મારી આરાધના સાંભળી લે
૬ (43)
મારી આરાધના સાંભળી લે
૧ સત્યનો મધુર પ્યાલો લઈને
સૌનાં દિલમાં રેડ્યે રે
જેઓ તરસે છે સત્ય માટે
ઠંડક જીવનમાં આપ્યે
યહોવાની વાણી છે મીઠી
તેના હરેક બોલમાં પ્રેમ છે
વાણી વર્તનથી ચાલો જીત્યે
બધાં દિલોને આજે રે
ચાલો જઈએ સૌનાં દિલમાં રેડ્યે પ્રભુનો સંદેશ
ચાલો કરʼયે સદા ભક્તિ ઈશ્વરની બધા આપણે
૨ આપણી શ્રદ્ધાની કોમળ કળી
ખીલશે અંતરમાં કાયમ
પ્રભુ યહોવા દેશે પ્રકાશ
ન છોડશે તે સાથ આપણો
જગતનો પ્યાલો તો ઝેરી છે
ન પીએ કદી એ આપણે
ચાલો આપણે સૌ પીતા રહીએ
ઈશ્વરની આ અમૃત વાણી
ચાલો જઈએ સૌનાં દિલમાં...
૩ સંપીને ચાલો કર્યે ભક્તિ
યહોવા દેશે શક્તિ
ઈશ્વરના બોલની હરેક ધારા
રહે છે વેʼતી સદા
ઈશ્વરની ભક્તિ દિલમાં રેડ્યે
જીવનમાં પ્યાર વહેતો રાખીએ
સત્યનો મધુર પ્યાલો લઈને
સૌ લોકોની પ્યાસ બૂઝાવ્યે
ચાલો જઈએ સૌનાં દિલમાં...