સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયામાં “પ્રવાસી” તરીકે રહીએ

દુનિયામાં “પ્રવાસી” તરીકે રહીએ

‘તમે પરદેશી અને પ્રવાસી જેવા છો. હું તમને વિનંતી કરું છું કે તમારું શરીર જે ઇચ્છે છે એ વિષયોથી દૂર રહો.’—૧ પીત. ૨:૧૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

૧, ૨. પીતરે કોને “પસંદ કરવામાં આવેલા” તરીકે ઓળખાવ્યા? તેઓને શા માટે “પ્રવાસી” કહ્યા?

 ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા એનાં ત્રીસેક વર્ષ પછી, પ્રેરિત પીતરે “પંતસ, ગલાતીઆ, કાપાદોકીઆ, આસિયા, અને બિથુનીઆમાં વિખેરાએલા પરદેશી તરીકે રહેનારા” ભાઈ-બહેનોને પત્ર લખ્યો. તેમણે તેઓને “પસંદ કરવામાં આવેલા” પણ કહ્યા. (૧ પીત. ૧:૧, ૨) જ્યારે પીતરે કહ્યું કે “પસંદ કરવામાં આવેલા,” ત્યારે તે અભિષિક્ત ખ્રિસ્તીઓની વાત કરતા હતા. તે એવા અભિષિક્ત ખ્રિસ્તીઓને લખતા હતા, જેઓનો “પુનર્જન્મ [નવો જન્મ, NW]” થયો છે. તેઓને સ્વર્ગમાંથી ઈસુ સાથે રાજ કરવાની જીવંત આશા મળી છે. (૧ પીતર ૧:૩, ૪ વાંચો.) પણ, સવાલ થાય કે શા માટે તેમણે પસંદ થયેલાઓને “પરદેશી તથા પ્રવાસી” કહ્યા? (૧ પીત. ૨:૧૧) એમાં આપણે કેમ રસ લેવો જોઈએ, કેમ કે યહોવાના સાક્ષીઓમાંથી ફક્ત અમુક જણ જ પોતાને અભિષિક્ત તરીકે ઓળખાવે છે?

પહેલી સદીમાં અભિષિક્તજનો “પ્રવાસી” કહેવાયા એ યોગ્ય જ હતું. આજે પણ એ વર્ગના અમુક લોકો પૃથ્વી પર છે, પણ એ તેઓનું કાયમી રહેઠાણ નથી. પ્રેરિત પાઊલ પણ “નાની ટોળી”ના અભિષિક્ત હતા. તેમણે સમજાવ્યું કે ‘આપણી નાગરિકતા સ્વર્ગની છે; ત્યાંથી પણ આપણે તારનારની, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની, રાહ જોઈએ છીએ.’ (લુક ૧૨:૩૨; ફિલિ. ૩:૨૦) એનો અર્થ થાય કે જ્યારે પણ કોઈ અભિષિક્તનું મરણ થાય છે, ત્યારે તે શેતાનના કબજામાં રહેલી પૃથ્વી છોડીને, સ્વર્ગમાં અમર જીવન મેળવે છે. (ફિલિપી ૧:૨૧-૨૩ વાંચો.) તેથી, એમ કહેવું યોગ્ય જ છે કે તેઓ પૃથ્વી પર “પ્રવાસી” જેવા છે.

૩. તો હવે “બીજાં ઘેટાં” વિશે કયો સવાલ ઊભો થાય છે?

તો હવે “બીજાં ઘેટાં” વિશે શું? (યોહા. ૧૦:૧૬) શું તેઓની પણ બાઇબલ આધારિત આશા નથી કે તેઓ પૃથ્વી પરના કાયમી રહેવાસીઓ બનશે? હા જરૂર, પૃથ્વી તેઓ માટેનું કાયમી રહેઠાણ બનશે. તેમ છતાં, અમુક અંશે કહી શકીએ કે તેઓ પ્રવાસી જેવા છે. કયા અર્થમાં?

‘આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખે છે’

૪. દુનિયાના આગળ પડતા લોકો શું કરવામાં લાચાર છે?

