સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નમ્રતા કેળવીએ

નમ્રતા કેળવીએ

“તમ સર્વમાં જે સૌથી નાનો છે તે જ મોટો છે.”—લુક ૯:૪૮.

૧, ૨. ઈસુએ પ્રેરિતોને કઈ સલાહ આપી અને શા માટે?

 ઈસવીસન ૩૨નું એ વર્ષ હતું. ઈસુ ગાલીલમાં હતા ત્યારે એક મુશ્કેલી ઊભી થઈ. તેમના પ્રેરિતો વાદવિવાદ કરવા લાગ્યા કે તેઓમાં સૌથી મોટું કોણ. એ વિશે સુવાર્તાના લેખક લુક જણાવે છે: “તેઓમાં વાદવિવાદ શરૂ થયો કે આપણામાં સૌથી મોટો કોણ થાય? પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને પોતાની પાસે ઊભું રાખ્યું. તેણે તેઓને કહ્યું, કે જે કોઈ મારે નામે આ બાળકનો અંગીકાર [સ્વીકાર] કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે કોઈ મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે; કેમ કે તમ સર્વમાં જે સૌથી નાનો છે તે જ મોટો છે.” (લુક ૯:૪૬-૪૮) ઈસુએ ધીરજથી પણ ભાર દઈને પ્રેરિતોને એ જોવા મદદ કરી કે તેઓને નમ્ર બનવાની જરૂર છે.

શું એ સમયના મોટા ભાગના યહુદીઓમાં નમ્રતા જોવા મળતી હતી? ના. એટલે જ ઈસુએ પોતાના પ્રેરિતોને નમ્ર સ્વભાવ કેળવવા જણાવ્યું હતું. એ સમયની સામાજિક પરિસ્થિતિ વિશે એક પુસ્તક આમ જણાવે છે: “દરેક વાતમાં એ પ્રશ્ન ઊભો થતો કે કોણ મોટું છે અને દરેકના મને સ્વમાન મહત્ત્વનું હતું, જેની તેઓને સતત ચિંતા રહેતી.” (થિઓલોજિકલ ડિક્ષનરી ઑફ ધ ન્યુ ટેસ્ટામેન્ટ) ઈસુ પોતાના પ્રેરિતોને એ સમયના લોકો કરતાં અલગ બનવા જણાવતા હતા.

૩. (ક) ‘સૌથી નાના’ બનવાનો શું અર્થ થાય? આપણા માટે નમ્ર બનવું કેમ અઘરું હોઈ શકે? (ખ) નમ્ર સ્વભાવ કેળવવા વિશે કયા પ્રશ્નો ઊભા થઈ શકે?

‘સૌથી નાના’ માટેના ગ્રીક શબ્દનો અર્થ નમ્ર, દીન, મામૂલી અથવા ઓછી નામના અને પ્રભાવ ધરાવનાર થાય છે. ઈસુએ નાના બાળકનો ઉપયોગ કરીને પ્રેરિતોને સમજાવ્યું કે તેઓએ નમ્ર બનવું જોઈએ. એ શિખામણ જેટલી પહેલી સદીમાં લાગુ પડતી હતી, એટલી જ આજે પણ લાગુ પડે છે. કદાચ અમુક સંજોગોમાં આપણને નમ્ર બનવું અઘરું લાગી શકે. તેમ જ, અપૂર્ણતાને લીધે આપણામાં ઘમંડ આવી શકે અને એ બીજાઓ કરતાં ચઢિયાતા બનવા પ્રેરી શકે. દુનિયાનું વલણ અને હરીફાઈનો માહોલ આપણી ચારેબાજુ છે. એની અસર આપણને સ્વાર્થી, ઝઘડાખોર અથવા લુચ્ચા બનવી શકે. તો પછી, આપણને નમ્ર સ્વભાવ કેળવવા શું મદદ કરી શકે? કેવી રીતે ‘આપણામાં જે સૌથી નાનો છે તે મોટો’ કરાશે? જીવનનાં કયાં પાસાંમાં નમ્રતા બતાવવા પ્રયત્નો કરવા જોઈએ?

