સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૨૧-૨૭

અયૂબે ખોટા વિચારોને દૂર કર્યા

અયૂબે ખોટા વિચારોને દૂર કર્યા

આજે યહોવાના ભક્તોને નિરાશ કરવા શેતાન જૂઠાણાંનો સહારો લે છે. અયૂબના પુસ્તકમાં, શેતાનનાં જૂઠાણાં અને યહોવાની સાચી લાગણી વચ્ચેના તફાવત પર ધ્યાન આપો. યહોવા તમારી સંભાળ લે છે, એવી ખાતરી આપતી બીજી કલમો પણ નોંધી લો.

શેતાન કેવા જૂઠાણાં ફેલાવે છે

યહોવાને ખરેખર કેવું લાગે છે

ઈશ્વર એટલી બધી અપેક્ષા રાખે છે કે, તેમના સેવકો પૂરો પ્રયત્ન કરે તોપણ તે ખુશ થતા નથી. ઈશ્વરે રચેલી કોઈ પણ વસ્તુ તેમને ખુશ કરી શકતી નથી (અયૂ ૪:૧૮; ૨૫:૫)

નમ્રભાવે કરેલા આપણા પ્રયત્નોની ઈશ્વર કદર કરે છે (અયૂ ૩૬:૫)

ઈશ્વરની નજરમાં મનુષ્યો કોઈ કામના નથી (અયૂ ૨૨:૨)

વફાદારીથી કરેલી આપણી સેવાને યહોવા સ્વીકારે છે અને આપણને આશીર્વાદો આપે છે (અયૂ ૩૩:૨૬; ૩૬:૧૧)

તમે ન્યાયી છો કે નહિ એની ઈશ્વરને કંઈ પડી નથી (અયૂ ૨૨:૩)

સેવકોના ન્યાયી આચરણને ઈશ્વર ધ્યાનમાં લે છે (અયૂ ૩૬:૭)