જ્યાં સુધી શેતાનની દુનિયા ચાલશે ત્યાં સુધી બધાને અને ખાસ કરીને યહોવાના ભક્તોને દુઃખ સહેવું પડશે. કેમ કે યહોવા સામે શેતાને બંડ પોકાર્યો છે. રોમનો ૮:૨૨ જણાવે છે: “આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.” દુનિયાના નેતાઓ, વૈજ્ઞાનિકો અને સમાજ સેવકો દુઃખ-તકલીફો મિટાવવાનો ગમે એટલો પ્રયત્ન કરે, તોપણ તેઓ એકદમ લાચાર છે.

૫. વર્ષ ૧૯૧૪થી લાખો લોકોએ કયું પગલું ભર્યું છે અને શા માટે?

વર્ષ ૧૯૧૪થી લાખો લોકો, યહોવાએ પસંદ કરેલા રાજા ઈસુ ખ્રિસ્તની પ્રજા બની રહ્યા છે. તેઓને શેતાનની દુનિયાનો ભાગ બનવામાં જરાય રસ નથી, તેમ જ કોઈ પણ રીતે એને સહકાર આપવા માંગતા નથી. પણ, તેઓ પોતાનું જીવન અને ધનસંપત્તિ યહોવાના રાજ્યને સાથ આપવામાં વાપરે છે.—રોમ. ૧૪:૭, ૮.

૬. કયા અર્થમાં યહોવાના સાક્ષીઓ પ્રવાસી છે?

આજે યહોવાના સાક્ષીઓ ૨૦૦ કરતાં વધારે દેશોમાં રહે છે. ભલેને તેઓ ગમે ત્યાં રહેતા હોય તોપણ, તેઓ પોતાને પ્રવાસીઓ ગણે છે અને એ દેશના કાયદા-કાનૂન પાળે છે. પણ તેઓ રાજકારણ અને સમાજના ઝઘડામાં માથું મારતા નથી. તેઓ આજે પણ પોતાને એ દુનિયાના નાગરિકો ગણે છે, જેનું ઈશ્વરે વચન આપ્યું છે. શેતાનની દુનિયાના દિવસો ગણાઈ રહ્યા હોવાથી, હવે તેઓને એમાં થોડો સમય જ પ્રવાસી તરીકે રહેવું પડશે. એ જાણીને તેઓને ખૂબ જ આનંદ થાય છે.

૭. ઈશ્વરના ભક્તો કઈ રીતે પૃથ્વી પર કાયમી રહેવાસીઓ બનશે?

હવે બહુ જલદી ઈસુ પોતાની સત્તાનો ઉપયોગ કરીને શેતાનની દુષ્ટ દુનિયાનો નાશ કરશે. તેમની સંપૂર્ણ સરકાર પૃથ્વી પરથી પાપ અને દુઃખ-તકલીફો જડમૂળમાંથી કાઢી નાખશે. યહોવાના ન્યાયી રાજ્ય સામે કોઈ પણ સ્વર્ગદૂત કે મનુષ્ય બળવો કરશે તો, તેઓનો ઈસુ નાશ કરશે. આમ, ઈશ્વરના વફાદાર ભક્તો સુંદર પૃથ્વી પર કાયમી રહેવાસીઓ બનશે. (પ્રકટીકરણ ૨૧:૧-૫ વાંચો.) પછી ખરા અર્થમાં સૃષ્ટિ ‘નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામશે.’—રોમ. ૮:૨૧.

સાચા ખ્રિસ્તીઓ પાસે કેવી અપેક્ષા રાખવામાં આવે છે?

૮, ૯. ‘શરીરની ઇચ્છાઓથી દૂર રહેવા’ વિશે પીતર શું કહેવા માંગતા હતા? સમજાવો.