‘ઈશ્વરની બુદ્ધિ અને જ્ઞાન કેટલાં ઊંડાં છે!’

૪, ૫. નમ્રતા કેળવવા આપણને શું મદદ કરી શકે? સમજાવો.

નમ્રતા કેળવવાની એક રીતે છે કે આપણે યહોવાની મહાનતા સાથે પોતાને સરખાવીએ. હકીકત એ છે કે જેટલું યહોવા જાણે છે, એટલું કોઈ વ્યક્તિ કદી જાણી શકતી નથી. (યશા. ૪૦:૨૮) યહોવાની મહાનતાનાં અમુક પાસાં વિશે પ્રેરિત પાઊલે લખ્યું: “આહા! ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ [ઊંડી] છે! તેના ઠરાવો કેવા ગૂઢ, ને તેના માર્ગો કેવા અગમ્ય છે!” (રોમ. ૧૧:૩૩) ખરું કે પાઊલે એ શબ્દો આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં લખ્યા હતા. એ સમયની સરખામણીમાં આજે માણસોનું જ્ઞાન ઘણું વધ્યું છે. છતાં એ શબ્દો આજે પણ એટલા જ સાચા છે. ભલે આપણે ગમે એટલું જાણતા હોઈએ, તોપણ યહોવા વિશે, તેમના કાર્યો અને તેમના માર્ગો વિશે કાયમ શીખતા રહીશું, એનો કોઈ પાર નહિ આવે. આ હકીકત આપણને નમ્ર બનવા મદદ કરે છે.

લીઓનો * વિચાર કરો. તે સમજી શક્યા કે ઈશ્વરના માર્ગો વિશે જાણવું એ મનુષ્યોની ક્ષમતા બહાર છે. એનાથી તેમને નમ્ર બનવા મદદ મળી. યુવાનીથી તેમને વિજ્ઞાનમાં રસ હતો. તે અંતરિક્ષ વિશે બની શકે એટલું વધારે જાણવા ચાહતા હતા. એટલે તેમણે સ્કૂલમાં વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. પછી તે મહત્ત્વના તારણ પર આવ્યા. એ વિશે તે જણાવે છે: ‘મેં કરેલા અભ્યાસથી હું એ તારણ પર આવ્યો કે ફક્ત આજના વિજ્ઞાનથી મનુષ્યો અંતરિક્ષ વિશે બધું જ જાણી શકતા નથી. એટલે હું એ છોડીને કાયદા-કાનૂનનો અભ્યાસ કરવા લાગ્યો.’ સમય જતાં, લીઓ વકીલ બન્યા અને પછીથી કોર્ટના જજ. લીઓ અને તેમની પત્નીએ યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલનો અભ્યાસ કર્યો. સત્ય સ્વીકાર્યા પછી તેઓ ઈશ્વરના સમર્પિત સેવકો બન્યા. લીઓ ઘણું ભણેલા હતા તોપણ તેમને નમ્ર બનવા ક્યાંથી મદદ મળી? અચકાયા વગર તે જવાબ આપે છે: ‘યહોવા અને અંતરિક્ષ વિશે આપણે ગમે એટલું શીખીએ તોપણ, ઘણું શીખવાનું બાકી છે. આ વિચારે મને નમ્ર બનાવ્યો.’

૬, ૭. (ક) યહોવાએ કઈ અજોડ રીતે નમ્રતાનો દાખલો બેસાડ્યો છે? (ખ) કઈ રીતે યહોવાની નમ્રતા તેમના ભક્તને “મોટો” બનાવે છે?

