સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીત ૧૧૭

ભલાઈનો સુંદર ગુણ

ભલાઈનો સુંદર ગુણ

(૨ કાળવૃત્તાંત ૬:૪૧)

  1. ૧. ભલાઈ તારી મેં તો જાણી

    મારા ઈશ્વર યહોવા

    અનોખી છે કૃપા તારી

    પળેપળ ખુશી માણી

    પાપના કાદવમાં ડૂબેલા

    છે ધૂળના તોપણ વ્હાલા

    આરાધના સૌ કરʼયે તારી

    સેવા કરʼયે ખુશીથી

  2. ૨. છે વીણેલા મોતી તારા

    ધરતીમાં ચમકી ઊઠ્યા

    અનમોલ છે ન-જ-રે તારી

    તેઓ પર કૃપા રાખી

    વચન તારું છે સોનેરી

    આપે ખુશી અનેરી

    અમારા પર શક્તિ તારી

    ખીલે ધીરજ અમારી

  3. ૩. તારી કૃપાના સહારે

    સહારો મળ્યો મને

    એકબીજાને સાથ આપીને

    બન્યે બાળકો વ્હાલા

    ઝાકળનાં ટીપાંનાં જેવાં

    વ્હાલા સૌ ભક્તો તારા

    જીવનના માર્ગે ચાલીને

    ભલાઈ વરસાવતા જઈએ