રશિયાનો યુક્રેઇન પર હુમલો
૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ની વહેલી સવારે રશિયાએ યુક્રેઇન પર લશ્કરી હુમલો કરી દીધો. વિશ્વના નેતાઓએ પ્રયત્નો કર્યા પણ યુદ્ધ ટાળી શક્યા નહિ. આ યુદ્ધની, દુનિયા પર શું અસર પડશે? યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ, એન્તોનિયો ગુતેરેસે થોડા દિવસ પહેલાં કહ્યું હતું, ‘આ લડાઈથી થનાર નુકસાન અને દુ:ખની આપણે કલ્પના પણ કરી શકતા નથી. એની યુરોપ અને બીજા દેશોની સલામતી પર ઘણી ખરાબ અસર પડશે.’
આવી ઘટનાઓ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
ઈસુએ પહેલેથી જણાવ્યું હતું, “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.” (માથ્થી ૨૪:૭) “‘છેલ્લા દિવસો’ કે ‘અંતના સમયની’ નિશાની શું છે?” લેખ જુઓ. એમાં જોવા મળશે કે આજના સમયના યુદ્ધો વિશે ઈસુની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ રહી છે.
પ્રકટીકરણના પુસ્તકમાં ઘોડેસવારો વિશે જણાવ્યું છે. એમાંથી એક ઘોડેસવાર ‘લાલ રંગના ઘોડા’ પર બેઠો છે અને “તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની રજા આપવામાં આવી” છે. (પ્રકટીકરણ ૬:૪) “ચાર ઘુડસવાર—યે કૌન હૈં?” લેખ જુઓ, જે આજના યુદ્ધો વિશે ભવિષ્યવાણી જણાવે છે.
દાનિયેલના પુસ્તકમાં ‘ઉત્તરના રાજા’ અને ‘દક્ષિણના રાજાની’ દુશ્મની વિશે જણાવ્યું છે. (દાનિયેલ ૧૧:૨૫-૪૫) ભવિષ્યવાણી પૂરી થઈ—દાનિયેલ અધ્યાય ૧૧ વીડિયો જુઓ. એમાં રશિયા અને તેના સાથી દેશોની ઓળખ ઉત્તરના રાજા તરીકે કરવામાં આવી છે. a
પ્રકટીકરણના પુસ્તકમાં “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” વિશે જણાવ્યું છે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) પણ એમાં હમણાં જોવા મળે છે એવા યુદ્ધો વિશે નથી જણાવ્યું. “વોટ ઇઝ ધ બૅટલ ઑફ આર્માગેડન?” લેખ જુઓ, જેમાં ભવિષ્યમાં થનારી બીજી ઘટનાઓ વિશે વધારે માહિતી મળશે.
ભાવિમાં કઈ સારું થશે, એવી આશા રાખી શકાય?
બાઇબલ જણાવે છે કે ઈશ્વર “આખી પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત” લાવશે. (ગીતશાસ્ત્ર ૪૬:૯) “આનેવાલા કલ સુનહરા હોગા!” લેખ જુઓ, એમાં સારા ભાવિ વિશેના ઈશ્વરનાં વચનો છે.
ઈસુએ શિષ્યોને ઈશ્વરનું રાજ્ય આવે એવી પ્રાર્થના કરવાનું શીખવ્યું. (માથ્થી ૬:૯, ૧૦) એ રાજ્ય પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે અને આખી પૃથ્વી પર શાંતિ હશે. એ રાજ્યથી તમને શું ફાયદો થઈ શકે, એ જાણવા ઈશ્વરનું રાજ્ય શું છે? વીડિયો જુઓ.
યુક્રેઇનમાં ૧,૨૯,૦૦૦થી પણ વધારે યહોવાના સાક્ષીઓ રહે છે. બીજા દેશોમાં રહેતાં સાક્ષીઓની જેમ તેઓ પણ ઈસુના પગલે ચાલે છે. એટલે તેઓ કોઈ રાજકીય પક્ષને સાથ નથી આપતા અને યુદ્ધમાં ભાગ નથી લેતાં. (યોહાન ૧૮:૩૬) યહોવાના સાક્ષીઓ આખી દુનિયામાં ઈશ્વરના ‘રાજ્યની ખુશખબર’ જણાવે છે. યુદ્ધ જેવી બધી તકલીફોનો એકમાત્ર ઉકેલ એ રાજ્ય જ છે. (માથ્થી ૨૪:૧૪) આશા આપનાર એ સંદેશા વિશે જાણવા અમારો સંપર્ક કરો.
a આ ભવિષ્યવાણીને સારી રીતે સમજવા “અંતના સમયમાં ‘ઉત્તરનો રાજા’” અને “આજે ‘ઉત્તરનો રાજા’ કોણ છે?” લેખો જુઓ.