યહોવા જે રીતે નમ્રતા બતાવે છે, એનો વિચાર કરવાથી પણ આપણને નમ્ર બનવા મદદ મળે છે. આના પર ધ્યાન આપો: ‘આપણે ઈશ્વરની સાથે કામ કરનારા છીએ.’ (૧ કોરીં. ૩:૯) જરા કલ્પના કરો! યહોવા ઈશ્વર સૌથી મહાન છે તોપણ, આપણને તેમના વચન બાઇબલનો ઉપયોગ કરીને પ્રચાર કરવાની તક આપી છે. આમ તે આપણને માન બતાવે છે. ખરું કે આપણે જે બી વાવીએ અને પાણી પાઈએ, એને તો વૃદ્ધિ યહોવા જ આપે છે. તોપણ, પોતાની સાથે કામ કરનારા ગણીને, તે આપણું સન્માન કરે છે. (૧ કોરીં. ૩:૬, ૭) શું એ યહોવાની નમ્રતાનો અજોડ દાખલો નથી? ખરેખર, યહોવાના દાખલામાંથી આપણે નમ્રતા કેળવવા ઉત્તેજન લેવું જોઈએ.

ઈશ્વરે બતાવેલી નમ્રતાથી ગીતશાસ્ત્રના લેખક દાઊદ, ઘણા જ પ્રભાવિત થયા હતા. એટલે તેમણે એક સ્તુતિગીતમાં જણાવ્યું: ‘પ્રભુ, તમે મને ઉદ્ધારની ઢાલ આપી છે. તમે નીચે નમીને મને ઉન્‍નત કરો છો.’ (ગીત. ૧૮:૩૫, કોમન લેંગ્વેજ) દાઊદને ઈસ્રાએલમાં જે મહાનતા મળી હતી એનો બધો શ્રેય તેમણે યહોવાની નમ્રતાને આપ્યો. કારણ, યહોવાએ દાઊદનું ધ્યાન રાખવા અને મદદ કરવા પોતાને દીન કર્યા હતા. (ગીત. ૧૧૩:૫-૭) આપણા વિશે પણ એવું જ છે. આપણા ગુણો, આવડતો અને લહાવાઓનો વિચાર કરીએ. આમાંથી આપણી પાસે શું છે જે યહોવા પાસેથી ‘પ્રાપ્ત થયું ન હોય?’ (૧ કોરીં. ૪:૭) વ્યક્તિ પોતાને નમ્ર બનાવે છે ત્યારે, તે યહોવાના ભક્ત તરીકે વધારે કીમતી બને છે. આ એક રીતે તે ‘મોટો’ ગણાય છે. (લુક ૯:૪૮) ચાલો એના વિશે આપણે આગળ જોઈએ.

‘તમારામાં જે સૌથી નાનો છે તે મોટો છે’

૮. યહોવાના સંગઠન પ્રત્યેના આપણા વલણને નમ્રતા કેવી રીતે અસર કરી શકે?

ઈશ્વરના સંગઠનમાં ખુશ રહેવા અને મંડળની જોગવાઈઓમાં સાથ આપવા, નમ્રતા ખૂબ જરૂરી છે. પેટ્રા નામની બહેનનો વિચાર કરો. તે યહોવાના સાક્ષીના કુટુંબમાં ઉછર્યાં હતાં. તે પોતાની મરજી પ્રમાણે જીવવા માંગતાં હતાં, એટલે તેમણે મંડળ છોડી દીધું. વર્ષો પછી, તે ફરીથી મંડળ સાથે સંગત રાખવાં લાગ્યાં. હવે, તે યહોવાના સંગઠનમાં ખુશ છે અને મંડળની બધી ગોઠવણોને પૂરો સાથ આપવા આતુર છે. કઈ બાબતે તેમનું વલણ બદલ્યું? તેમણે લખ્યું: ‘યહોવાના સંગઠનમાં ખુશ રહેવા માટે મારે મહત્ત્વના બે ગુણો સમજવાની અને કેળવવાની જરૂર પડી. એ છે નમ્રતા અને દીનતા.’

