ગીત ૫૬
સત્યનું પાણી પીઓ
-
૧. શાંત ઝરણું વહે આપે છે પાણી સૌને
ફૂલો ખીલ્યાં સુંદર કિનારે
ઝરણું સત્યનું છે યહોવાએ દીધું
આપે સુંદર જીવન મને
(ટેક)
પાણી સતનું પી
સત્યને વળગી રહે
યહોવાના પ્રેમથી
દિલ ભરીને
સત્યને માર્ગે તું ચાલ
-
૨. ચાલો હિંમતથી ને આપો સમય શક્તિ
તો આશીર્વાદો ઘણા મળશે
ઝરણામાં તારા વહે ભરપૂર પ્રેમ તારો
જીવનમાં એ ખુશી લાવે
(ટેક)
પાણી સતનું પી
સત્યને વળગી રહે
યહોવાના પ્રેમથી
દિલ ભરીને
સત્યને માર્ગે તું ચાલ
-
૩. અતૂટ પ્રેમ યાહનો છલકાયો છે ઝરામાં
આપે છે ઠંડક દિલમાં મારા
સતને હું પી લઉં પાડ યહોવાનો માનું
દિન રાત યાહને માર્ગે ચાલું
(ટેક)
પાણી સતનું પી
સત્યને વળગી રહે
યહોવાના પ્રેમથી
દિલ ભરીને
સત્યને માર્ગે તું ચાલ
(ગીત. ૨૬:૩; નીતિ. ૮:૩૫; ૧૫:૩૧; યોહા. ૮:૩૧, ૩૨ પણ જુઓ.)