સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીત ૧૩૮

યહોવા તારું નામ

યહોવા તારું નામ

(ગીતશાસ્ત્ર ૮૩:૧૮)

  1. સાચો પરમેશ્વર તું

    જીવનનો શ્વાસ દેનાર તું

    છે પેઢી દર પેઢીથી

    યહોવા તારું નામ

    તેં અમારા દિલમાં

    મઢી દીધું નામ તારું

    લખ્યું અમે નામ તારું

    સૌના કોમળ દિલમાં

    (ટેક)

    યહોવા, યહોવા

    ન તારા જેવું કોઈ

    તું ધરતીનો ને આકાશનો

    છો રચનાર બધાનો

    તું છો સાચો મહાન ઈશ્વર

    એ જાણશે સૌ લોકો

    યહોવા યહોવા

    અમારો પરમેશ્વર બસ તું

  2. તારા દિલમાં જે છે

    એ અમને તું કરાવે

    છે પેઢી દર પેઢીથી

    યહોવા તારું નામ

    અમે સાક્ષી તારા

    તારું નામ આપ્યું અમને

    તેં માન આપ્યું છે અમને

    ગણીને પોતાના

    (ટેક)

    યહોવા, યહોવા

    ન તારા જેવું કોઈ

    તું ધરતીનો ને આકાશનો

    છો રચનાર બધાનો

    તું છો સાચો મહાન ઈશ્વર

    એ જાણશે સૌ લોકો

    યહોવા યહોવા

    અમારો પરમેશ્વર બસ તું