સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ડાબી બાજુ: ઈઆન વાવાઝોડું, ફ્લોરિડા, યુએસએ, સપ્ટેમ્બર ૨૦૨૨ (Sean Rayford/Getty Images); વચ્ચે: એક માતા દીકરા સાથે પોતાનો દેશ છોડીને જઈ રહ્યાં છે, ડોનેત્સ્ક, યુક્રેઇન, જુલાઈ ૨૦૨૨ (Alex Chan Tsz Yuk/SOPA Images/LightRocket via Getty Images); જમણી બાજુ: ઘણા બધા લોકો કોવિડ ટેસ્ટ કરાવી રહ્યા છે, બેઇજીંગ, ચીન, એપ્રિલ ૨૦૨૨ (Kevin Frayer/Getty Images)

જુઓ, શું બની રહ્યું છે!

૨૦૨૨: આફતોથી ભરેલું વર્ષ—બાઇબલ શું કહે છે?

૨૦૨૨: આફતોથી ભરેલું વર્ષ—બાઇબલ શું કહે છે?

 વર્ષ ૨૦૨૨ દરમિયાન આપણે યુદ્ધો, આર્થિક સમસ્યાઓ અને કુદરતી આફતો વિશેના ઘણા સમાચાર સાંભળ્યા. આપણને એ બનાવો પાછળનું ખરું કારણ સમજવા ફક્ત બાઇબલ જ મદદ કરે છે.

૨૦૨૨ના બનાવો શું બતાવે છે?

 આ વર્ષે જે બનાવો બન્યા, એનાથી બાઇબલની આ વાત સાબિત થાય છે કે આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ. (૨ તિમોથી ૩:૧) એ છેલ્લા દિવસોની શરૂઆત ૧૯૧૪થી થઈ. ધ્યાન આપો કે બાઇબલમાં જે બનાવો વિશે લખ્યું હતું, એ આપણા સમયમાં બની રહ્યા છે.

 “યુદ્ધો.”માથ્થી ૨૪:૬.

  •   “૨૦૨૨માં યુરોપે ફરીથી યુદ્ધની ભયંકર અસરો અનુભવી.” a

 “દુકાળો.”માથ્થી ૨૪:૭.

  •    “૨૦૨૨: સખત ભૂખમરાનું વર્ષ.” b

 “રોગચાળો.”લૂક ૨૧:૧૧.

  •   “પોલિયોએ ફરીથી માથું ઉંચક્યું, મંકી પોક્સે દેખા દીધી અને કોવિડ-૧૯નો કહેર તો હજુ ચાલુ જ છે. એનાથી જોવા મળે છે કે આ ખતરનાક ચેપી રોગો સામે માણસો કેટલા લાચાર છે.” c

 “ડરાવી નાખતા બનાવો.”લૂક ૨૧:૧૧.

  •   “૨૦૨૨નાં ઉનાળામાં હવામાનમાં જે ફેરફારો થયા, એ કોઈ ભૂલી નહિ શકે. જેમ કે, કાળઝાળ ગરમી, દુકાળ, જંગલમાં લાગતી ભયાનક આગ અને પૂર. એના કારણે દુનિયાભરમાં ઘણું નુકસાન થયું, હજારો લોકોએ જીવ ગુમાવ્યો અને લાખો લોકોએ પોતાનું ઘરબાર છોડીને નાસી જવું પડ્યું.” d

 “ઘોંઘાટ અને હુલ્લડો [અથવા “ઊથલ-પાથલ; બળવાઓ” ફૂટનોટ].”લૂક ૨૧:૯.

  •   “૨૦૨૨માં ઘણા લોકો આર્થિક સમસ્યાના કારણે ગુસ્સે ભરાયા અને સરકારનો વિરોધ કર્યો, ખાસ કરીને વધતી જતી મોંઘવારીને લીધે.” e

આવતું વર્ષ કેવું હશે?

 આપણામાંથી કોઈ નથી જાણતું કે ૨૦૨૩માં શું થશે. પણ આપણે એ જાણીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય જલદી જ આવશે. એ રાજ્ય પૃથ્વી પર મોટા મોટા ફેરફારો લાવશે. (દાનિયેલ ૨:૪૪) એ રાજ્ય માણસની બધી જ તકલીફો દૂર કરશે અને પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે.—માથ્થી ૬:૯, ૧૦.

 અમે તમને ઈસુની આ સલાહ પાળવા અરજ કરીએ છીએ: “જાગતા રહો!” (માર્ક ૧૩:૩૭) એટલું જ નહિ, ધ્યાન આપો કે દુનિયાના બનાવો કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી કરે છે. બાઇબલ અત્યારે તમને અને તમારા કુટુંબને કઈ રીતે મદદ કરી શકે? ભવિષ્ય વિશે બાઇબલ કઈ આશા આપે છે? આ સવાલોના જવાબ જાણવા, અમારો સંપર્ક કરો.

a એપી ન્યૂઝ, “૨૦૨૨માં યુરોપે ફરીથી યુદ્ધની ભયંકર અસરો અનુભવી.” જીલ લોલેસ, ૮ ડિસેમ્બર, ૨૦૨૨.

b વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, “દુનિયામાં ખોરાકની અછત.”

c જામા હેલ્થ ફોરમ, “મહામારીના સમયમાં જીવવું—કોવિડ-૧૯થી મંકી પોક્સ, પોલિયો અને ડિસીઝ X સુધી.” લોરેન્સ ઓ. ગોસ્ટિન, જેડી, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૨.

d Earth.Org, “૨૦૨૨ના ઉનાળામાં હવામાનમાં થયેલા મોટા ફેરફારો પાછળનું કારણ શું છે?” માર્ટિના ઈજીની, ૨૪ ઑક્ટોબર, ૨૦૨૨.

e કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ, “૨૦૨૨માં આર્થિક સમસ્યાને લીધે રોષે ભરાયેલા લોકોએ દુનિયાભરમાં વિરોધ કર્યો.” થોમસ કરધર્સ અને બેન્જામીન ફીલ્ડમન, ૮ ડિસેમ્બર, ૨૦૨૨.