બાઇબલ પુસ્તકોની પ્રસ્તાવના વીડિયો

બાઇબલના દરેક પુસ્તક વિશે માહિતી.

ઉત્પત્તિની પ્રસ્તાવના

ઉત્પત્તિનું પુસ્તક આપણને આના વિશે મહત્ત્વની માહિતી આપે છે: મનુષ્યોની શરૂઆત, તેઓ પર આવતી દુઃખ-તકલીફોની શરૂઆત અને મરણની શરૂઆત.

નિર્ગમનની પ્રસ્તાવના

ઈશ્વરે ઇઝરાયેલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા અને પોતાના માટે તેઓનું રાષ્ટ્ર બનાવ્યું.

લેવીયની પ્રસ્તાવના

લેવીયનું પુસ્તક જણાવે છે કે ઈશ્વર કેટલા પવિત્ર છે અને આપણે પવિત્ર રહેવું કેમ જરૂરી છે.

ગણનાની પ્રસ્તાવના

જાણો કે દરેક સંજોગમાં યહોવાનું અને તેમણે નિયુક્ત કરેલા ભક્તોનું માનવું કેમ જરૂરી છે.

પુનર્નિયમની પ્રસ્તાવના

એ પણ જાણો કે યહોવાના નિયમમાં તેમના લોકો માટે કઈ રીતે પ્રેમ દેખાતો હતો.

યહોશુઆની પ્રસ્તાવના

જાણો કે ઇઝરાયેલીઓએ કઈ રીતે વચનના દેશ પર કબજો કર્યો અને વારસો વહેંચ્યો.

ન્યાયાધીશોની પ્રસ્તાવના

આ પુસ્તકમાં શ્રદ્ધામાં મજબૂત એવા હિંમતવાન ન્યાયાધીશોના જોરદાર અહેવાલો આપ્યા છે. તેઓનો ઉપયોગ કરીને ઈશ્વરે ઇઝરાયેલીઓને દુશ્મનોથી છોડાવ્યા હતા.

રૂથની પ્રસ્તાવના

રૂથના પુસ્તકમાં જોવા મળે છે કે એક યુવાન વિધવા પોતાની વિધવા સાસુ માટે જતું કરીને પ્રેમ બતાવે છે. એના લીધે યહોવા તે બંને વિધવાઓને આશીર્વાદ આપે છે.

પહેલો શમુએલની પ્રસ્તાવના

ઇઝરાયેલના ઈતિહાસમાં ન્યાયાધીશોનો સમય પૂરો થઈને રાજાઓનો સમય કઈ રીતે શરૂ થયો એના વિશે જણાવવામાં આવ્યું છે.

બીજો શમુએલની પ્રસ્તાવના

દાઉદ નમ્ર હતા અને તેમની શ્રદ્ધા અડગ હતી. એટલે જ બાઇબલમાં જણાવેલા બધા લોકોમાં તે સૌથી વહાલા અને જાણીતા હતા.

પહેલો રાજાઓની પ્રસ્તાવના

રાજા સુલેમાનના સમયમાં ઇઝરાયેલમાં જાહોજલાલી હતી. પછી એ રાજ્ય ઇઝરાયેલ અને યહૂદા એવા બે ભાગમાં વહેંચાઈ ગયું અને અશાંતિ શરૂ થઈ ગઈ.

બીજો રાજાઓની પ્રસ્તાવના

ઇઝરાયેલના ઉત્તરના રાજ્યમાં સાચા ધર્મના ઘણા વિરોધીઓ હતા. એવા સમયે પણ અમુક લોકોએ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી, એટલે યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો.

પહેલો કાળવૃત્તાંતની પ્રસ્તાવના

રાજા દાઉદ ઈશ્વરનો ડર રાખતા હતા. ચાલો તેમની વંશાવળી અને ઇઝરાયેલના રાજા બન્યા ત્યારથી લઈને તેમના મરણ સુધીના રસપ્રદ બનાવો જોઈએ.

બીજો કાળવૃત્તાંતની પ્રસ્તાવના

યહુદાના રાજાઓના ઇતિહાસમાંથી જોવા મળે છે કે યહોવાને વફાદાર રહેવું ખૂબ જરૂરી છે.

