને એકબીજા સાથે મેળ નથી ખાતા. એવી માન્યતા ખોટી છે. જરા આનો વિચાર કરો:

◼ અમેરિકાની સૌથી સારી ૨૧ યુનિવર્સિટીમાંના વિજ્ઞાનના ૧,૬૪૬ પ્રોફેસરો પર એક સર્વે કરવામાં આવ્યો. એમાંથી ફક્ત ૫૫૦ જેટલા પ્રોફેસરોએ જ પોતાના વિચારો જણાવતી વખતે કહ્યું કે ‘હું ઈશ્વરમાં નથી માનતો.’

હકીકત તો એ છે કે ઘણા વૈજ્ઞાનિકો ઈશ્વરમાં માને છે.

સર્જનહાર છે, એના પુરાવા

શું આપણે પુરાવા વગર સ્વીકારવું જોઈએ કે પ્રાર્થનાનો કોઈ સાંભળનાર છે? કદી નહિ. એ માન્યતા સાવ ખોટી છે કે શ્રદ્ધા એટલે હંમેશાં સાબિતી વગર વિશ્વાસ કરવો. શ્રદ્ધાની વ્યાખ્યા આપતા બાઇબલ કહે છે કે એ “અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” (હિબ્રૂ ૧૧:૧) બીજું એક ભાષાંતર શ્રદ્ધા વિષે કહે છે કે એ “નજરે જોયું નથી તેની ખાતરી છે.” (કોમન લેંગ્વેજ બાઇબલ) દાખલા તરીકે, તમે રેડિયો તરંગોને જોઈ શકતા નથી, પણ તમારા ફોન પર થતી વાતચીત બતાવે છે કે રેડિયો તરંગો છે. આમ, તમે સ્વીકારો છો કે આ તરંગો છે. એ જ રીતે, આપણે પ્રાર્થના સાંભળનારને જોઈ શકતા નથી, પણ જે પુરાવા છે એ તપાસી શકીએ, જેથી ખાતરી થાય કે ઈશ્વર છે.

ઈશ્વર છે એવી સાબિતી આપણે ક્યાંથી મેળવી શકીએ? આપણે ફક્ત આસપાસ જોવાની જરૂર છે. બાઇબલ આમ જણાવે છે: “દરેક ઘર કોઈએ બાંધ્યું છે; પણ સઘળી વસ્તુઓનો સરજનહાર તો ઈશ્વર છે.” (હિબ્રૂ ૩:૪) શું તમે આ વાક્ય સાથે સહમત છો? જ્યારે તમે આ બાબતો પર વિચાર કરશો, ત્યારે તમે ચોક્કસ નિર્ણય પર આવશો કે માણસો કરતાં કોઈક શક્તિશાળી છે: વિશ્વમાં વ્યવસ્થિત રીતે થતી બધી બાબતો, જીવનની ઉત્પત્તિ, પૃથ્વીની સૌથી અટપટી રચના, એટલે કે માણસનું મગજ. *

જોકે, ઈશ્વર વિષે કુદરત જ બધું શીખવી શકતી નથી. સૃષ્ટિની રચનામાં ઈશ્વરનો હાથ છે, એ જાણવું તો જાણે બંધ દરવાજા તરફ આવતા કોઈકના પગલાંનો અવાજ સાંભળવા જેવું છે. તમને ખાતરી છે કે કોઈક તો છે, પણ કોણ? એ જાણવા તમે શું કરશો? દરવાજો ખોલશો. સૃષ્ટિના રચનારને જાણવા આપણે આવું જ કંઈ કરવું પડે.

ઈશ્વર વિષે જાણવાનો દરવાજો બાઇબલ છે. જ્યારે તમે એ દરવાજો ખોલો છો અને એમાં આપેલી કેટલીક ભવિષ્યવાણીઓ અને એ કેવી રીતે પૂરી થઈ એના પર ધ્યાન આપો છો, ત્યારે તમને સાબિતી મળશે કે ઈશ્વર છે. * પણ વધુમાં, ઈશ્વર જે રીતે લોકો સાથે વર્ત્યા, એનો ઇતિહાસ જોવાથી પ્રાર્થના સાંભળનારના સ્વભાવ વિષે શીખવા મળશે.

પ્રાર્થના સાંભળનાર કેવા છે?

બાઇબલ જણાવે છે કે પ્રાર્થના સાંભળનાર જાણે એક વ્યક્તિ જેવા છે જેને તમે ઓળખી શકો છો. હા, તે તમને સાંભળીને સમજી શકે છે. આ વાંચવું કેટલું ખાતરી આપનારું છે કે “હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે”! (ગીતશાસ્ત્ર ૬૫:૨) જે લોકો શ્રદ્ધાથી તેમને પ્રાર્થના કરે છે, તેઓની પ્રાર્થના તે સાંભળે છે. તેમને એક નામ પણ છે. બાઇબલ જણાવે છે: “યહોવા દુષ્ટથી દૂર છે; પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.”—નીતિવચનો ૧૫:૨૯.