૯. યહોવા પાસેથી મળતા શિક્ષણને નમ્ર વ્યક્તિ કેવું ગણે છે? શા માટે એ વ્યક્તિને વધારે કીમતી બનાવે છે?

નમ્ર વ્યક્તિ યહોવાની બધી ગોઠવણો અને તેમના શિક્ષણની દિલથી કદર કરે છે. તેથી, એવી વ્યક્તિ બાઇબલનો ખંતથી અભ્યાસ કરે છે. ચોકીબુરજ અને સજાગ બનો! ઉત્સાહથી વાંચે છે. યહોવાના બીજા વિશ્વાસુ ભક્તોની જેમ, તે દરેક નવું સાહિત્ય ઘરની લાઇબ્રેરીમાં મૂકી દેતા પહેલાં એને વાંચવાની ટેવ પાડે છે. આપણે સાહિત્ય વાંચીને અને એનો અભ્યાસ કરીને કદર અને નમ્રતા બતાવીએ છીએ ત્યારે, સત્યમાં પ્રગતિ કરીએ છીએ. એમ કરતા રહીશું તો, યહોવા પોતાની ભક્તિમાં આપણો વધારે ઉપયોગ કરશે.—હિબ્રૂ ૫:૧૩, ૧૪.

૧૦. મંડળમાં નમ્રતાનો ગુણ કેવી રીતે બતાવી શકીએ?

૧૦ જે વ્યક્તિ પોતાને નમ્ર બનાવે છે તે બીજી રીતે પણ ‘મોટી’ છે. દરેક મંડળમાં યોગ્ય ભાઈઓને યહોવાની શક્તિના માર્ગદર્શન પ્રમાણે, વડીલો તરીકે પસંદ કરવામાં આવે છે. તેઓ મંડળની સભાઓ, પ્રચારકાર્ય અને બધાને વ્યક્તિગત રીતે ઉત્તેજન આપવાની ગોઠવણો કરે છે. આપણે નમ્રતાથી એ ગોઠવણોને સાથ આપીએ છીએ ત્યારે મંડળમાં ખુશી, શાંતિ અને સંપ વધે છે. (હિબ્રૂ ૧૩:૭, ૧૭ વાંચો.) જો તમે વડીલ કે સેવકાઈ ચાકર હો, તો યહોવાએ તમારા પર ભરોસો રાખીને તમને એ જવાબદારી સોંપી છે, એ માટે શું દિલથી આભારી નથી?

૧૧, ૧૨. કેવું વલણ આપણે યહોવાના સંગઠન માટે કીમતી બનાવશે? શા માટે?

૧૧ નમ્ર વ્યક્તિ યહોવાના સંગઠન માટે બહુ કીમતી છે, કેમ કે નમ્રતા તેને ઈશ્વરનો સારો અને ઉપયોગી સેવક બનાવે છે. ઈસુએ પોતાના શિષ્યોને નમ્ર બનવા શિખામણ આપી હતી, કેમ કે તેઓમાંના અમુકને એ સમયના વલણની અસર થઈ હતી. એ વિશે લુક ૯:૪૬ જણાવે છે: ‘તેઓમાં વાદવિવાદ શરૂ થયો કે આપણામાં સૌથી મોટો કોણ?’ કદાચ આપણે એવું વિચારવા લાગીએ કે સાથી ભાઈ-બહેનો કરતાં અમુક બાબતોમાં પોતે સારા છીએ અથવા બીજાઓ કરતાં ચઢિયાતા છીએ. દુનિયામાં મોટા ભાગે લોકોમાં ઘમંડ અને સ્વાર્થ જોવા મળે છે. તેથી, ચાલો આપણે નમ્ર બનીએ ઘમંડી લોકોથી દૂર રહીએ. જ્યારે આપણે એમ કરીએ છીએ અને યહોવાની ઇચ્છા જીવનમાં પ્રથમ રાખીએ છીએ, ત્યારે ભાઈ-બહેનો માટે ઉત્તેજન આપનારા સારા મિત્રો બનીએ છીએ.

