જુઓ, શું બની રહ્યું છે!
તમે કોના પર ભરોસો કરી શકો?—બાઇબલ શું કહે છે?
ભરોસો મૂક્યો હોય એવી વ્યક્તિ ભરોસો તોડે ત્યારે લોકો નિરાશ થઈ જાય છે. ઘણા લોકો આવા માણસો પરથી ભરોસો ગુમાવી બેઠા છે:
એવા રાજકીય નેતાઓ, જેઓ લોકોની ભલાઈને બદલે પહેલાં પોતાના ફાયદા વિશે વિચારે છે.
એવા સમાચાર, જે સાચા હોતા નથી અને કોઈ એકનો પક્ષ લે છે.
એવા વૈજ્ઞાનિકો, જેઓની શોધથી લોકોનું ભલું થતું નથી.
એવા ધાર્મિક આગેવાનો, જેઓ ઈશ્વર વિશે શીખવવાને બદલે રાજકારણમાં રચ્યાપચ્યા રહે છે.
આજે લોકો બીજાઓ પર ભરોસો કરતાં પહેલાં બે વાર વિચાર કરે છે અને એ યોગ્ય પણ છે. બાઇબલમાં ચેતવણી આપી છે:
“શાસકોમાં ભરોસો ન રાખ, માણસોમાં પણ નહિ, કેમ કે તેઓ ઉદ્ધાર કરી શકતા નથી.”—ગીતશાસ્ત્ર ૧૪૬:૩.
એક એવી વ્યક્તિ જેના પર ભરોસો કરી શકાય
બાઇબલમાં એક એવી વ્યક્તિ વિશે જણાવ્યું છે, જેના પર તમે ભરોસો કરી શકો છો, એ છે ઈસુ ખ્રિસ્ત. તે ઘણા વર્ષો અગાઉ પૃથ્વી પર જીવી ગયા હતા. તે એક ભલા માણસ હતા. એટલું જ નહિ, ઈશ્વરે તેમને ‘રાજા તરીકે રાજ કરવા’ પસંદ કર્યા છે. તેમના “રાજ્યનો કદી અંત આવશે નહિ.” (લૂક ૧:૩૨, ૩૩) ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ છે. એ રાજ્ય હમણાં સ્વર્ગમાંથી રાજ કરી રહ્યું છે.—માથ્થી ૬:૧૦.
તમે શા માટે ઈસુ પર ભરોસો કરી શકો, એ જાણવા માટે આ લેખો વાંચો: “ઈશ્વરે કોને રાજા તરીકે પસંદ કર્યા છે?” અને “ઈશ્વરનું રાજ્ય શું કરશે?”