ખ્રિસ્તીઓએ કેવું વલણ રાખવું જોઈએ, એ સમજાવતા પીતરે કહ્યું: “પ્રિય મિત્રો, આ દુનિયામાં તમે . . . પરદેશી અને પ્રવાસી જેવા છો. તેથી હું તમને વિનંતી કરું છું કે તમારું શરીર જે ઇચ્છે છે તે વિષયોથી દૂર રહો.” (૧ પીત. ૨:૧૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન) ખરું કે એ સલાહ અભિષિક્તોને આપવામાં આવી હતી, તોપણ ઈસુનાં બીજાં ઘેટાંને એ સલાહ એટલી જ લાગુ પડે છે.

આપણામાં રહેલી અમુક ઇચ્છાઓ, ઈશ્વરની મરજી પ્રમાણે સંતોષીએ તો એમાં કંઈ ખોટું નથી. એ સંતોષવાથી જીવનમાં આનંદ વધે છે. દાખલા તરીકે, આપણા બધામાં ખાવા-પીવાની, આનંદ આપતી પ્રવૃત્તિમાં ભાગ લેવાની અને સારા મિત્રો સાથે સમય વિતાવવાની કુદરતી ઇચ્છાઓ રહેલી છે. એવી જ રીતે, લગ્‍નસાથી જોડે જાતીય સંબંધ બાંધવાની ઇચ્છામાં પણ કંઈ ખોટું નથી. (૧ કોરીં. ૭:૩-૫) પરંતુ પીતર ‘શરીરની ઇચ્છાઓ’ વિશે વાત કરતા હતા. બીજા બાઇબલના અનુવાદો એને “શારીરિક દુર્વાસનાઓ” (કોમન લેંગ્વેજ) કે “વાસના” (સંપૂર્ણ બાઇબલ) કહે છે. યહોવાએ આપણને સ્પષ્ટ જણાવ્યું છે કે કુદરતી ઇચ્છાઓ કેવી રીતે સંતોષવી જોઈએ. જો એ રીતે ઇચ્છાઓ નહિ સંતોષીએ, તો યહોવા સાથેનો આપણો સંબંધ કપાઈ જશે. તેમ જ, કાયમ જીવવાનો આશીર્વાદ પણ ગુમાવી દઈશું.

૧૦. શેતાન આપણને આ દુનિયામાં ફસાવવા કેવી રીતો વાપરે છે?

૧૦ શેતાનનો એક જ મકસદ રહેલો છે. એ જ કે આપણે આ દુનિયામાં પ્રવાસી છીએ એ ભૂલી જઈએ. તે આપણને ધનદોલતની ચમકદમક, સમાજમાં માનમોભો મેળવવાની ઇચ્છા, વ્યભિચાર જેવાં કામોની લાલચ, દેશભક્તિ અને ‘બધાથી ચડિયાતા’ બનવાના વલણની જાળમાં ફસાવવા માંગે છે. એવી ઇચ્છાઓથી દૂર રહેવાની મનમાં ગાંઠ વાળવાથી સ્પષ્ટ બતાવીએ છીએ કે આપણે શેતાનની દુનિયાનો કોઈ ભાગ નથી. તેમ જ, આ દુનિયામાં થોડા સમયના પ્રવાસી જેવા છીએ. આપણે તો યહોવાની ન્યાયી દુનિયામાં કાયમી રહેવાસી બનવા ચાહીએ છીએ અને એ માટે તનતોડ મહેનત પણ કરીએ છીએ.

સારું વલણ બતાવીએ

૧૧, ૧૨. પરદેશીઓ વિશે અમુક વાર લોકો કેવું વિચારે છે? યહોવાના સાક્ષીઓ વિશે અમુક લોકો શું વિચારે છે?

૧૧ આપણે પ્રવાસીઓ હોવાથી કેવું વલણ રાખવું જોઈએ, એ વિશે વધારે સમજાવતા પીતર ૧૨મી કલમમાં આમ જણાવે છે: ‘લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં સારાં કામ જોઈને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.’ ઘણી વાર પરદેશીઓની નિંદા કરવામાં આવતી હોય છે. ફક્ત એ કારણને લીધે કે તેઓ ત્યાંના નાગરિકોથી અલગ હોય છે. અરે, તેઓને ખરાબ લોકો તરીકે પણ ગણવામાં આવતા હોઈ શકે. પરદેશીઓની બોલવાની રીત, વર્તન, પહેરવેશ અને દેખાવ પણ અલગ હોય શકે. પરંતુ તેઓનાં સારાં વર્તન અને કામો જોઈને નાગરિકોના આરોપ જૂઠા સાબિત થાય છે.

