હે યુવાનો, આ ગીત ન ભૂલો
૨૮ (221)
હે યુવાનો, આ ગીત ન ભૂલો
૧ યહોવાની સાથે ખુદ શમʼએલ ચાલ્યો
યહોવાને રસ્તે નાનપણથી ચાલ્યો
યહોવાની ભક્તિ મંદિરે કરી
યહોવાની ભક્તિ હા દિલથી કરી
પૂજારીના છોકરા સાવ ભટકી ગયા
પણ શમʼએલને બગાડી નહિ શક્યા
યહોવાની સંગે તે ચાલતો રહ્યો
ન ભૂલો એ શમʼએલને હે યુવાનો
૨ નાનકડા તિમોથીના કુમળાં દિલમાં
યહોવાના વચનનું બી રોપાયું
યહોવાનું એ વચન ઊગવાં લાગ્યું
યહોવાનું એ વચન ખીલવાં લાગ્યું
રાખી ઈશ્વરભક્તોની સંગત તેણે
પછી લોકોનાં દિલમાં શ્રદ્ધા રોપી
સત્યનાં બધે ઊગ્યાં સુંદર ફૂલો
ન ભૂલો તિમોથીને હે યુવાનો
૩ એક નાની છોકરીને કરો યાદ જરા
બધાય બાગનાં ફૂલોથી સુંદર હતી
પરદેશમાં રહીને તે બગડી નહિ
ગુલામ છતાં બોલી શકી હિંમતથી
શેઠાણી સાથે પ્રેમથી બોલી શકી
બીમાર શેઠના દુઃખની એક દવા ચીંધી
શેઠને મળ્યા યહોવાના આશીર્વાદ
ન ભૂલો એ છોકરીને હે યુવાનો
૪ સાંભળો યુવાનો તમે આજે બધા
ચાલો એ યુવાનોને પગલે સદા
નમૂનો તેઓનો દિલમાં છાપી લો
સાચા રસ્તે તમે સૌ ચાલતા રહો
કરો ઈશ્વરભક્તિ સાથે મળીને
શેતાનના પંજાથી બચાવો સૌને
યહોવાના ભક્તોની સંગે ચાલો
ન ભૂલો આ ગીત તમે હે યુવાનો