સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જલદી જ બનનારા ચમત્કારો

જલદી જ બનનારા ચમત્કારો

જલદી જ બનનારા ચમત્કારો

ધારો કે એક સર્જન તમારા પર મોટું ઑપરેશન કરવાનો છે. પણ જો તમને ખબર પડે કે તેણે એવું ઑપરેશન પહેલાં ક્યારેય કર્યું નથી, તો કેવું લાગશે? એમાં શંકા નથી કે તમને ચિંતા થવા લાગશે. એના બદલે, જો તમને જાણવા મળે કે સર્જન તેના કામમાં આગળ પડતો છે અને આવાં સેંકડો ઑપરેશન તે પહેલાં પણ સારી રીતે કરી ચૂક્યો છે, તો તમને કેવું લાગશે? શું તમારો ભરોસો વધશે નહિ કે તે તમને મદદ કરી શકે છે?

યહોવા એક અનુભવી સર્જન જેવા છે અને આ દુનિયા એ બીમાર વ્યક્તિ જેવી છે, જેને મોટા ઑપરેશનની જરૂર છે. પોતાના શબ્દ બાઇબલ દ્વારા યહોવા ઈશ્વરે વચન આપ્યું છે કે પૃથ્વી પર નવી દુનિયા લાવશે. (૨ પીતર ૩:૧૩) પણ એમ થાય એ પહેલાં, દુષ્ટતાને જડમૂળથી ઉખેડી નાખવાની જરૂર છે. (ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧; નીતિવચનો ૨:૨૧, ૨૨) આજે ચારે બાજુ જોવા મળતી દુઃખ-તકલીફો, નવી દુનિયા આવે એ પહેલાં કાઢી નાખવી જોઈએ. એમ બને એ માટે, ખરેખર ચમત્કારની જરૂર છે!—પ્રકટીકરણ ૨૧:૪, ૫.

યહોવાના સાક્ષીઓ માને છે કે એ મોટા ફેરફારો બહુ જ જલદી થવાના છે. શા માટે? કેમ કે યહોવાએ અત્યાર સુધી કરેલા ચમત્કારોથી સાબિત કરી આપ્યું છે કે પોતાનાં વચનો પૂરાં કરવાની શક્તિ તેમની પાસે છે. બાઇબલમાંના ફક્ત છ ચમત્કારો અને એમાં આપેલાં ભવિષ્ય વિષેનાં વચનોને એકબીજા સાથે સરખાવીએ.

આપણા ભવિષ્ય માટે બાઇબલમાં આપેલાં વચનો શીખવાનું તમે ચાલુ રાખો. તમારી શ્રદ્ધા વધશે તેમ આશા પણ વધશે. એવા સમયની આશા જ્યારે તમે પોતે યહોવાના ચમત્કારો દ્વારા ફાયદો મેળવશો. (w12-E 08/01)

[પાન ૭ પર બોક્સ]

ચમત્કાર:

ઈસુએ થોડીક રોટલી અને માછલીઓ દ્વારા હજારોને જમાડ્યા.—માથ્થી ૧૪:૧૩-૨૧; માર્ક ૮:૧-૯; યોહાન ૬:૧-૧૪.

વચન:

“પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે; ઈશ્વર, હા, આપણો ઈશ્વર, આપણને આશીર્વાદ આપશે.”ગીતશાસ્ત્ર ૬૭:૬.

આપણા માટે એનો શું અર્થ થાય?

કદી કોઈ ભૂખને લીધે ટળવળશે નહિ.

ચમત્કાર:

ઈસુએ આંધળાને દેખતા કર્યા.—માથ્થી ૯:૨૭-૩૧; માર્ક ૮:૨૨-૨૬.

વચન:

“આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે.”યશાયા ૩૫:૫.

આપણા માટે એનો શું અર્થ થાય?

બધા આંધળા લોકોને દેખતા કરાશે.

ચમત્કાર:

અપંગ લોકોને ઈસુએ સાજા કર્યા.—માથ્થી ૧૧:૫, ૬; યોહાન ૫:૩-૯.

વચન:

“લંગડો હરણની પેઠે કૂદશે.”યશાયા ૩૫:૬.

આપણા માટે એનો શું અર્થ થાય?

બધા અપંગ લોકોને સાજા કરવામાં આવશે.

ચમત્કાર:

ઈસુએ લોકોની અલગ અલગ બીમારીઓ દૂર કરી.—માર્ક ૧:૩૨-૩૪; લુક ૪:૪૦.

વચન:

“હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”યશાયા ૩૩:૨૪.

આપણા માટે એનો શું અર્થ થાય?

કમજોર કરનારી બધી બીમારીઓ કાઢી નાખવામાં આવશે. આપણે સારી તંદુરસ્તીનો આનંદ માણીશું.

ચમત્કાર:

ઈસુ કુદરતી બાબતો પર કાબૂ ધરાવતા હતા.—માથ્થી ૮:૨૩-૨૭; લુક ૮:૨૨-૨૫.

વચન:

“તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ નકામી મહેનત કરશે નહિ.”યશાયા ૬૫:૨૧, ૨૩.

“તું ન્યાયીપણામાં સ્થાપિત થઈશ; ત્રાસથી દૂર રહે, તને કંઈ ભય લાગશે નહિ; ધાકથી દૂર રહે, તે તારી પાસે આવશે નહિ.”યશાયા ૫૪:૧૪.

આપણા માટે એનો શું અર્થ થાય?

કુદરતી આફતો હશે જ નહિ.

ચમત્કાર:

ઈસુએ મરણ પામેલાને જીવતા કર્યા.—માથ્થી ૯:૧૮-૨૬; લુક ૭:૧૧-૧૭.

વચન:

“જેઓ કબરમાં છે તેઓ સર્વ . . . નીકળી આવશે.”યોહાન ૫:૨૮, ૨૯.

“સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં; અને મરણે તથા હાડેસે પણ પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં.”પ્રકટીકરણ ૨૦:૧૩.

આપણા માટે એનો શું અર્થ થાય?

મરણ પામેલાં આપણાં સગાં-વહાલાંને જીવતા કરાશે.