સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સતને પંથે ચાલ

સતને પંથે ચાલ

૨૫ (191)

સતને પંથે ચાલ

(૨ કરિંથીઓ ૪:૨)

૧ જ્યારથી લીધો છે, તેં યહોવાનો માર્ગ

એ માર્ગે તું ચાલ્યા કરજે

ઈસુએ પોતે એ માર્ગે ચાલીને

સૌને દોર્યા સુખને માર્ગે

સતને પંથે ચાલ

ઠોકર ન લાગશે તને

છોડજે નહિ કદી આ માર્ગ તું

તો મળશે આશીર્વાદ તને રે

૨ આકરો તાપ પડે, આ જગતને માર્ગે

તારા જીવનમાં લાવે થાક

ઈશ્વરને માર્ગે શીતળ છાયા છે પ્રેમની

તારા દિલને ઠંડક આપે

સતને પંથે ચાલ

આ જમાનાથી દૂર ભાગ

આ જગતનો સાથ કદી ન લે

તો મળશે આશીર્વાદ તને રે

૩ શેતાન દોરે છે, ખોટે માર્ગે આ જગને

પણ તું હિંમત ન હારજે રે

શેતાનથી ન ડર એ કદી જીતશે નહિ

કદી હાર ન માની લે તું

સતને પંથે ચાલ

જાણે છે શેતાનની ચાલ

શ્રદ્ધા તારી કદી ન છોડ તું

તો મળશે આશીર્વાદ તને રે

૪ શરીર છે કમજોર, દિલ કમજોર છે તારું

પણ તું હિંમત કદી ન હાર

તું નથી લાચાર એ નહિ ભૂલજે રે

યહોવા આપશે તને સાથ

સતને પંથે ચાલ

ન બૂરાઈથી કદી હાર

તું કાબૂ રાખ તારા તનમન પર

તો મળશે આશીર્વાદ તને રે