વર્ષ ૨૦૧૪માં ન્યૂ જર્સી, યુ.એસ.એ.માં યહોવાના સાક્ષીઓના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આવેલાં ભાઈ-બહેનો

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા એપ્રિલ ૨૦૧૬

રજૂઆતની એક રીત

T-37 પત્રિકા અને ભગવાનનું સાંભળો પુસ્તિકા આપવાની અમુક રીતો. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

પ્રેમાળ શબ્દોથી બીજાઓને ઉત્તેજન આપો અને શ્રદ્ધામાં મજબૂત કરો

અયૂબના ત્રણ મિત્રોએ દિલાસો તો ન આપ્યો. પરંતુ, કડવા શબ્દો કહીને અને ખોટા આરોપો મૂકીને અયૂબના દુઃખમાં વધારો કર્યો. (અયૂબ ૧૬-૨૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

વાતચીત શરૂ કરવા પત્રિકાનો ઉપયોગ કરવો

‘જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?’—બાઇબલ વિષયો પર અસરકારક વાતચીત શરૂ કરવા આ પત્રિકા મદદ કરે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

અયૂબે ખોટા વિચારોને દૂર કર્યા

શેતાનનાં અમુક જૂઠાણાં અને આપણા માટે યહોવાની સાચી લાગણી વચ્ચેના તફાવત પર ધ્યાન આપીએ. (અયૂબ ૨૧-૨૭)

બાઇબલમાં રહેલો ખજાનો

અયૂબે વફાદારીનો સારો દાખલો બેસાડ્યો

યહોવાનાં નૈતિક ધોરણો પ્રમાણે ચાલવાનો અને તેમના ન્યાયના ગુણને અનુસરવાનો અયૂબે દૃઢ નિર્ણય કર્યો હતો. (અયૂબ ૨૮-૩૨)

બાઇબલમાં રહેલો ખજાનો

સાચો મિત્ર શ્રદ્ધા દૃઢ કરતી સલાહ આપે છે

અલીહૂ પોતાના મિત્ર અયૂબ સાથે પ્રેમાળ રીતે વર્ત્યા હતા. આપણે તેમનું અનુકરણ કરવું જોઈએ. (અયૂબ ૩૩-૩૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સંમેલન માટેનાં સૂચનો

વિચાર કરજો કે સંમેલનમાં કઈ રીતોએ બીજાઓ માટે પ્રેમ બતાવી શકો.