સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીત ૬૧

હિંમત ન હારો!

હિંમત ન હારો!

(લૂક ૧૬:૧૬)

  1. ૧. હિંમત રાખો, તમે કોઈથી ન ડરો

    સંદેશની મશાલ હાથમાં રાખીને ચાલો

    શેતાનનો સામનો કર’યે આપણે

    મળીને સાથે એને તો હરાવ્યે

    (ટેક)

    રાખી દિલ કઠણ તમે, હિંમત ન હારો

    સંદેશ રાજ્યનો હાથમાં રાખીને ચાલો

    ગજાવી દો સૌ યહોવાનો જયજયકાર

    બસ તે એક જ સર્વ શક્તિમાન છે

  2. ૨. આપણે હવે કદી ડગવાનું નથી

    આ દુન્યાનો હાથ હવે પકડવો નથી

    જો લઈએ યહોવાનો આધાર

    નથી કોઈ જ આપણને હરાવનાર

    (ટેક)

    રાખી દિલ કઠણ તમે, હિંમત ન હારો

    સંદેશ રાજ્યનો હાથમાં રાખીને ચાલો

    ગજાવી દો સૌ યહોવાનો જયજયકાર

    બસ તે એક જ સર્વ શક્તિમાન છે

  3. ૩. આજે લોકો જરાય સાંભળતા નથી

    સંદેશ ઈશ્વરના રાજનો ગણકારતા નથી

    એક દિવસ હવે એવો આવશે

    શરમના માર્યા માથું નીચું કરશે

    (ટેક)

    રાખી દિલ કઠણ તમે, હિંમત ન હારો

    સંદેશ રાજ્યનો હાથમાં રાખીને ચાલો

    ગજાવી દો સૌ યહોવાનો જયજયકાર

    બસ તે એક જ સર્વ શક્તિમાન છે