યહોવાને લાગણીઓ છે. તે ‘પ્રેમાળ’ અને આનંદી ઈશ્વર તરીકે ઓળખાય છે. (૨ કોરીંથી ૧૩:૧૧; ૧ તીમોથી ૧:૧૧) ખાસ કરીને દુષ્ટતા પુષ્કળ વધી ગઈ ત્યારે, તેમને કેવું લાગ્યું? એ વિષે બાઇબલ કહે છે, ‘હૃદયમાં તે દુઃખી થયા.’ (ઉત્પત્તિ ૬:૫, ૬) લોકોની પરીક્ષા કરવા ઈશ્વર તેઓને દુઃખ આપે છે, એ દાવો ખોટો છે. બાઇબલ કહે છે, “દુષ્ટતા કરવી એ ઈશ્વરથી અળગું રહો.” (અયૂબ ૩૪:૧૦) કદાચ તમને થાય કે ‘જો ઈશ્વર શક્તિશાળી સર્જનહાર છે તો તેમણે કેમ દુઃખ-તકલીફો ચાલવા દીધા છે?’

ઈશ્વરે માણસોને પસંદગી કરવાની આવડત આપી છે અને એનાથી જોઈ શકીએ છીએ કે ઈશ્વર કેવા છે. આપણે કેવી રીતે જીવીશું એની પસંદગી કરવાની આઝાદી શું આપણે મન કીમતી નથી? પણ દુઃખની વાત છે કે ઘણા લોકોએ આ આઝાદીનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. આમ, તેઓ પોતે દુઃખી થયા છે અને બીજાને પણ દુઃખી કર્યા છે. આ સવાલ ગંભીરતાથી વિચારવા જેવો છે: માણસોની આ આઝાદી છીનવી લીધા વગર, દુઃખ-તકલીફો કાઢવા ઈશ્વર શું કરી શકે? હવે પછીના લેખમાં આ સવાલ વિષે જોઈશું. (w12-E 07/01)

[ફુટનોટ્‌સ]

^ ઈશ્વર છે એની સાબિતી વિષે વધારે માહિતી આપતાં આ મૅગેઝિન જુઓ: સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૬ અને ચોકીબુરજ સપ્ટેમ્બર ૧, ૨૦૦૭, પાન ૩-૭ જુઓ. આ મૅગેઝિન યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યાં છે.

^ સર્વ લોકો માટેનું પુસ્તક નામની ચોપડી અને પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૨ જુઓ. આ સાહિત્ય યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે, એની સાબિતી પર ધ્યાન આપવા એ તમને મદદ કરશે.

[પાન ૫ પર બોક્સ]

શું તમે ધર્મને લીધે શંકા કરો છો?

દુઃખની વાત છે કે ધર્મ પોતે ઘણા લોકોના મનમાં શંકા ઊભી કરે છે કે પ્રાર્થના સાંભળનાર કોઈક કૃપાળુ ઈશ્વર છે. યુદ્ધ, આતંકવાદ અને બાળકો પરના અત્યાચારને ધર્મ ચલાવી લેતો હોવાથી, ઘણા પ્રાર્થના કરનારા લોકો કહે છે કે “હું ઈશ્વરમાં માનતો નથી.”

શા માટે ખરાબ બાબતો પાછળ મોટા ભાગે ધર્મનો હાથ હોય છે? સાદી રીતે કહીએ તો, ખરાબ લોકોએ ધર્મના નામે ખોટાં કામ કર્યાં છે. બાઇબલમાં પહેલેથી જણાવવામાં આવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મ પર કેટલાક લોકો કાબૂ કરી લેશે અને એનો ખોટો ઉપયોગ કરશે. પ્રેરિત પાઊલે ખ્રિસ્તી વડીલોને કહ્યું હતું: “તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦.

ઈશ્વરને જૂઠા ધર્મોથી સખત નફરત છે. હકીકતમાં, ઈશ્વરનો શબ્દ, બાઇબલ જૂઠા ધર્મોને ‘પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા છે, તે સર્વના લોહી’ માટે જવાબદાર ઠરાવે છે. (પ્રકટીકરણ ૧૮:૨૪) કારણ, ખરા ઈશ્વર જેમનો મુખ્ય ગુણ પ્રેમ છે, તેમના વિષે લોકોને શીખવવામાં જૂઠા ધર્મો નિષ્ફળ ગયા છે. તેથી, આ જૂઠા ધર્મો ઈશ્વરની નજરમાં ખૂની છે.—૧ યોહાન ૪:૮.

જુલમી ધર્મોનો ભોગ બનેલાઓ માટે ‘પ્રાર્થનાના સાંભળનારને’ લાગણી છે. માણસો માટેના પ્રેમને લીધે, ઈશ્વર જલદી જ ઈસુ ખ્રિસ્ત દ્વારા ધાર્મિક ઢોંગીઓનો ન્યાય કરશે. ઈસુએ કહ્યું, ‘તે દહાડે ઘણા મને કહેશે, કે પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’—માથ્થી ૭:૨૨, ૨૩.