ગીત ૧૪૯
અમને બચાવવા તારો આભાર
-
યહોવા આજ અમે, ઊભા તારી પાસે
ટુકડો તારા કલેજાનો આપ્યો રે અમને
ઈસુનો જીવ રેડી, અમ દરેકને ભેટી
તેં સમાવી દીધા અમને, તારા એ પ્રેમમાં
(ટેક)
ઈસુના લોઈની ધારાથી
પાપ અમારાં તેં ધોયાં છે
દિલથી અમે હંમેશાં અહેસાન, તારો માન્યે
-
ઈસુએ પ્રેમ કર્યો, આપણને તો એટલો
ખુશીથી મોતને ભેટીને દુન્યા બચાવી
ઝરણું આ જીવનનું, રેʼશે સદા વેʼતું
મોતથી કદી ન ડરીશું, કાયમ જીવીશું
(ટેક)
ઈસુના લોઈની ધારાથી
પાપ અમારાં તેં ધોયાં છે
દિલથી અમે હંમેશાં અહેસાન, તારો માન્યે
(હિબ્રૂ ૯:૧૩, ૧૪; ૧ પીત. ૧:૧૮, ૧૯ પણ જુઓ.)