સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ ડ્રામા માટે લગભગ ૨૭,૫૦૦ કિલો પથ્થરનો ભૂક્કો માઉન્ટ ઇબો સ્ટુડિયોમાં લાવવામાં આવ્યો

તમારા દાન કઈ રીતે વપરાય છે?

૨૦૨૦નું મહાસંમેલન ‘હંમેશાં આનંદ કરો!’ના વીડિયો કઈ રીતે તૈયાર કરવામાં આવ્યા?

૨૦૨૦નું મહાસંમેલન ‘હંમેશાં આનંદ કરો!’ના વીડિયો કઈ રીતે તૈયાર કરવામાં આવ્યા?

૧૦ ઑગસ્ટ, ૨૦૨૦

આપણા મહાસંમેલનના વીડિયો દિલને સ્પર્શી જાય છે. એની મદદથી આપણે બાઇબલને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. ૨૦૨૦નું મહાસંમેલન ‘હંમેશાં આનંદ કરો!’ એમાં ૧૧૪ વીડિયો બતાવવામાં આવ્યા. તેમ જ ૪૩ પ્રવચનો નિયામક જૂથના સભ્યો અને તેમના મદદનીશ ભાઈઓએ આપ્યા હતા. શું તમને ખબર છે કે આ રીતે વીડિયો તૈયાર કરવામાં કેટલી મહેનત લાગી હશે અને કેટલો ખર્ચ થયો હશે?

આ આખો કાર્યક્રમ તૈયાર કરવામાં ૯૦૦ ભાઈ-બહેનોએ મદદ કરી, જેઓ દુનિયાના અલગ અલગ ખૂણામાં રહે છે. તેઓએ ખુશીથી આ કામ માટે પોતાનો સમય અને પોતાની આવડતનો ઉપયોગ કર્યો. આ કામમાં ૨ વર્ષ લાગ્યા. આ કામ પાછળ ભાઈ-બહેનોએ ૧ લાખ કલાક વિતાવ્યા. એમાંથી ૭૦ હજાર કલાક ફક્ત બાઇબલ ડ્રામાનો વીડિયો તૈયાર કરવામાં ગયા. આ વીડિયો ૭૬ મિનિટનો છે જેનો વિષય છે, નહેમ્યા: ‘યહોવા તરફથી મળતો આનંદ તમારી તાકાત છે.’

આ કામમાં ઘણો ખર્ચ થયો. આ કામમાં સ્વેચ્છાએ કામ કરતા ભાઈ-બહેનોની જરૂરિયાતો પૂરી પાડવામાં આવી. તેમ જ ભાઈ-બહેનોને ટેક્નિકલ મદદ, જરૂરી સાધનો અને અમુક બીજી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી.

જેરોડ ગૉસમેન ભાઈ ઑડિયો-વીડિયો વિભાગમાં કામ કરે છે. તે કહે છે, “નિયામક જૂથની શિક્ષણ સમિતિ દિલથી ચાહે છે કે વીડિયોમાં જુદા-જુદા દેશોની જગ્યાઓ અને સંસ્કૃતિનો સમાવેશ કરવામાં આવે, જેથી દુનિયા ફરતે ભાઈ-બહેનો વચ્ચેનો અતૂટ પ્રેમ અને એકતા જોવા મળે. આ હેતુને પૂરો કરવા ૧૧ દેશોમાંથી ૨૪ ટીમોએ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કર્યું. આટલા મોટા પાયે કામ કરવા ઘણા પૈસા, સારી યોજના અને સરસ તાલમેલની જરૂર હતી.”

આપણા મોટા ભાગના વીડિયો બનાવવામાં ખાસ સાધનો અને ઘણા સેટની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, નહેમ્યા: ‘યહોવા તરફથી મળતો આનંદ તમારી તાકાત છે’. આ ડ્રામાનો સેટ માઉન્ટ ઇબો સ્ટુડિયોની અંદર બનાવવામાં આવ્યો હતો, જે પેટરસનની નજીક છે. આ શહેર અમેરિકાના ન્યૂ યૉર્કમાં છે. આ વીડિયો ડ્રામા તૈયાર કરતી વખતે આનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું: દિલથી આપેલા દાનનો સારો ઉપયોગ થાય અને વીડિયો જોઈને લોકોને લાગે કે બધા જ બનાવો જાણે તેઓની આંખો સામે જ બની રહ્યા હોય. એટલે ભાઈઓએ હલકા ડિઝાઇનવાળા સેટ બનાવ્યા. એમાં દીવાલોને એવી રીતે બનાવવામાં આવી હતી, જેવી પ્રાચીન યરૂશાલેમની હતી. આ દીવાલોને પાતળા લાકડાઓથી બનાવવામાં આવી હતી. એના પર સ્પંજ ચોંટાડવામાં આવ્યું હતું. આ ૬ મીટર (અથવા ૨૦ ફૂટ) ઊંચી હતી. એ દીવાલોને એવી રીતે રંગવામાં આવી, જાણે કે એ સાચે જ પથ્થર હોય. આ દીવાલો સહેલાઈથી ખસેડી શકાય એવી હતી, જેથી બીજા દૃશ્યોમાં પણ કામ આવે. ફક્ત બાઇબલ ડ્રામાનો સેટ બનાવવામાં જ લગભગ ૧ લાખ ડૉલર (લગભગ ૭૦ લાખ રૂપિયા) થયા. આ રીતે દીવાલ બનાવવાથી ઓછા સેટમાં જ કામ થઈ ગયું. *

આ માહિતીથી આપણા દિલમાં ૨૦૨૦ના મહાસંમેલન માટે ઘણી કદર વધી ગઈ છે. અમને પૂરી ખાતરી છે આ કાર્યક્રમ તૈયાર કરવામાં જે મહેનત કરવામાં આવી, એનાથી આખી દુનિયામાં યહોવાના નામની મહિમા થઈ હશે. તમે દિલ ખોલીને donate.pr418.com દ્વારા જે દાન આપ્યું, એ માટે તમારો આભાર!

^ ફકરો. 5 નહેમ્યા: ‘યહોવા તરફથી મળતો આનંદ તમારી તાકાત છે’ ડ્રામાનો સેટ, કોવિડ-૧૯ મહામારી ફેલાતા પહેલા બનાવવામાં આવ્યો હતો. એ સમયે લોકોને એકબીજાથી અંતર રાખવાની જરૂર ન હતી.