રાજીખુશીથી સૌને જણાવીએ
૧૮ (130)
રાજીખુશીથી સૌને જણાવીએ
૧ ચાલો જઈને આપણે સૌને જણાવ્યે
ઈશ્વરનો સંદેશો સૌને સંભળાવ્યે
ચાલો રાજીખુશીથી એ ગીત ગાઈએ
ચાલો આપણે યહોવાને ભજીએ
૨ ચાલો જઈને આપણે સૌને જણાવ્યે
નાના હોય કે મોટા સૌ ભક્તિ કર્યે
દેશે સાથ યહોવા સર્વને સદા
દેશે આશીર્વાદ તે સર્વને સદા
૩ ચાલો જઈને આપણે સૌને જણાવ્યે
ઈશ્વરનો સંદેશો સૌને સંભળાવ્યે
ભલે કોઈ દિલના દરવાજા બંધ કરે
ચાલો હિંમત ન હાર્યે કદીએ રે
૪ ચાલો જઈને આપણે સૌને જણાવ્યે
ગલી ગલીમાં એ સૌને સંભળાવ્યે
ગામે ગામે જઈને ચાલો પોકાર્યે
જયજયકાર પ્રભુનો આજે સૌ કર્યે