૧૨ ઈસુની શિખામણ આપણને સાચે જ નમ્ર બનવાની પ્રેરણા આપે છે. શું આપણે જીવનનાં બધાં પાસાંમાં નમ્ર બનવાનો પ્રયત્ન કરવો ન જોઈએ? ચાલો, ત્રણ પાસાંનો વિચાર કરીએ.

નમ્ર બનવા બનતું બધું કરો

૧૩, ૧૪. પતિ અને પત્ની કેવી રીતે નમ્રતા બતાવશે? એનાથી તેઓના લગ્‍નજીવન પર કેવી અસર પડશે?

૧૩ લગ્‍નજીવનમાં. ઘણા લોકોને આજે પોતાના જ હક્કની વધારે પડી હોય છે. બીજાઓના હક્ક તેઓ માટે જરા પણ મહત્ત્વના હોતા નથી. પણ નમ્ર વ્યક્તિનું વલણ એવું નથી હોતું. પાઊલે રોમના મંડળને જેવું વલણ રાખવા ઉત્તેજન આપ્યું, એવું વલણ નમ્ર વ્યક્તિનું હોય છે. તેમણે લખ્યું: “જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારોવધારો કરી શકીએ એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું.” (રોમ. ૧૪:૧૯) નમ્રતાથી વર્તનાર વ્યક્તિ બધા સાથે અને ખાસ તો પોતાના લગ્‍નસાથી જોડે શાંતિથી રહેવાનો પ્રયત્ન કરે છે.

૧૪ મનોરંજનનો વિચાર કરો. એ બાબતમાં પતિ-પત્નીની પસંદગી અલગ અલગ હોઈ શકે. પતિને નવરાશની પળોમાં શાંતિથી ઘરે રહીને પુસ્તક વાંચવાનું ગમે. જ્યારે કે પત્નીને કદાચ બહાર જઈને જમવાનું અથવા મિત્રોને મળવાનું ગમે. કદાચ પતિનો નમ્ર સ્વભાવ હશે અને પોતાની જ ઇચ્છાઓને પહેલાં રાખવાને બદલે, પત્નીની ઇચ્છાઓ અને પસંદગીને ધ્યાન આપશે તો શું થશે? પતિને માન આપવું પત્ની માટે સહેલું બનશે! એવી જ રીતે, પત્ની હરવખત પોતાની મરજી પ્રમાણે કરવાને બદલે, પતિની ઇચ્છા પ્રમાણે કરશે તો, જરૂર પતિનો પ્રેમ અને કદર તેના માટે વધશે! જો પતિ-પત્ની નમ્ર રીતે વર્તશે, તો લગ્‍નબંધન મજબૂત બનશે.—ફિલિપી ૨:૧-૪ વાંચો.

૧૫, ૧૬. દાઊદે ગીતશાસ્ત્ર ૧૩૧માં કેવું વલણ રાખવા જણાવ્યું? એ કેવી રીતે મંડળમાં આપણા વર્તનને અસર કરશે?

૧૫ મંડળમાં. દુનિયામાં ઘણા લોકો તાત્કાલિક પોતાની ઇચ્છા સંતોષવા ચાહે છે. તેઓ પાસે ધીરજ હોતી જ નથી અને રાહ જોવી એ તેઓ માટે આકરી કસોટી બની જાય છે. જો આપણામાં નમ્રતા હશે તો, યહોવા માટે રાહ જોવી અને તેમના પર ભરોસો રાખવો સહેલું બનશે. (મીખાહ ૭:૭ વાંચો.) નમ્રભાવે યહોવાની રાહ જોવાથી ઘણા લાભ થાય છે. જેમ કે એનાથી દિલાસો, આશીર્વાદ, સંતોષ અને રક્ષણ મળે છે. તેથી, મીખાહની જેમ આપણે પણ ધીરજ અને રાહ જોવાનું વલણ બતાવીએ.

