અમારા વાચકો માટે
તમે વાંચી રહ્યા છો એ મૅગેઝિન જુલાઈ ૧૮૭૯થી બહાર પડે છે, ત્યારથી લઈને સમય ઘણો બદલાયો છે. સમયની સાથે સાથે આ મૅગેઝિન પણ બદલાયું છે. (ઉપરનું ચિત્ર જુઓ.) આ અંકની શરૂઆતથી તમને ચોકીબુરજમાં બીજા અમુક ફેરફારો પણ દેખાશે. એ કયા છે?
ઘણા દેશોમાં હવે વધારેને વધારે લોકોને ઓનલાઇન માહિતી મેળવવી ગમે છે. ઘણી બધી માહિતી ફક્ત ઇન્ટરનેટ પર પ્રાપ્ય છે અને માઉસનું એક બટન દબાવવાથી એ મેળવી શકાય છે. ઘણાં પુસ્તકો, મૅગેઝિનો અને ન્યૂઝ પેપર ઓનલાઇન વાંચી શકાય છે.
ઘણાને હવે ઓનલાઇન વાંચવું ગમતું હોવાથી, અમે www.pr418.com વેબસાઇટ આખી નવી બનાવી છે. હવે એ દેખાવે સરસ અને વાપરવામાં ઘણી સહેલી છે. આ સાઇટ પર લોકો હવે ૪૩૦ કરતાં વધારે ભાષાઓમાં સાહિત્ય વાંચી શકશે. છાપેલા મૅગેઝિનમાં અમુક વિષય પર લેખો નિયમિત રીતે આવતા હતા. જોકે, આ મહિનાથી એવા અમુક વિષયો ફક્ત ઓનલાઇન વાંચી શકાશે. a
વધારે લેખો ઓનલાઇન થઈ જવાથી, આ અંકથી જનતા માટેનું ચોકીબુરજ, (પબ્લિક એડીશન) હવેથી ૩૨ પાનનું નહિ, પણ ૧૬ પાનનું હશે. હાલમાં ચોકીબુરજ ૨૦૪ ભાષામાં બહાર પડે છે. જોકે, મૅગેઝિન ૧૬ પાનનું થઈ જવાથી હવે વધારે ભાષાઓમાં અનુવાદ કરવો શક્ય બનશે. વધુમાં, ગુજરાતી ચોકીબુરજના હવેથી બે અંક બહાર પડશે. મહિનાની પહેલી તારીખનો અંક જનતા માટે હશે, જે દર ત્રણ મહિને બહાર પડશે. જ્યારે કે, બીજો અંક ૧૫મી તારીખનો હશે. એમાં અભ્યાસ લેખો હશે, જેનો યહોવાના સાક્ષીઓ પોતાના મંડળની સભામાં અભ્યાસ કરશે. આ સભામાં કોઈ પણ આવી શકે છે. ૧૫મી તારીખનો અંક દર મહિને બહાર પડશે.
અમારી આશા છે કે આ ફેરફારોને લીધે જીવન બચાવનાર બાઇબલ સંદેશો વધારે ને વધારે લોકો સુધી પહોંચે. લોકોને જ્ઞાન આપે અને વાંચવી ગમે એવી માહિતી આપતા રહેવાનો અમે દૃઢ નિર્ણય કર્યો છે. એ માહિતી અમે છાપેલાં પાનાઓમાં અને ઓનલાઇન પૂરી પાડતા રહીશું. એમ કરવાથી અમારા એવા વાચકોને ફાયદો થશે, જેઓને બાઇબલ માટે માન છે અને એના શિક્ષણ વિશે જાણવાની ઇચ્છા છે. (w13-E 01/01)
પ્રકાશકો
a ફક્ત ઓનલાઇન વાંચી શકાય એવા અમુક લેખો આ છે: “For Young People,” જેમાં યુવાનોને બાઇબલનો અભ્યાસ કરવા મદદ મળે એવી માહિતી છે. અને “My Bible Lessons,” એ લેખો ખાસ એવાં માબાપ માટે છે, જેઓ ત્રણ કે એથી નાની ઉંમરનાં બાળકોને એમાંથી શીખવી શકે.