મુખ્ય વિષય: મુસા પાસેથી શું શીખી શકીએ?
મુસા કોણ હતા?
મુસા નામ સાંભળો ત્યારે તમારા મનમાં શું આવે છે . . .
-
માતાએ ટોપલીમાં સંતાડીને નાઈલ નદીમાં મૂકેલું બાળક?
-
મિસરમાં (ઇજિપ્તમાં) ફારુનની દીકરી પાસે મહેલમાં મોટો થયેલો છોકરો, જે કદી ભૂલ્યો નહિ કે પોતે ઈસ્રાએલી છે?
-
૪૦ વર્ષ સુધી ઘેટાંપાળક તરીકે મિદ્યાનમાં રહેલી વ્યક્તિ?
-
બળતા ઝાડવા સામે યહોવા a સાથે વાત કરનાર?
-
ઈસ્રાએલીઓને ગુલામીમાંથી છોડી દેવા હિંમતથી મિસરના રાજાને કહેનાર?
-
રાજાએ સાચા ઈશ્વરનો નકાર કર્યો હોવાથી, ઈશ્વરનાં માર્ગદર્શનથી એમ કહેનાર કે મિસર પર દસ આફતો આવશે?
-
ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવનાર?
-
લાલ સમુદ્રના બે ભાગ કરનાર?
-
ઈસ્રાએલીઓને ઈશ્વરની દસ આજ્ઞાઓ આપનાર?
મુસાએ એ અને એના જેવું બીજું ઘણું કર્યું. એમાં કોઈ શંકા નથી કે ખ્રિસ્તીઓ, યહુદીઓ અને મુસલમાન લોકો મુસાને ઘણું માન આપે છે.
મુસા એક પ્રબોધક કે પયગંબર હતા, જેમણે ‘મહાન કૃત્યો’ કર્યા. (પુનર્નિયમ ૩૪:૧૦-૧૨) ઈશ્વરે આપેલી મોટી જવાબદારી ઉપાડવા તે તૈયાર હતા. જોકે, મુસા સામાન્ય વ્યક્તિ હતા. બીજા પ્રબોધકોની જેમ તેમની લાગણીઓ અને ‘સ્વભાવ આપણા જેવા હતા.’ (યાકૂબ ૫:૧૭) મુસાને પણ આપણા જેવી અનેક તકલીફો પડી હતી અને તે એમાં સફળ થયા.
મુસા કેવી રીતે સફળ થયા એ જાણવું તમને ગમશે? ચાલો મુસાના ત્રણ ગુણોની ચર્ચા કરીએ અને તેમના ઉદાહરણમાંથી શું શીખી શકીએ એ જોઈએ. (w13-E 02/01)
a બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ “યહોવા” છે.