એઝરાના પુસ્તકની પ્રસ્તાવના

યહોવા પોતાના લોકોને બાબેલોનની ગુલામીમાંથી છોડાવવાનું અને યરૂશાલેમમાં સાચી ભક્તિ ફરી સ્થાપવાનું વચન પાળે છે.

નહેમ્યાના પુસ્તકની પ્રસ્તાવના

નહેમ્યાના પુસ્તકમાંથી બધા સાચા ભક્તોને મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે.

એસ્તેરના પુસ્તકની પ્રસ્તાવના

એસ્તેરના દિવસોમાં બનેલી ઘટનાઓ ઈશ્વર યહોવા પર તમારી શ્રદ્ધા મજબૂત કરશે કે ઈશ્વર આજે પણ પોતાના ભક્તોને મુશ્કેલીઓમાં બચાવી શકે છે.

અયૂબના પુસ્તકની પ્રસ્તાવના

યહોવાને પ્રેમ કરનારા દરેકની કસોટી થશે. અયૂબનો કિસ્સો આપણને ભરોસો આપે છે કે આપણે પ્રામાણિક રહી શકીએ છીએ અને યહોવાના રાજ કરવાના હકને ટેકો આપી શકીએ છીએ.

ગીતશાસ્ત્રના પુસ્તકની પ્રસ્તાવના

ગીતશાસ્ત્રનું પુસ્તક યહોવાની સર્વોપરિતાને ટેકો આપે છે, તેમને પ્રેમ કરનારાઓને મદદ કરે છે અને દિલાસો આપે છે અને જણાવે છે કે ઈશ્વરના રાજ્ય દ્વારા પૃથ્વી કઈ રીતે બદલાઈ જશે.

નીતિવચનોના પુસ્તકની પ્રસ્તાવના

નીતિવચનોના પુસ્તકમાં રોજબરોજના જીવનને લગતા અનેક સૂચનો આપ્યાં છે, પછી એ વેપાર-ધંધો હોય કે કુટુંબને લગતી બાબતો.

સભાશિક્ષકના પુસ્તકની પ્રસ્તાવના

રાજા સુલેમાન એવી બાબતો પર ધ્યાન દોરે છે, જે જીવનમાં મહત્ત્વની છે. એમાં એ પણ જણાવ્યું છે કે કઈ બાબતો ઈશ્વરના માર્ગો વિરુદ્ધ છે.

ગીતોનું ગીતના પુસ્તકની પ્રસ્તાવના

શૂલ્લામી છોકરીએ બતાવેલા અતૂટ પ્રેમને ‘યહોવાની જ્યોત’ કહેવામાં આવ્યો છે. શા માટે?

યશાયાના પુસ્તકની પ્રસ્તાવના

યશાયાના પુસ્તકમાં જણાવેલી ભવિષ્યવાણીઓ કદી ખોટી પડી નથી. એ તમારો ભરોસો મજબૂત કરી શકે છે કે, યહોવા હંમેશાં પોતાનાં વચનો પૂરાં કરે છે અને તે આપણા તારણના ઈશ્વર છે.

યિર્મેયાના પુસ્તકની પ્રસ્તાવના

સતાવણી છતાં, યિર્મેયા પ્રબોધક તરીકેની પોતાની સોંપણીમાં લાગુ રહ્યા. વિચારો કે આજે ઈશ્વરભક્તો યિર્મેયાના દાખલામાંથી કયો બોધપાઠ શીખી શકે.

માથ્થીના પુસ્તકની પ્રસ્તાવના

બાઇબલના આ પુસ્તક વિશે જાણવાનો આનંદ લો, જે ખુશખબરના ચાર પુસ્તકમાંથી પહેલું છે.

લુકના પુસ્તકની પ્રસ્તાવના

લુકની કઈ માહિતી બીજાં પુસ્તકો કરતાં અજોડ છે?

ફિલિપીઓની પ્રસ્તાવના

સતાવણીમાં વફાદાર રહેવાથી બીજાઓને વફાદાર રહેવા હિંમત મળે છે.

