યહોવા તારો અહેસાન
૨૭ (212)
યહોવા તારો અહેસાન
૧ કાચી માટીનાં પૂતળાં છીએ અમે
તો પણ તું અમને પ્રેમ બતાવે છે
આ તારા હેતને કદી ન ભૂલીએ
આ તારો એʼસાન હર પલ યાદ રહે
૨ ઈસુના લાલ લોઈમાં કલમ બોળીને
લખ્યું અમારું નામ તારા દિલમાં
આ તારા પ્રેમને કદી ન ભૂલીએ
આ તારો એʼસાન હર પલ યાદ રહે
૩ અમારાં જીવનમાં તોફાનો આવે
તું ધીરજથી શાંત પાડે છે એને
તારી કરામત કદી ન ભૂલીએ
આ તારો એʼસાન હર પલ યાદ રહે
૪ ઓ પ્રભુ તું અમને હિંમત દે આજે
તારું નામ પ્રગટ કરવાને માટે
તારું નામ અમે કદી ન ભૂલીએ
આ તારો એʼસાન હર પલ યાદ રહે