સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હર ખૂણે સત્યનો પ્રકાશ

હર ખૂણે સત્યનો પ્રકાશ

(53)

હર ખૂણે સત્યનો પ્રકાશ

(યશાયા ૯:૬, ૭)

૧ ઝગમગતા દીવાની જેમ ઈસુ આવ્યા

પ્રેમનો પ્રકાશ એમની સાથે લાવ્યા

ધરતી પર એક મશાલ પ્રેમની પ્રગટાવી

આ જગતમાં જીવન જ્યોત ફેલાવી

અંધકાર અંધકાર આજે પણ છવાયો છે

ઈશ્વરભક્તો અમર દીપ જલાવે

સૌનાં દિલોમાં તેઓ જ્યોત જગાવે

ધરતીને હર ખૂણે દીપ જલાવે

૨ ઈસુ હવે સ્વર્ગની ગાદી પર બેઠા

અંધકારની રાતો ઢળી જશે રે

એક નવો દિવસ હવે જાગી ઊઠશે

ઘોર અંધકારથી પરમ તેજે દોરશે

ચણી છે નફરતની દીવાલ શેતાને

ઈસુ તોડી નાખશે એ દીવાલને

ખીલશે હરેક કળી સુંદર સપનાની

સૌની આંખો ભરાશે આનંદથી

૩ પ્રભુને પંથે કાયમ ચાલતા રહીએ

સૌને કાને આ કવિતા ગાઈએ

બૂઝેલાં દિલોને પાછાં જલાવ્યે

આશાનું સોનેરી તેજ ફેલાવ્યે

રોઈ રોઈને રણ જેણે ભીનાં કર્યાં છે

જે દુઃખની ખીણમાં પડી ગયા છે

ઈશ્વરના પ્રેમાળ દ્વારે સૌને લાવ્યે

પ્યારથી દુઃખના કડવા ઘા રુઝાવ્યે