ગીત ૭૬
આપણને ખુશી થાય છે
-
૧. તું જ્યારે દોરે છે
એક મીઠા ઝરા પાસે
ઈશ્વરની તરસ જેને
ફૂલને પાણી તું દે
ન કરમાશે હવે
રોપ તું ઈશ્વરને આંગણે
ખીલે ફૂલ તેને હાથે
એક સાચો માળી તે
(ટેક)
આપણને તો, ખુશી થાય છે
દિલથી, મનથી અને મોંથી
કરીશું આખી જિંદગી
ભક્તિ યહોવાની
-
૨. તું જ્યારે બોલે છે
મીઠા બોલ મધુર હોઠે
સાચા દિલને ભાવે છે
ખાઈને જીવન પામે
પણ અમુક ના પાડે
મીઠા બોલ ફેંકી દે છે
આપણે તો બીજે જઈને
બોલ મીઠા વ્હેંચીશું
(ટેક)
આપણને તો, ખુશી થાય છે
દિલથી, મનથી અને મોંથી
કરીશું આખી જિંદગી
ભક્તિ યહોવાની
-
૩. તું જ્યારે પકડે છે
જમણો હાથ યહોવાનો
ચાલે છે તું એની સાથ
સંદેશ ફેલાવે છે
બોલ મીઠા સંભળાવ્યે
કદી હિંમત ન હાર્યે
ભૂખ્યા તરસ્યાને શોધ્યે
દુન્યાના અંત સુધી
(ટેક)
આપણને તો, ખુશી થાય છે
દિલથી, મનથી અને મોંથી
કરીશું આખી જિંદગી
ભક્તિ યહોવાની
(પ્રે.કા. ૧૩:૪૮; ૧ થેસ્સા. ૨:૪; ૧ તિમો. ૧:૧૧ પણ જુઓ.)