કોલોસીઓની પ્રસ્તાવના

આપણે જે શીખીએ એ જીવનમાં લાગુ પાડવાથી, એકબીજાને ખુલ્લા દિલે માફ કરવાથી અને ઈસુને આપેલી સત્તાને માન આપવાથી યહોવા ખુશ થાય છે.

પહેલો થેસ્સાલોનિકીઓની પ્રસ્તાવના

આપણે શ્રદ્ધામાં મક્કમ રહેવાની, ‘બધી વસ્તુઓ પારખવાની,’ ‘સતત પ્રાર્થના કરવાની’ અને એકબીજાને ઉત્તેજન આપતા રહેવાની જરૂર છે.

બીજો થેસ્સાલોનિકીઓની પ્રસ્તાવના

અમુક માનતા હતા કે યહોવાનો દિવસ આવી ગયો છે. એટલે પાઊલે તેઓના વિચારો સુધાર્યા અને શ્રદ્ધામાં અડગ રહેવા મંડળને ઉત્તેજન આપ્યું.

પહેલો તિમોથીની પ્રસ્તાવના

પાઊલે તિમોથીને પહેલા પત્રમાં મંડળની જવાબદારી ઉપાડવા અમુક સૂચનો આપ્યાં. તેમ જ, જૂઠા શિક્ષણ અને પૈસાના પ્રેમથી દૂર રહેવા ચેતવણી આપી.

બીજો તિમોથીની પ્રસ્તાવના

પાઊલ દરેક રીતે સેવાકાર્ય પૂરું કરવા તિમોથીને ઉત્તેજન આપે છે.

તિતસની પ્રસ્તાવના

પાઊલ તિતસને જણાવે છે કે, ક્રીત મંડળમાં મુશ્કેલીઓ થાળે પાડજે. એ પણ જણાવે છે કે મંડળમાં વડીલો પાસે કેવી લાયકાતો હોવી જોઈએ.

ફિલેમોનના પુસ્તકની પ્રસ્તાવના

નમ્રતા, દયા અને માફી વિશે બોધપાઠ શીખવતો આ નાનો પણ જોરદાર પત્ર છે.

હિબ્રૂઓની પ્રસ્તાવના

મંદિર અને એમાં ચઢાવવામાં આવતા પ્રાણીઓના બલિદાનો કરતાં, ખ્રિસ્તની દોરવણીમાં ઈશ્વરની ભક્તિ વધારે ચઢિયાતી છે.

યાકૂબની પ્રસ્તાવના

ઈસુના શિક્ષણમાં રહેલા સિદ્ધાંતો સમજાવવા યાકૂબે સાદા અને દિલને સ્પર્શી જાય એવા દાખલા વાપર્યા.

પહેલો યોહાનની પ્રસ્તાવના

યોહાનનો પત્ર આપણને ખ્રિસ્ત વિરોધીઓથી ચેતવે છે. તે એ પણ જોવા મદદ કરે કે કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ અને કઈ બાબતોને પ્રેમ કરવો જોઈએ.

બીજો યોહાનની પ્રસ્તાવના

યોહાનનો બીજો પત્ર યાદ અપાવે છે કે આપણે સત્યમાં ચાલતા રહીએ અને ગેરમાર્ગે દોરે છે તેઓથી દૂર રહીએ.

ત્રીજો યોહાનની પ્રસ્તાવના

યોહાનનો ત્રીજો પત્ર આપણને મહેમાનગતિ બતાવવા વિશે સારો બોધપાઠ આપે છે.

યહુદાની પ્રસ્તાવના

યહુદાએ એવા લોકો વિશે બતાવ્યું જેઓ મંડળમાં જૂઠું શિક્ષણ અને ખોટા રિવાજો શીખવે છે.

પ્રકટીકરણની પ્રસ્તાવના

પ્રકટીકરણના પુસ્તકમાં અજોડ દર્શનો આપ્યા છે, જે બતાવે છે કે ઈશ્વરનું રાજ્ય કઈ રીતે મનુષ્યો અને પૃથ્વી માટેનો પોતાનો હેતુ પૂરો કરશે.