૧૨ એવી જ રીતે, આપણે યહોવાના સાક્ષીઓ હોવાથી, આપણા પડોશીઓથી ઘણી રીતે અલગ છીએ. દાખલા તરીકે, વાણી-વર્તન કે મનોરંજનની પસંદગીમાં. પોતાના પહેરવેશથી દેખાય આવે છે કે બીજાઓથી આપણે અલગ છીએ. આપણે ઘણી રીતે અલગ હોવાને લીધે, અજાણી વ્યક્તિ કદાચ આપણા પર આરોપ મૂકે. જેમ કે, આપણે દુષ્ટ કે વિચિત્ર લોકો છીએ. જ્યારે કે બીજા લોકો કદાચ આપણાં સારાં વાણી-વર્તન જોઈને વખાણ કરશે.

૧૩, ૧૪. સારાં વાણી-વર્તનથી આરોપ કેવી રીતે ખોટા સાબિત કરી શકાય એ ઉદાહરણથી સમજાવો.

૧૩ સાચે જ, સારાં વાણી-વર્તનથી આરોપ ખોટા સાબિત કરી શકાય છે. અરે, ઈસુ પૂરેપૂરી રીતે યહોવાને વફાદાર રહ્યા હતા, તોપણ તેમની પર આરોપ મૂકવામાં આવ્યા હતા. અમુકે તેમને ‘ખાઉધરા અને દારૂબાજ માણસ, દાણીઓના તથા પાપીઓના મિત્ર!’ કહ્યા હતા. (માથ. ૧૧:૧૯) હકીકતમાં તો, ઈસુએ ઈશ્વરભક્તિથી સાબિત કરી આપ્યું કે લોકોના આરોપ જૂઠા છે. ઈસુએ કહ્યું: “સારું ઝાડ સારાં ફળ આપે છે.” (માથ. ૭:૧૭) આજે પણ એ સાચું છે. દાખલા તરીકે, જર્મનીના સેલ્ટર્સ ગામમાં બેથેલ આવેલું છે. આપણાં ભાઈ-બહેનો સેવા આપે છે, એ ત્યાંના લોકોને વિચિત્ર લાગે છે. પણ ત્યાંના મેયરે આપણા પક્ષમાં બોલતા કહ્યું: “ત્યાં સેવા આપતા સાક્ષીઓની એક અલગ જીવનઢબ છે. પણ, એનાથી તેઓના પડોશીઓને કોઈ પણ રીતે ખલેલ પહોંચતી નથી.”

૧૪ રશિયાના મૉસ્કો શહેરમાં રહેતા યહોવાના સાક્ષીઓ વિશે પણ તાજેતરમાં એવું જ કહેવામાં આવ્યું હતું. તેઓ પર એવા અનેક આરોપો મૂકવામાં આવ્યા કે તેઓ ખરાબ કામ કરે છે. અમુક જણે કહ્યું કે યહોવાના સાક્ષીઓ કુટુંબનું જીવન બરબાદ કરી નાખે છે, લોકોને આત્મહત્યા કરવા ઉત્તેજન આપે છે, સારવાર માટે ડૉક્ટરની મદદ લેવાની ના પાડે છે. પરંતુ ફ્રાંસના સ્ટ્રાસબુર્ગમાં આવેલી યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સે, જૂન ૨૦૧૦માં ચુકાદો આપ્યો કે મૉસ્કો શહેરે યહોવાના સાક્ષીઓની ભક્તિમાં દખલગીરી કરી એ ખોટું હતું અને સાક્ષીઓની સભાઓ બંધ કરવાનો તેઓ પાસે કોઈ હક્ક નથી. તેમ જ, યુરોપિયન કોર્ટે જણાવ્યું કે રશિયાની કોર્ટ પાસે કોઈ પુરાવો ન હતો કે યહોવાના સાક્ષીઓએ ખોટાં કામ કર્યા છે. એમાં એ પણ જણાવ્યું કે મૉસ્કોની અદાલતોએ કડક રીતે નિયમ વાપરીને યહોવાના સાક્ષીઓ સાથે અન્યાયી રીતે વર્ત્યા હતા.

