તમારા દાન કઈ રીતે વપરાય છે?
૨૦૨૦નું મહાસંમેલન ‘હંમેશાં આનંદ કરો!’ કાર્યક્રમનું ભાષાંતર
૧૦ જુલાઈ, ૨૦૨૦
૨૦૨૦ના જુલાઈ અને ઑગસ્ટ મહિનાઓમાં મહાસંમેલનનો અગાઉથી રેકોર્ડ કરેલો કાર્યક્રમ બતાવવામાં આવશે. આવું પહેલી વાર થશે કે અગાઉથી રેકોર્ડ કરેલો કાર્યક્રમ આખી દુનિયામાં ભાઈ-બહેનો એક જ સમયે જોશે. એ માટે કાર્યક્રમનું ભાષાંતર ૫૦૦થી પણ વધારે ભાષાઓમાં કરવાનું હતું. આમ તો મહાસંમેલનના કાર્યક્રમનું ભાષાંતર અને એને રેકોર્ડ કરવામાં એક વર્ષ લાગી જાય છે. પણ કોરોના વાઇરસ મહામારીને લીધે ૨૦૨૦નું મહાસંમેલન ‘હંમેશાં આનંદ કરો!’ કાર્યક્રમનું ભાષાંતર કરવા ભાઈ-બહેનો પાસે ૪ મહિનાથી પણ ઓછો સમય હતો.
આ એક બહુ મોટું કામ હતું. એ માટે યહોવાના સાક્ષીઓના મુખ્યમથકના ભાષાંતર સેવા અને ખરીદી કરનાર વિભાગે સાથે મળીને કામ કર્યું. ભાષાંતર સેવા વિભાગને ખબર પડી કે ભાષાંતર કરનાર મોટા ભાગના ભાઈ-બહેનો પાસે રેકોર્ડિંગના સાધનો નથી. તેઓ પાસે સારા માઈક પણ નથી. એટલે ખરીદી કરનાર વિભાગે ૧૦૦૦ માઈક ખરીદ્યા અને એને ૨૦૦ જેટલી અલગ અલગ જગ્યાએ મોકલ્યા.
તેઓએ એકસાથે ઘણા માઈક ખરીદ્યા હોવાથી પૈસાની ઘણી બચત થઈ. એ પછી બધા માઈક એક જ જગ્યાએ મોકલવામાં આવ્યા. ત્યાંથી આખી દુનિયામાં ભાષાંતર કરનાર ભાઈ-બહેનોને મોકલવામાં આવ્યાં. એક સાથે માઈક ખરીદીને મોકલવાથી લગભગ એક માઈક ૧૨,૭૦૦ રૂપિયામાં પડ્યું. પણ જો માઈક અલગ અલગ ખરીદવામાં આવ્યું હોત તો વધારે મોઘું થાત.
ખરીદી કરનાર વિભાગે બધા સાધનો ૨૦૨૦ના એપ્રિલ અને મે મહિનામાં ખરીદીને એને મોકલવાના પણ હતા. પણ કોરોના મહામારીના લીધે ઘણા બધા ધંધા બંધ પડી ગયા હતા. તેમ છતાં મે મહિનાના અંત સુધી બધા સાધનો રીમોટ ટ્રાન્સલેશન ઓફિસોમાં, એટલે ભાષાંતર કરનાર ઓફિસોમાં, શાખા કચેરીઓમાં અને જે જગ્યાએ ભાઈ-બહેનો ભાષાંતર કરે છે ત્યાં મોકલી દીધા.
ખરીદી કરનાર વિભાગના નિરીક્ષક ભાઈ જે સ્વિનીએ કહ્યું: “આ સમય દરમિયાન વેપારીઓએ બેથેલના વિભાગોને સારો સહકાર આપ્યો. યહોવાની પવિત્ર શક્તિની મદદથી જ અમે આટલા બધા કામ કરી શક્યા અને ભાઈ-બહેનોએ આપેલા દાનનો સારો ઉપયોગ કરી શક્યા.”
ભાષાંતર સેવા વિભાગમાં કામ કરનાર ભાઈ નિકોલસ અલાડિસ કહે છે: “ભાષાંતર કરનાર ટીમને લોકડાઉનમાં જરૂરી સાધનો મળ્યા ત્યારે, તેઓને ઘણી ખુશી થઈ અને ઘણું ઉત્તેજન મળ્યું. જોકે તેઓ ટીમના બીજા ભાઈ-બહેનોને મળી શકતા ન હતા. તોપણ તેઓ સાથે મળીને મહાસંમેલનના પ્રવચનો, ગીતો અને ડ્રામાનું ૫૦૦થી પણ વધારે ભાષાઓમાં ભાષાંતર કરી શક્યા.”
૨૦૨૦નું મહાસંમેલન ‘હંમેશાં આનંદ કરો!’ને પૂરું કરવા માટે ઘણા બધા કામો કરવાના હતા. એમાંનું એક કામ આ સાધનોને ભાઈ-બહેનો સુધી પહોંચાડવાનું હતું. તમે વહાલા ભાઈ-બહેનોએ donate.pr418.com દ્વારા જે દાન આપ્યું, એ કારણે આ બધું શક્ય બન્યું છે.