૧૬ જો તમે નમ્રતાથી યહોવા માટે રાહ જોશો, તો તમે પણ એવી જ રાહત અનુભવી શકશો. (ગીત. ૪૨:૫) કદાચ તમને વડીલ તરીકે સેવા આપવાની ઇચ્છા હોય, જેથી તમે મંડળને વધારે મદદ કરી શકો. (૧ તીમો. ૩:૧-૭) ખરું કે મંડળમાં વધારે જવાબદારી ઉપાડવા, વ્યક્તિએ પવિત્ર શક્તિની મદદથી યોગ્ય ગુણો કેળવવા બનતું બધું કરવું જોઈએ. પણ જો બીજાઓની સરખામણીમાં તમને એવી જવાબદારી મેળવવામાં વધુ સમય લાગે તો શું? નમ્ર વ્યક્તિ લહાવાઓ મેળવવા ધીરજથી રાહ જુએ છે અને યહોવાની સેવા ખુશીથી કરે છે. તેમ જ, સોંપવામાં આવેલું કામ તે આનંદથી કરે છે.

૧૭, ૧૮. (ક) માફી માંગવાથી અને બીજાઓને માફ કરવાથી કેવા પરિણામો આવશે? (ખ) જો અણધાર્યા સંજોગોને લીધે આપેલું વચન પાળી શકતા ન હોઈએ, તો નીતિવચનો ૬:૧-૫ કઈ સલાહ આપે છે?

૧૭ બીજાઓ સાથેના સંબંધમાં. માફી માંગવી મોટા ભાગના લોકો માટે અઘરું હોય છે. પણ ઈશ્વરના ભક્તો નમ્રતાનો ગુણ કેળવીને પોતાની ભૂલો સ્વીકારે છે અને માફી માંગે છે. તેઓ બીજાઓની ભૂલો પણ માફ કરવા તૈયાર રહે છે. ઘમંડી વલણ ભાગલા પાડે છે અને ઝઘડા ઊભા કરે છે. જ્યારે કે માફ કરવાનું વલણ મંડળમાં શાંતિ વધારે છે.

૧૮ આપણને નમ્ર બનવાની અને દિલથી માફી માંગવાની જરૂર ઊભી થઈ શકે. દાખલા તરીકે, આપણે કોઈને વચન આપ્યું હોય. પણ હવે કોઈ કારણસર એ વચન પ્રમાણે કરી શકતા નથી. એવા સંજોગોમાં પોતાની ભૂલનો વિચાર કરવો જોઈએ. ભલેને જે કંઈ બન્યું હોય એમાં ફક્ત આપણો વાંક ન હોય તોપણ, ભૂલ સ્વીકારવી જોઈએ.—નીતિવચનો ૬:૧-૫ વાંચો.

૧૯. બાઇબલ આપણને નમ્ર બનવા ઉત્તેજન આપે છે, એ માટે આપણે કેમ આભારી છીએ?

૧૯ બાઇબલ આપણને નમ્રભાવે વર્તવાનું ઉત્તેજન આપે છે, એ માટે આપણે કેટલા આભારી છીએ! જોકે, અમુક વખતે આપણા માટે નમ્ર બનવું કદાચ અઘરું હોઈ શકે. એવા સમયે વિચારીએ કે યહોવા આપણાથી કેટલા મહાન છે, તોય નમ્રભાવે વર્તે છે. એમ વિચારીશું તો તેમની જેમ નમ્રતા બતાવવી આપણા માટે સહેલું બનશે. એનાથી આપણે યહોવાના વધારે કીમતી ભક્ત બનીશું. તો ચાલો, આપણે નમ્રતા કેળવવા માટે બનતા બધા પ્રયત્નો કરીએ. (w12-E 11/15)

^ નામ બદલ્યાં છે.