આધીનતા બતાવીએ

૧૫. આખી દુનિયામાં રહેતા સાચા ખ્રિસ્તીઓ બાઇબલના કયા સિદ્ધાંત પ્રમાણે જીવે છે?

૧૫ હકીકતમાં, મૉસ્કોના જ નહિ પણ આખી દુનિયામાં યહોવાના સાક્ષીઓ બીજી એક જરૂરિયાત પૂરી કરે છે, જે પીતરે ખ્રિસ્તીઓને જણાવી હતી. પીતરે લખ્યું કે ‘માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને પ્રભુની ખાતર આધીન રહો: રાજાને સર્વોપરી સમજીને કે અધિકારીઓને આધીન રહો.’ (૧ પીત. ૨:૧૩, ૧૪) ખરું કે સાચા ખ્રિસ્તીઓ આ દુષ્ટ જગતનો ભાગ નથી, તોપણ તેઓ રાજીખુશીથી સરકારોને આધીન રહે છે. જ્યાં સુધી ઈશ્વરના નિયમો વિરુદ્ધ ન હોય ત્યાં સુધી તેઓ આધીનતા બતાવે છે.—રોમનો ૧૩:૧, ૫-૭ વાંચો.

૧૬, ૧૭. (ક) આપણે સરકારો વિરુદ્ધ નથી, એનો શું પુરાવો છે? (ખ) અમુક નેતાઓએ શું કબૂલ કર્યું છે?

૧૬ શેતાનની દુનિયામાં આજે યહોવાના સાક્ષીઓ પ્રવાસીઓ જેવા રહે છે, પણ એમ કરીને તેઓ છૂપી રીતે સરકારનો વિરોધ કરતા નથી. તેમ જ, લોકો જ્યારે રાજકારણ કે સમાજ માટે કોઈ પણ નિર્ણય લેતા હોય, ત્યારે એમાં તેઓ માથું મારતા નથી કે વિરોધ કરતા નથી. અમુક ધર્મો રાજકારણમાં માથું મારે છે, પણ યહોવાના સાક્ષીઓ એવું નથી કરતા. તેમ જ, સરકારે કેવા નિયમો ઘડવા જોઈએ એનું પણ તેઓ દબાણ કરતા નથી. ભલે અમુક લોકો કહેશે કે સાક્ષીઓ અશાંતિ ફેલાવે છે કે સરકારને ઉથલાવી નાખવાની કોશિશ કરે છે, પણ એવા આરોપો સાવ પાયા વગરના છે!

૧૭ પીતરે સલાહ આપી કે “રાજાનું સન્માન કરો.” એ કારણથી કોઈ પણ સરકારી અધિકારી હોદ્દા પર હોય, તેને સાક્ષીઓ માન બતાવે છે. (૧ પીત. ૨:૧૭) અમુક વાર, અધિકારીઓ સ્વીકારે છે કે તેઓ પાસે એવા કોઈ પુરાવા નથી કે યહોવાના સાક્ષીઓ દેશ માટે ખતરો છે. દાખલા તરીકે, સ્ટેફન રીકેનો વિચાર કરો. તે જર્મનીમાં આવેલા, બ્રેન્ડેનબર્ગ રાજ્યના મંત્રીમંડળના એક મંત્રી હતા. સમય જતાં, તે જર્મનીના સાંસદ સભ્ય બન્યા. તે જણાવે છે કે જ્યારે નાઝી સત્તાએ યહોવાના સાક્ષીઓની સતાવણી કરી, ત્યારે સાક્ષીઓએ એકદમ સારું વર્તન બતાવ્યું હતું. તેઓને સતાવવામાં આવ્યા તોપણ, તેઓએ પોતાની માન્યતા બદલી નહિ. તેઓ બીજા કેદીઓ સાથે દયાભાવથી વર્તતા. સ્ટેફને જણાવ્યું કે જર્મની જેવા દેશ માટે એવા ગુણો ખૂબ મહત્ત્વના હતા, કેમ કે ત્યાં અમુક લોકો વધુ ને વધુ ક્રૂર બની રહ્યા છે. ખાસ કરીને એવા લોકો પ્રત્યે, જેઓ ધર્મ અને રાજકારણ વિશે અલગ વિચારો ધરાવે છે અથવા પરદેશીઓ છે.

