જીવન દીપ નહિ બૂઝે
૨ (15)
જીવન દીપ નહિ બૂઝે
૧ સંપનો રંગ સૌનાં દિલમાં, ખીલશે સુંદર ફૂલો જેમ
સૂર્ય ઊગશે શાંતિનો, સુખનાં આંસુ વેʼશે
સૌ ગાશે આનંદથી
આ સરગમ ફેલાવશે
બૂઝશે નહિ જીવન દીપ
યહોવા જ્યોત દેશે
૨ ત્યારે કોઈ ભૂખ્યા નઈ હોય, સૌ પેટ ભરીને ખાશે
પ્યાસની રાતો નહિ હોય, દૂધની ધારા વહેશે
સૌ ગાશે આનંદથી...
૩ ખીલતાં ફૂલ ડોલતી કળી, દુઃખના કાંટા નઈ ખૂંચે
ઘડપણ વળાંક લેશે ને, જુવાની આવશે રે
સૌ ગાશે આનંદથી...
૪ જીવનની લાંબી ડાળી, નહિ તૂટશે કદી રે
ખુદ યહોવા કહે છે, સુખના દિવસો આવશે
સૌ ગાશે આનંદથી...