સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીત ૯૬

બાઇબલ—એક ખજાનો

બાઇબલ—એક ખજાનો

(નીતિવચનો ૨:૧)

  1. ૧. છે શબ્દ તારો તો ખજાનો મારો

    એમાં જોયો મેં ભરપૂર પ્રેમ તારો

    જણાવ્યા તેં મહાન વિચારો એમાં

    તે સાચે માર્ગે મને ચલાવે

    જીવનમાં આપે છે પ્રકાશ સોનેરી

    એ ભરેલું છે અનમોલ રત્નોથી

    તારી મરજીથી ખજાનો રચાયો

    ભેટ આ પ્રેમાળ તારી અમને મળી

  2. ૨. દિલના દરવાજા યાહ તેં ખોલી નાખ્યા

    જેવી રીતે આકાશો ફેલાવ્યા

    સજાવ્યા છે એમાં સૂરજ ચાંદ તારા

    યહોવા હાથ તારો તો દેખાયો

    એક દુશ્મન ઊભો થયો તારી સામે

    અધિકાર તારો એને ના ગમ્યો

    પાપના બોજા નીચે બધા દબાયા

    મોતનાં કાળાં વા-દ-ળો ઘેરાયા

  3. ૩. ખુ-શી-ઓ પાછી આંગણે મારા આવી

    રેલાયો આનંદ મારાં જીવનમાં

    તારા દિલનો ટુકડો રાજા બન્યો છે

    સાચો સહારો જીવનમાં મળ્યો

    તારી વાણીને જીવનમાં ઉતારું

    જીવનનું પાણી એમાંથી મળે

    ઉમંગ આવી લઈને જીવનમાં મારા

    બદલી નાખે છે એ જીવન મારું