પ્રેમ બતાવીએ

૧૮. (ક) બધા ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો એ કેમ આપણા માટે સ્વાભાવિક છે? (ખ) બહારના લોકોએ સાક્ષીઓ વિશે શું નોંધ્યું છે?

૧૮ પ્રેરિત પીતરે લખ્યું કે “બંધુમંડળ પર પ્રીતિ રાખો. ઈશ્વરનું ભય રાખો.” (૧ પીત. ૨:૧૭) યહોવા નારાજ ન થાય એવો ભય રાખીને સાક્ષીઓ ચાલે છે, આ તેઓને યહોવાની ઇચ્છા પ્રમાણે જીવવા વધુ એક કારણ આપે છે. તેઓ રાજીખુશીથી જગતવ્યાપી ભાઈ-બહેનો સાથે એક થઈને યહોવાને ભજે છે. એટલે સ્વાભાવિક રીતે તેઓને “બંધુમંડળ પર” ખૂબ જ પ્રેમ છે. આજે સ્વાર્થી જગતમાં આવો પ્રેમ જલદીથી જોવા મળતો નથી. અમુક વાર, જેઓ યહોવાને ભજતા નથી તેઓ આવો પ્રેમ જોઈને નવાઈ પામે છે. દાખલા તરીકે, અમેરિકાની ટ્રાવેલ એજન્સી સાથે કામ કરતી ગાઇડનો વિચાર કરો. જર્મનીમાં યહોવાના સાક્ષીઓના ૨૦૦૯ના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આવેલા પરદેશીઓને પ્રેમ બતાવવામાં આવતો અને મદદ કરવામાં આવતી, એ જોઈને તે નવાઈ પામી. તેણે કહ્યું કે ગાઇડ તરીકે ઘણાં વર્ષો કામ કર્યું છે, પણ આજ સુધી કદી આવો પ્રેમ જોયો નથી. પછીથી તેના વિશે જણાવતા એક ભાઈ કહે છે: ‘ગાઇડ આપણા વિશે જે કંઈ પણ કહેતી ત્યારે, તેના અવાજમાં આશ્ચર્ય અને ઉત્સાહ જોવા મળતો.’ આપણા કોઈ સંમેલનમાં તમે હાજરી આપી ત્યારે, શું એવો કોઈ અનુભવ થયો છે, જેમાં બહારના લોકોએ સાક્ષીઓને જોઈને એવું કંઈ કહ્યું હોય?

૧૯. આપણે શું કરવાનો નિર્ણય કરવો જોઈએ અને કેમ?

૧૯ આગળ જોઈ ગયા તેમ યહોવાના સાક્ષીઓ બધી જ રીતે બતાવે છે કે તેઓ ખરા અર્થમાં, શેતાનની દુનિયામાં “પ્રવાસી” છે. તેમ જ, તેઓ ખુશીથી પ્રવાસી તરીકે રહેવાના નિર્ણયમાં મક્કમ છે. તેઓની મજબૂત આશા છે કે જલદી જ આવી રહેલી ઈશ્વરની ન્યાયી નવી દુનિયામાં તેઓ કાયમી રહેવાસીઓ બનશે. શું તમે પણ એ દુનિયાની આતુરતાથી રાહ જુઓ છો? (w12-E 12/15)