યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સંમેલન માટેનાં સૂચનો
બીજા પ્રસંગોની જેમ, સંમેલનમાં પણ આપણે ઈશ્વર અને પડોશી માટે પ્રેમ બતાવવા તત્પર છીએ. (માથ ૨૨:૩૭-૩૯) પહેલો કોરીંથી ૧૩:૪-૮ જણાવે છે કે, આપણે કઈ રીતે એવો પ્રેમ બતાવી શકીએ: ‘પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે, પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત જોતો નથી, ખિજવાતો નથી. પ્રેમ કદી ખૂટતો નથી.’ તમે સંમેલન માટેનાં સૂચનો વીડિયો જુઓ, તેમ વિચાર કરજો કે સંમેલનમાં કઈ રીતોએ બીજાઓ માટે પ્રેમ બતાવી શકો.
આપણે કઈ રીતે પ્રેમ બતાવી શકીએ . . .
-
સીટ રોકતી વખતે?
-
સંગીત શરૂ થવાની તૈયારીમાં હોય ત્યારે?
-
સંમેલન માટે આપણે જ્યાં રોકાયા હોય એ જગ્યાએ?
-
સ્વયંસેવક તરીકે મદદ કરીને?