ગીત ૮૩
ઘરે ઘરે જઈએ
-
૧. ઘરે ઘરે જઈને ચાલો
પ્રેમ આપણે ફે-લા-વ્યે
સૌને વહેંચ્યે યહોવાના
શબ્દોનાં આ મોતી
ભલે નાના હોય કે મોટા
આપણે એ કામ કર’યે
મીઠાં મધુર શમણાં લોકોને
આંગણે લઈ જઈએ
-
૨. ગલીએ ગલીએ શેરીએ શેરીએ
ચાલો જ-ણા-વી-એ
યહોવાનું મહાન નામ તો
હા છે કિલ્લા સમાન
પણ એ નામ સંભળાવ્યા વગર
લોકો કેમના આવશે?
ચાલો પ્રેમના સંદેશાથી
દિલો ભીંજવી નાખ્યે
-
૩. બારણે બારણે જઈને સૌને
જણાવ્યે ખુશખબર
દુઃખથી ભરેલાં દિલોમાં
આશા ભરી દઈએ
યહોવાના પ્રેમની ખૂશબૂ
બધે ફે-લા-વી-એ
દરેકના જીવન કીમતી છે
એને બ-ચા-વી-એ
(પ્રે.કા. ૨:૨૧; રોમ. ૧૦:૧૪ પણ જુઓ.)