જુઓ, શું બની રહ્યું છે!
કોવિડને લીધે ૬૦ લાખ લોકોનાં મરણ—બાઇબલ શું કહે છે?
વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, ૨૩ મે, ૨૦૨૨ સુધી કોવિડ-૧૯ના કારણે ૬૨ લાખ ૭૦ હજાર લોકોનાં મરણ થયાં છે. જોકે, ૫ મે, ૨૦૨૨ના રોજ જાહેર થયેલ એક સમાચારમાં એ સંસ્થાએ અનુમાન લગાવ્યું હતું કે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા એના કરતાં ઘણી વધારે છે. એમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન ‘અમુકનું મરણ કોવિડ-૧૯ મહામારીને લીધે થયું, જ્યારે કે અમુકનું મરણ એને લગતાં બીજાં કારણોને લીધે થયું. એમાં જીવ ગુમાવનાર લોકોની સંખ્યા આશરે ૧ કરોડ ૪૯ લાખ હતી.’ એવા બનાવો વિશે વાંચીને આપણું કાળજું કપાઈ જાય છે. શું બાઇબલમાં એના વિશે કંઈ લખ્યું છે?
બાઇબલમાં મહામારીઓ વિશે અગાઉથી જણાવ્યું છે
ઈસુએ ભાખ્યું હતું કે એવો સમય આવશે જ્યારે દુનિયા ફરતે “રોગચાળો ફેલાશે.” બાઇબલમાં એ સમયગાળાને ‘છેલ્લા દિવસો’ કહેવામાં આવે છે.—લૂક ૨૧:૧૧; ૨ તિમોથી ૩:૧.
ઈસુની એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. એ વિશે વધુ જાણવા આ લેખ વાંચો: “‘છેલ્લા દિવસો’ કે ‘અંતના સમયની’ નિશાની શું છે?”
બાઇબલમાંથી દિલાસો મળે છે
“દિલાસો આપનાર ઈશ્વર . . . આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.”—૨ કોરીંથીઓ ૧:૩, ૪.
જેઓના સગા-વહાલાઓ ગુજરી ગયા છે, તેઓમાંથી ઘણાને બાઇબલમાંથી ઘણો દિલાસો મળ્યો છે. વધુ માહિતી માટે આ લેખો જુઓ: “શોકના વમળમાંથી બહાર આવવા—તમે શું કરી શકો?” અને “શોકમાં ડૂબેલાઓ માટે સૌથી સારું આશ્વાસન.”
બાઇબલમાં લખ્યું છે કે મહામારીઓને જડમૂળથી કાઢી નાખવામાં આવશે
“તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.”—માથ્થી ૬:૧૦.
જલદી જ “ઈશ્વરનું રાજ્ય” આવશે ત્યારે બીમારીઓ નહિ હોય. એ સમયે “‘હું બીમાર છું,’ એવું કોઈ કહેશે નહિ.” (માર્ક ૧:૧૪, ૧૫; યશાયા ૩૩:૨૪) એ રાજ્ય ખરેખર શું છે અને એ શું કરશે, એના વિશે વધુ જાણવા આ વીડિયો જુઓ: ઈશ્વરનું રાજ્ય શું છે?
બાઇબલમાં સારી સલાહ અને જોરદાર વચનો આપ્યાં છે. એમાંથી શીખીને તમે અને તમારું કુટુંબ ફાયદો મેળવી શકો છો.