સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આપણે ઈશ્વરને સવાલ કરી શકીએ?

શું આપણે ઈશ્વરને સવાલ કરી શકીએ?

અમુક લોકો કહેશે કે આપણાથી ઈશ્વરને સવાલ ન પૂછાય. કદાચ તેઓને લાગે કે ઈશ્વર શા માટે અમુક બાબતો થવા છે અને અમુક થવા દેતા નથી, એમ ઈશ્વરને પૂછવું એ તો તેમનું અપમાન કર્યાં બરાબર છે. શું તમે પણ એવું માનો છો?

જો તમે પણ એમ માનતા હો, તો એ જાણીને નવાઈ થશે કે ઘણા ભક્તોએ ઈશ્વરને સવાલો કર્યા હતા. નોંધ કરો કે તેઓએ ઈશ્વરને કેવા સવાલો કર્યા:

ઈશ્વરભક્ત અયૂબે પૂછ્યું: ‘શા માટે તમે તમારું મુખ છુપાવો છો અને મને તમારો શત્રુ ગણો છો?’અયૂબ ૧૩:૨૪.

ઈશ્વરભક્ત હબાક્કૂકે પૂછ્યું: ‘તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટોને જોઈ શકતા નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. તમે એવા છતાં કપટીઓને કેમ જોઈ ખમો છો, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તમે કેમ છાના રહો છો?’હબાક્કૂક ૧:૧૩.

ઈસુએ પૂછ્યું: ‘ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’માથ્થી ૨૭:૪૬.

બાઇબલની એ કલમોની આગળ પાછળના અહેવાલને, જો તમે વાંચશો તો ક્યાંય એવું જોવા નહિ મળે કે એ ભક્તોએ કરેલા સવાલોથી યહોવા * ઈશ્વરને ખોટું લાગ્યું હતું. ઈશ્વરની ધીરજ નવાઈ પમાડે એવી નથી. દાખલા તરીકે, આપણે જ્યારે પ્રાર્થનામાં તેમને વિનંતી કરીએ છીએ કે તંદુરસ્ત રહેવા અમારી જીવન-જરૂરિયાતો પૂરી પાડો, ત્યારે એનાથી તેમને ખોટું લાગતું નથી. તે રાજીખુશીથી આપણી જીવન-જરૂરિયાતો પૂરી પાડે છે. (માથ્થી ૬:૧૧, ૩૩) એવી જ રીતે, આપણી લાગણીઓ અને મન તંદુરસ્ત રહે, એ માટે તે ખુશીથી જરૂરી માહિતી આપે છે. (ફિલિપી ૪:૬, ૭) હકીકતમાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે ‘માગતા રહો તો તમને મળશે.’ (માથ્થી ૭:૭) એની આગળ-પાછળની કલમોમાંથી જોવા મળે છે કે ઈસુએ ફક્ત જીવન-જરૂરિયાતો પૂરી પાડવાનું જ નહિ, પણ મહત્ત્વના સવાલોના જવાબ આપવાનું પણ વચન આપ્યું હતું.

જો તમને તક મળે તો આ સવાલોમાંથી ઈશ્વરને તમે કયો પૂછશો:

  • મારા જીવનનો કોઈ હેતુ છે?

  • મરણ પછી મારું શું થશે?

  • તમે મારા પર દુઃખ કેમ આવવા દો છો?

બાઇબલ “ઈશ્વરપ્રેરિત” હોવાથી, તમે એ સવાલોના જવાબ એમાંથી મેળવી શકશો. (૨ તીમોથી ૩:૧૬) એ પણ વિચારો કે અમુક લોકોએ ઉપર જણાવેલા સવાલો કેમ કર્યા હતા અને બાઇબલ એનો શું જવાબ આપે છે. (w12-E 11/01)

^ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ “યહોવા” છે.